Abtak Media Google News

Table of Contents

કેટલા ભોળા છે શિવ…. એક બિલીપત્ર, એક કળશ જળ, એક મંત્ર ઓમ નમ: શિવાય અને એક વખત દર્શનથી બેડો પાર

આરતી સમયે પ્રવેશબંધી: ભકતો સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન, આરતી અને સૂર-આરાધના સત્સંગ સહિતના કાર્યક્રમોનો લ્હાવો લઈ શકાશે

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ માસ એટલે તહેવારોનો અન્નકૂટ. નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, રક્ષાબંધન, ચાતુર્માસ, હિંડોળા, બોળચોથ, જન્માષ્ટમી, પર્યુષણ મહાપર્વ, ફૂલ કાજળી સહિતના અસંખ્ય પવિત્ર તહેવારો શ્રાવણ માસ દરમિયાન આવે છે. તેમાંય શ્રાવણના ત્રીસે ત્રીસ દિવસ ભોળાનાથ અને શિવલીંગના દર્શન શ્રાવણ માસને ચાર ચાંદ લગાવી દે છે. ઘરે-ઘરે હર હર મહાદેવના નાદ ગૂંજી ઉઠે છે. એમાય તે ૧૨ સ્વયંભૂ શિવલીંગ પૈકીના  પ્રથમ શિવલીંગ સોમનાથમાં અનેરૂ વાતાવરણ જામે છે. શાસ્ત્રોમાં જેટલું મહત્વ શ્રાવણનું દર્શાવવામાં આવ્યું છે. તેટલું જ મહત્વ શ્રાવણીયા સોમવારનું પણ છે. શિવભક્તો શિવાલયોમાં જઈ પૂજા-અર્ચના કરી મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. શ્રાવણ મહિનામાં ગંગાજીનું મહત્વ પણ ખુબજ છે. આ માસ દરમિયાન ગંગાજીમાં વર્ષા ઋતુના નવા નીર આવે છે. ગંગાજળ વડે ભગવાન શિવ પર અભિષેક અને રૂદ્રાભિષેક કરવાનું મુલ્ય છે. રૂદ્રાભિષેક કરવો તે તપમાર્ગ છે.

ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે પ્રથમ આદિ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાવન શ્રાવણ માસની શરૂઆત થનારી છે. શ્રાવણ ઉત્સવનો પ્રારંભ આવતીકાલે તા.૨૧-૭ શ્રાવણ સુદ એકમને મંગળવારથી થશે. પૂર્ણાહુતિ તા.૧૯-૮ શ્રાવણ વદ અમાસને બુધવારે થશે.

મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, પૂજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી ઓનલાઇન નોંધાવી શકશે. વિશેષમાં ઓનલાઇન પૂજાવિધિ નોંધાવનારને વોટ્સએપ વિડીયોકોલીંગના માધ્યમથી પૂજાવિધિનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે. વિશેષમાં ગાઇડલાઇન મુજબ ટ્રસ્ટના સાગરદર્શન તેમજ માહેશ્વરી અતિથિભવનમાં ઓનલાઇન બુકીંગ ટ્રસ્ટની વેબસાઇટ પરથી શરૂ કરવામાં આવેલ  છે.

Untitled 1 12

કોરોના વૈશ્વિક મહામારી અંગેની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે પુજાવિધિ કરવામાં આવશે. એકસાથે પાંચથી વધુ લોકો પુજાવિધિમાં જોડાઇ શકશે નહિં. વિશેષમાં દર્શનાર્થે આવેલા શ્રધ્ધાળુઓએ માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સીંગનુ પાલન કરવું, પોતાનું ટેમ્પ્રેચર ચેક કરાવવું, સેનીટાઇઝ ટનલ માંથી પસાર થઇને જ પ્રવેશ કરવો, મંદિર દર્શન માટેની લાઇનમાં બનાવવામાં આવેલ સોશ્યલ ડીસ્ટન્સીંગ રાઉન્ડ  પ્રમાણે ચાલવું, મંદિરની રેલીંગ ને અડકવું નહિં, બીનજરૂરી ઉભા ન રહેવું, દર્શન લાઇનમાં ચાલતા રહેવું, દર્શન થયા બાદ મંદિર પરિસરમાં ક્યાંય રોકાવું નહિં આ તમામ સુચનાઓનું પાલન ફરજીયાત રહેશે.

શ્રાવણ માસમાં બહારથી આવતા ભક્તો દર્શન વિહોણા ન રહે તેવા શુભઆશય થી સોમનાથ ટ્રસ્ટની  વેબસાઇટ  ઠઠઠ .જઘખગઅ ઝઇં.ઘ છૠ પર પ્રી-રજીસ્ટ્રેશન સુવિધા શરૂ કરવામાં આવેલ છે, જેમાં બહારગામથી આવતા યાત્રીકો ને અપીલ છે કે તેઓ  આ લીંક મારફત પોતાના દર્શન માટેનો સ્લોટ (સમય) બુક કરાવીને જ નિયત સમય થી વહેલા પહોચી દર્શનનો લ્હાવો આ માધ્યમથી લઇ શકાશે.

શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલ મીડીયાના માધ્યમથી દર્શન અને આરતી સાથે  સુર આરાધના- સત્સંગ સહિતના કાર્યક્રમો નો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક SomnathTempleOfficial – ટ્વીટર Somnath Temple યુટ્યુબ SomnathTemple-Official Channel ઇન્સ્ટાગ્રામ  SomnathTempleOfficial વોટ્સએપ તથા ટેલીગ્રામમાં ૯૭૨૬૦૦૧૦૦૮-સોમનાથ યાત્રા મોબાઇલ એપ્લીકેશન-ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી  મળી રહે તે માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

ગીતા મંદિર, શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ પર્વે શ્રાવણ સુદ એકમ થી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભક્તજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઇ શકશે. જેનો લ્હાવો લેવા સર્વે ભક્તજનોને હાર્દિક નિમંત્રણ છે.

શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી ૩૦ જેટલા અલગ-અલગ શણગાર કરવામાં આવશે, આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શ્રાવણમાસ દરમ્યાન મહામૃંત્યુંજય યજ્ઞમાં યાત્રીકો હોમ કરી લાભ લઇ શકશે.

વૃદ્ધો અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતે થી શ્રી સોમનાથ મંદિર સુધી પહોચવા વિશેષ નિ:શુલ્ક વાહન વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ગોઠવાશે. વ્હીલચેર-ઇરીક્ષા-હેલ્પડેસ્ક સહીત અનેક સવલતોનો યાત્રીઓ લાભ લઇ શકશે. શ્રાવણમાં યાત્રીઓના પ્રવાહને ધ્યાને રાખી, વિશેષ પ્રસાદ- પૂજાવિધિ-ક્લોકરૂમ-જુતાઘર સહીત વ્યવસ્થા કરવામાં આવશે. શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષ શરૂ રહેશે જ્યાં યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે.

સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલીકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે રાત્રી સફાઇની વ્યવસ્થા ગોઠવાશે. આવનાર યાત્રીકો પવિત્ર યાત્રાધામમાં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.

શ્રાવણ માસ દરમ્યાન સમગ્ર વ્યવસ્થા તેમજ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ તથા ટ્રસ્ટી  સેક્રેટરી પ્રવિણભાઇ કે. લહેરી,ટ્રસ્ટી  જે.ડી.પરમારના માર્ગદર્શન  નીચે જનરલ મેનેજર અને સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસકર્મીઓ એસઆરપીના જવાનો  તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધ ગોઠવેલ છે.

શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલિસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે.

કોરોના વૈશ્વિક મહામારીને કારણે શ્રધ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે   સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું, તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ, પોલીસ વિભાગ, જીલ્લાવહિવટી તંત્ર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવીને જે દર્શનની  વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, તેનો ચુસ્ત અમલ  સાથે દર્શનનો લાભ લેવો.

‘અબતક’ દ્વારા સોમનાથની આરતીના લાઈવ દર્શન કરાવાશે

સોમનાથ મંદિરે કોરોના વાયરસની ગાઈડ લાઈનની ચૂસ્ત અમલવારીના કારણે આરતીમાં યાત્રીકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. અલબત ‘અબતક’ દ્વારા શિવ આરાધકો આરતીનો લ્હાવો લઈ શકે તે માટે યુ-ટયુબ, ફેસબુક સહિતના ડિજીટલ પ્લેટફોર્મ પર આરતીનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. પ્રાંત: આરતી સવારે ૭ કલાકે થશે. સાંયમ આરતી સાંજે ૭ કલાકે થશે. મધ્યાન: આરતી બપોરે ૧૨ કલાકે થશે. આ તમામ આરતીનું ‘અબતક’ દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

તંત્ર એલર્ટ ઉપર: કોરોના સાવચેતીને પણ ખાસ પ્રાયોરીટી

12 4

વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસ પોલિસ તંત્રે રેન્જ આઈ.જી. મનીન્દ્રર સિંગ પવાર તથા જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષાના નાયબ પોલીસ અધિક્ષક એમ.ડી. ઉપાધ્યાયે આ અંગેના માઈક્રો પ્લાનને આખરી ઓપ આપી દીધો છે.

સોમનાથ મંદિર ડીવાયએસપી એમ.ડી. ઉપાધ્યાય કહે છે સોમનાથ મંદિર સુરક્ષાના પોલીસ, એસ.આર.પી. જી.આર.ડી. સોમનાથ સીકયોરીટીના અધિકારીઓ અને જવાનોની પવિત્ર શ્રાવણ માસ અનુલક્ષી એક માસ મીટીંગ સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની સાથેના સંકલનમાં યોજવામાં આવી હતી. આજે વિશ્ર્વભરમાં કોરોના મહામારીની વ્યાપકતાને લઈને સોમનાથ મંદિરે ત્રી સ્તરીય ચેકીંગ કરવામા આવશે.જેમાં મંદિર પ્રવેશના પ્રથમ ગેટ ઉપર લેડીઝ જેન્ટસ માટે અલગ અલગ ટેમ્પરેચર થર્મલ ગનથી તાપમાન ચેક કરવામાં આવશે ત્યારબાદ આગળ પ્રવેશતા દર્શનાર્થીને સેનેટાઈઝડ સ્પ્રે. ચેનલમાંથી પસાર થવું પડશે. અને જંતુમુકત બન્યાબાદ આગળ પોલીસ જવાનો મંદિરનાં નિયમો મુજબની અંગ તપાસ તો કરશે જ ઉપરાંત જે દર્શનાર્થીએ સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક નહી પહેર્યો હોય તેને પ્રવેશવા દેવામાં નહી આવે હાલની મંદિર સુરક્ષા ઉપરાંત બહારથી ૧ પીઆઈ, ૨ પીએસઆઈ અને ૬૦ પોલીસ જવાનોની કુમુકની માગણી કરવામાં આવી છે.

સમગ્ર શ્રાવણ માસમાં બે સ્થળે ડોર ફ્રેમ મેટલ ડીટેકટર ચાંપતી તપાસ કરશે તદઉપરાંત સમગ્ર સોમનાથ મંદિર હાઈટેક હાઈ ડેફીનેશન ૫૬ જેટલા મુવીંગ ફીકસ પોઈન્ટો સાથેના કેમેરાઓથી ક્ધટ્રોલરૂમ નિરીક્ષણ કરશે, મોબાઈલ વાન અને ઘોડેસ્વાર પોલીસ દરિયાકાંઠે સતત પેટ્રોલીંગ કરતું રહેશે સ્નીફર ડોગ સ્કવોડ અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડને તેને લગતી કામગીરી સોંપા, છે.

સોમનાથ મંદિર ખાતે હાલ ૧ ડીવાયએસપી, ૨ પીઆઈ, ૨ પીએસઆઈ અને એસઆરપીની એક કંપની એલર્ટ ખડે પગે છ. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ સીકયોરીટીના ૧૧૦ જવાનો અને ૪૭ મહિલા પોલીસ તથા ૧૧૫ જીઆરડી જવાનો સુચારૂ કાયદો વ્યવસ્થા જાળવવા કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.