Abtak Media Google News

ગોંડલના પ્રજાજનોને જન્માષ્ટમીના તહેવાર અને લોકમેળા ની શુભકામના પાઠવતા અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા

રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે સંગ્રામસિંહજી હાઇસ્કુલના પ્રાંગણમાં સાત દિવસના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ કરતા રાજ્ય નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે આપણી ભારતની સંસ્કૃતિ અને પરંપરા મુજબ પવિત્ર શ્રાવણ માસમાં શિવની ભક્તિપૂર્વક ઉપાસના કરવામાં આવે છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં માટે સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. મનત્રીશ્રીએ આ તકે ગોંડલના પ્રજાજનોને આનન્દ ઉલ્લાસ પૂર્વક મેળાનો લાભ લેવા અને જન્માષ્ટમીની શુભકામના વ્યક્ત કરી હતી.

Gondal Melo Udghatn 26ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા અને ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી જેન્તીભાઈ ઢોલે લોકમેળાની શુભકામના વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ નગરપાલિકા દ્વારા આ લોકમેળો યોજવામાં આવે છે આ લોકમેળામાં ચાલુ વર્ષે સાથે દિવસ રાત્રે વિવિધ કાર્યક્રમો લોકડાયરા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મોત્સવની અનેરી ઉજવણી કરાશે.

Gondal Melo Udghatn 2

પ્રારંભમાં નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ સૌનુ શાબ્દિક સ્વાગત કર્યું હતું

આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખશ્રી અર્પણાબેન આચાર્ય, અગ્રણીઓ સર્વશ્રી ચંદુભાઇ ડાભી, શ્રી રમેશભાઈ ધડુક ,પૃથ્વી સિંહ જાડેજા, શ્રી મગનભાઈ શ્રી કુરજીભાઈ ભાલાળા, શ્રી પ્રવીણભાઈ, શ્રી શશીકાંતભાઈ રૈયાણી, શ્રી પ્રફુલભાઈ, શ્રી સીતારામ બાપુ, ચીફ ઓફિસર શ્રી એસ.કે.પટેલ, મામલતદાર શ્રી ચુડાસમા,, શ્રી ચંદુભાઈ દુધાત્રા અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Gondal Melo Udghatn 24

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.