Abtak Media Google News

આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર ગુજરાતની મુલાકાતે: ઇસરોના ૧ હજાર વિજ્ઞાનિકોને સંબોઘ્યા

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તથાઆધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ ગુજરાત ની મુલાકાતલીધી હતી.. તેઓ સેટેલાઈટ એપ્લીકેશન સેન્ટર ઈસરો ખાતે,વૈજ્ઞાનિકો તથા ઈસરોના અન્ય કર્મચારીઓને  જર્ની ટુ ઇનર સ્પેસ વિષય પર સંબોધનકર્યું હતું. ૧૦૦૦ જેટલા ઈસરો વૈજ્ઞાનિકો નેસંબોધતાં શ્રી શ્રી રવિશંકરજી એ વિજ્ઞાન અને અધ્યાત્મ નાં પરસ્પર સંયોજનને લગતા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. રીસર્ચ ની પ્રક્રિયા વિષે સમજાવતાં તેમણે કહ્યું કે, આયુર્વેદ નો જન્મ કઈ રીતે થયો છે? ૮૮ હજાર જેટલા ઋષિઓ નૈમિષારણ્યમાં એકત્રિત થઈને માનવ કલ્યાણ તથા આરોગ્ય ના સંકલ્પ થી ધ્યાનમાં જવાનો નિશ્ચય કર્યો. ભરદ્વાજ ઋષિએ ધ્યાનસ્થ અવસ્થામાં ડાઉનલોડ કરેલ આયુર્વેદ જ્ઞાનને ગ્રંથસ્થ કર્યું. હાલ માં જ અમેરિકા સ્થિત આધુનિક મેડીકલ વૈજ્ઞાનિક એ નિષ્કર્ષ કાઢ્યો કે આધુનિક મેડીકલ  સાયન્સ ચરક સંહિતા પર આધારિત છે. તો, રીસર્ચ એ અસ્તિત્વ ધરાવતાં ગોપનીય જ્ઞાન ને પુન: પ્રકાશિત કરવાની પ્રક્રિયા છે. ડાઉનલોડ કરવાની પ્રક્રિયા છે. અને વિશાલ હૃદય દ્વારા જ આ પ્રક્રિયા શક્ય છે.એક વૈજ્ઞાનિક માટે ઇનોવેશન અત્યંત અગત્યનો ગુણધર્મ છે. ઇનોવેશન માટે સામાન્ય કે ચીલાચાલુ અભિગમ ઉપયોગી થઇ ના શકે, તે માટે અંત:સ્ફૂરણા જરૂરી છે. અંત:સ્ફુરણા માટે પ્રેરણા અને ઊર્જા અત્યંત આવશ્યક છે. એક ધ્યાન વડે ઊર્જિત થયેલું મન જ સર્જનાત્મકતા ને પ્રસ્ફુરિત કરવા સક્ષમ બને છે. ધ્યાન એ વિશ્રામ ની પ્રક્રિયા છે. સંશોધન અને સર્જનાત્મકતા કેવળ વિશ્રામ ની સ્થિતિમાં જ સંભવ બને છે.જે લોકો દુ:ખી છે, તેઓ જ અન્ય ને દુ:ખી કરતાં હોય છે. એક આનંદિત વ્યક્તિ ક્યારેય કોઈને દુ:ખી કરી શકે નહિ. તો જયારે કોઈ વ્યક્તિ આપને દુ:ખી કરે છે ત્યારે તેમના પર ગુસ્સો કરવો કે દ્વેષ રાખવો તે યોગ્ય નથી. તેના બદલે તેમના પ્રત્યે કરુણા રાખવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.