Abtak Media Google News

મહામારી વચ્ચે એનબીએફસી માટે રાખવામાં આવેલું અનામત ભંડોળ હવે અર્થતંત્રમાં સંચાર લાવવા માટે મદદરૂપ બનશે તેવી અપેક્ષા

કોરોના વાયરસની મહામારી વચ્ચે નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ માટે કપડા ચઢાણ થશે તેવી દહેશતે કેટલુંક ભંડોળ અનામત રાખવામાં આવ્યું હતું. અલબત્ત હવે આ ભંડોળને પ્રવાહમાં ઉતારવાની પરવાનગી મળી ચૂકી છે. જેના પરિણામે બજાર ભંડોળથી ઉભરાશે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં અર્થતંત્ર બાઉન્સ બેક થશે તેવી આશાએ ઓડિટર દ્વારા એનબીએફસી માટેના અનામત ભંડોળ મુદ્દે નિયમોમાં કેટલીક છૂટછાટ આપી છે. અનામત ભંડોળની છૂટછાટના પગલે બજારમાં પૈસા ઠલવાશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ગત એપ્રિલ મહિનામાં એનબીએફસીને અનામત ભંડોળ રાખવાની દરખાસ્ત કરાઈ હતી. ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ના ધોરણો મુજબ કામગીરી થઈ હતી.

કોરોના મહામારી ફાટી નીકળી તે સમયે અર્થતંત્ર દબાણમાં આવશે તેવી સ્થિતિ હતી. ક્રેડિટ ગુમાવવાના ડરના કારણે અમુક રકમ અનામત રાખવામાં આવી હતી. હવે આ રકમ છૂટી થશે.

કોરોના કાળ દરમિયાન એનબીએફસી કંપનીઓને ઓડિટર દ્વારા માત્ર ૫૦ ટકા લોન જ આપવાની હિમાયત કરવામાં આવી હતી. તે સમયે દબાણ વધુ હતું. પરિણામે ઓડિટરની દરખાસ્તને માનવામાં આવી હતી. જાન્યુઆરી ફેબ્રુઆરી વખતે લોન એકાઉન્ટના કારણે એનબીએફસી ને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરીથી એનબીએફસી ના કારણે તરલતા વધવા જઇ રહી છે તરલતા વધવાથી બજારમાં સંચાર વધશે. નોંધનીય છે કે કોરોના મહામારી ના કારણે અર્થતંત્રને ભારે દબાણ સહન કરવું પડ્યું છે. જીડીપી, વ્યાજ દરો બેરોજગારી, સહિતના મુદ્દે મહામારીએ ગંભીર અસર પહોંચાડી છે આવા સમયે ક્રેડિટ લોસથી બચવા માટે એનબીએફસીને લઇ મહત્વનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો જે એકંદરે સફળ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.