Abtak Media Google News

રોજે-રોજ રંગબેરંગી રોઝ

પ્રેમની અભિવ્યકિત કરમાશે  નહી…

આખુ વર્ષ ફ્રેશ રહેતા ગુલાબ યુવાનથી લઈ વડિલોમાં પણ ફેવરીટ

પ્રેમના પ્રતિક સમાન ગુલાબ જીવનને સુગંધથી મહેકાવવાનું કામ કરે છે તો સારા અને માઠા દરેક પ્રસંગોમાં ફૂલો માણસનો સથવારો બને છે. ગમે તેટલી કાળજી રાખ્યા છતા એક અઠવાડીયામાં ગુલાબનું આયુષ્ય ખત્મ થઈ જતુ હોય છે. ગુલાબના કરમાવા ઉપર કેટલાક શાયરોએ સુંદર વાતો કરી ચૂકયા છે. પણ તમે કયારેય એવા ગુલાબ વિશે સાંભળ્યું છે જે એક વર્ષ સુધી તાજા રહે? આજે તમને એવાજ ફૂલો વિશે જણાવીશ જેનું આયુષ્ય ખૂબજ લાંબુ છે6 8સ્ત્રી સશકિતકરણની મિશાલ બનતા નીધી માધવીએ પોતાના ઓનલાઈન બિઝનેસની શરૂઆત કરી છે તેઓ ‘સ્ટુડિયો ડે ફલર્સ’ના માધ્યમથી ભારતમાં એવા ગુલાબ લાવ્યા છે. જે એક વર્ષ સુધી ફ્રેશ રહે છે. આ ફૂલોને જોતા જ તબીયત ખુશ થઈ જશે.2 15

પ્રથમ વખત ગુજરાતમાં વિદેશથી ફૂલો મંગાવીને તેની ઉપર એવી પ્રક્રિયા કરવામાં આવે છે જે આ ફૂલોનું આયુષ્ય વધારે છે. માધવી જલુ ન્યુયોર્કથી બિઝનેસ ચલાવે છે તો નીધી રાજકોટથી જ ઓનલાઈન બિઝનસ સંભાળે છે જેનો તેમને ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફલાવરની કવોલીટી જોયા બાદ કેટલાક લોકો તેમને આભાર માને છે.4 10

સ્ટુડિયો ડે ફલર્સના ઓનર માધવીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સ્ટુડિયો ડે ફલર્સનાં નામની પ્રેરણા ફ્રેન્ચ કલ્ચર ઉપરથી લેવામાં આવી છે. જેમાં ફલર્સ એટલે કે ‘ફલાવર્સ’ અને આખા નામનો મતલબ ફૂલોનો સ્ટુડિયો જે તમારી સાથે લાંબા સમય સુધી રહેશે.3 13માધવી કહે છેકે આ ફૂલો ઉપર અને ૧૪૦૦ વર્ષ જૂની ઈકો ફ્રેન્ડલી ટેકનીકનો ઉપયોગ કરીએ છીએ. જયારે મારા ભાણેજનો જન્મ થયો ત્યારે ન્યુયોર્કથી મને એવીઈચ્છા થઈ કે હું તેને કંઈક એવી વસ્તુ ભેટમાં આપું જે બ્લુ રંગની હોય ત્યારે અમને આ બિઝનસ સ્ટાર્ટઅપની પ્રેરણા મળી હતી માટે મે ન્યુયોર્કમાં અને મારી બહેને ઈન્ડિયામાં જ આ ઓનલાઈન બિઝનસની શરૂઆત કરી.2 14ન્યુયોર્કમાં પણ આ બિઝનેસ સારો ચાલે છે. વિદેશમાં લોકો અવારનવાર એક બિજાને ગીફટ આપતા હોય છે. તો ભારતમાં પણ આજે લોકો ગુલાબને ભેટ સ્વ‚રૂપે આપવાને પ્રાધાન્યતા આપે છે. તો એવા ગુલાબ જે એક વર્ષ સુધી સારા રહે તે પણ તમારા મનપસંદ રંગો સાથે? તો એનાથી સારી ગીફટ શું કોઈ શકે.1 20ઓનલાઈન ફલાવર બિઝનસ દ્વારા નવા કોન્સેપ્ટને ભારતમાં લાવતા નિધી જણાવે છે કે લોકોજે પ્રોડકટના ફોટા ઓનલાઈન જોવે છે તે પ્રોડકટ તેમને એવીજ કવોલીટીસાથે મળે છે. અમારા ફૂલોમાં કોઈ સ્પેશિયલ કેર કરવી પડતી નથી. આ ફૂલોને નેચરલ બનાવી રાખવા માટે તેનેભેજ ભર્યા વાતાવરણથી બચાવવાનું રહે છે.3 14આ ગુલાબ સામાન્ય ગુલાબની જેમ નેચરલ જ છે. પરંતુ એક પ્રોસેસ બાદ તેનું આયુષ્ય વધારી શકાય છે. એક ફૂલની કિંમત રૂ.૧૫૦૦થી ચાલુ થઈ રૂ.૨૫૦૦૦ સુધીની હોય છે. થોડા કસ્ટમાઈઝેશનની વાત આવે ત્યારે અમે ગ્રાહકોની ડિમાન્ડ મુજબ તેમને પ્રોડકટ તૈયાર કરીને દઈએ છીએ ઓડરથી લઈને ડિલિવરી સુધી તેમને કોઈ પણ જાતની અગવળતા ન પડે માટે અમે સ્પેશિયલ બોકસીસ તૈયાર કરીએ છીએ. જે શિપિંગ કંપની સાથે અમારો કોન્ટ્રાકટ છે તેને પણ અમે પ્રોડકટની કાળજી અંગેની વાત કહી છે. અમારા નેચરલ રોઝમાં સુગંધ પણ આવે છે.6 9આ ફૂલો અમેરિકા, કેનિયા, સાઉથ અમેરિકામાંથી અમે મંગાવીએ છીએ કારણ કે ભારતમાં મળતા ગુલાબ પહોળા અને ખિલેલા હોય છે.ત્યારે આ રોઝ એકદમ ઉંચાઈ ધરાવતા હોય છે કૂદરતી રીતે ફલાવર્સ લાલ રંગનાજ હોય છે.પણ અમે બ્લીચીંગ પ્રક્રિયાથી તેને મનગમતા રંગો આપી શકીએ છીએ, અમારી પાસે હાલ ૨૦ થી વધુ વિવિધ રંગોના ગુલાબ ઉપલબ્ધ છે.

જો ભારતમાં અમારી જરૂરીયાત મુજબના ગુલાબ મળી રહે તો અમે મેક ઈન ઈન્ડીયાનો ભાગ બનવા માંગીએ છક્ષએ અંતમાં હુ એટલુ કહેવા માંગીશ કે જેવી રીતે સ્ટુડિયા ડે ફલર્સના ફૂલો લાંબા સમય સુધી તાજા રહે છે તેમ લોકોનું જીવન પણ હંમેશા માટે ખિલેલુ રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.