Abtak Media Google News

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને આરોગ્યલક્ષી વિવિધ કમિટિઓની મળેલ બેઠકમાં જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે થતી કામગીરીની સમિક્ષા કરી વિવિધ સુચનો કર્યા હતા.

ગત શુક્રવારે કલેકટર કચેરીના સભાખંડમાં આરોગ્ય વિભાગને લગતી વિવિધ કમિટિઓ જેમાં સંચારી રોગચાળા અટકાયત અંગેની જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની ત્રિમાસીક બેઠક, ઙઈ-ઙગઉઝ અઈઝ હેઠળ એડવાઇઝરી કમિટિ, મેલેરિયા સંકલન સમિતિ, આરોગ્ય વિષયક કાર્યક્રમોના પ્રચાર-પ્રસાર અને અમલીકરણ અંગેની અવેરનેશ કમિટિ સહિતની અન્ય કમિટિઓની બેઠકમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ચાલતી કામગીરીની જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે સમિક્ષા કરી અસરકારક કામગીરી કરવા નિર્દેશો આપી તમામ કામગીરીના સમયસર રિપોર્ટ તૈયાર કરી મોકલી આપવા જરૂરી સુચના આપી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કતીરાએ બેઠકનું સંચાલન કરતાં ઉપરોક્ત વિવિધ કમિટિ હેઠળ થઇ રહેલ કામગીરી અંગેના રિપોર્ટ રજૂ કર્યા હતા જેમાં સેક્સ રેસીયો, તમ્બાકુ નિયંત્રણ પ્રોગ્રામ, હિમોગ્લોબીન, ચિંરંજીવી યોજના, બાલ શખા યોજના, મેલેરીયા મુક્તિ અભિયાન ૨૦૨૦ બાબતોનો સમાવેશ થાય છે. આરોગ્ય વિષયક કાર્યક્રમોના પ્રચાર-પ્રસાર અને અમલીકરણ અંગે કોરોના સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલા ભરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગને લગતી આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ ઉપરાંત જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કતીરા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક દુધરેજીયા, કોવીડ-૧૯ નોડેલ અધિકારી વારેવડીયા, ડો.બાવરવા, ડો. સરડવા,  સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, મોરબી ચીફ ઓફીસર ગીરીશ સરૈયા, દરેક તાલુકાના આરોગ્ય અધિકારી, અર્બન હેલ્થ ઓફિસર સહિત આરોગ્ય ખાતાનો સ્ટાફ તેમજ, સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.