Abtak Media Google News

ભણતર વિનાનો ‘ભાર’ ઉતારવા તરફ સરકારનું પગલુ

સરકારી શાળાઓમાં કથળતા શિક્ષણના સ્તરને ઉંચુ લાવવા ‚પાણી સરકારનો વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય

રાજયની ૩૨ હજાર પ્રાથમિક શાળાઓના ૪૦ લાખ વિદ્યાર્થીઓની હાજરી ‘ઓનલાઈન’ પુરાશે

છેલ્લા એકાદ દાયકાથી રાજયની મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સતત કથડતું જાય છે. વિવિધ કારણોસર સરકારી શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવામાં આળસ કરતા હોવાની ફરિયાદો સામાન્ય બની ગઈ છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને સરકારી શાળાઓ પરથી ભરોસો ઉઠી ગયો હોય તેવું વાતાવરણ ઉભુ થવા પામ્યું છે. જેથી વિદ્યાર્થીઓ શાળાઓમાં નિયમીત હાજરી આપતા નથી પરંતુ શિક્ષકો પોતાની નોકરી બચાવવા તેમની ખોટેખોટી હાજરી પુરી લેતા હોય છે. જેથી વકરી રહેલા આ દુષણને નાબુદ કરવા રાજયની રૂપાણી સરકારે વધુ એક લોકપયોગી પગલુ લેવાની યોજના બનાવી છે.

આ યોજના મુજબ રાજયનું શિક્ષણ વિભાગે સોમવારથી રાજયની ૩૨ હજાર સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૪૦ લાખ વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવાનો પ્રારંભ કરનારું છે. આ યોજના મુજબ દરેક સરકારી શાળાના દરેક શિક્ષકોએ તેમના વર્ગમાં વિદ્યાર્થીઓની હાજરી પત્રકની વિગતો શિક્ષણ વિભાગના અવલોકન માટે ઓનલાઈન મુકવા પડશે.

આ યોજનાનો ઉદ્દેશ્ય ગેરહાજરીવાદ ચલાવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ પકડી પાડવાનો છે. ખાસ કરીને દૂરના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકો વધારે ગેરહાજર રહીને ‘ગુલ્લી’ મારી જતા હોય શિક્ષણનું સ્તર સતત બગડી રહ્યું છે. આવા ગુલ્લીબાજ શિક્ષકોને પકડી પાડવા તથા તેમને પુરેલા વિદ્યાર્થીઓના હાજરી પત્રકની ચકાસણી કરવા શિક્ષણ વિભાગ સરકારી શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરાના‚ છે.

આ યોજના અંગે સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે, રાજયની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીનો ઓનલાઈન વિગતો શિક્ષણ વિભાગને વિદ્યાર્થીઓની ગેરહાજરી પાછળના કારણો શોધવામાં મદદરૂપ થશે. સાથે સાથે આ કારણોની મદદથી તંત્રને યોગ્ય સમયે હસ્તક્ષેપ કરવા અંગે સક્ષમ કરશે. અત્યારે શિક્ષણ વિભાગ પાસે વિદ્યાર્થીઓના આ ગેરહાજરીવાદ પાછળનો નકકર વિગતો નથી જે આ હાજરીની ઓનલાઈન વિગતોથી ઉપલબ્ધ થશે. આ યોજના મોડી છે પરંતુ આ હસ્તક્ષેપથી શિક્ષણના સ્તરમાં ચોકકસ સુધારો આવશે.

આ યોજના પર શિક્ષણ વિભાગે બે માસ પહેલાથી કામ શ‚ કરી દીધુ હતું. આ માટે ખાસ એપ્લીકેશન પણ બનાવવામાં આવી છે અને સોમવારથી રાજયભરની પ્રાથમિક સરકારી શાળાઓમાં તેનો અમલ કરી દેવામાં આવનારો છે તેમ શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે જણાવીને ઉમેર્યું હતું કે, થોડા સમય બાદ આ યોજના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સરકારી શાળાઓમાં પણ અમલમાં મુકાશે.

ટૂંક સમયમાં સરકારી શાળાઓમાં બાયોમેટ્રીક પધ્ધતિથી હાજરી પુરવાની યોજના પણ બનાવી રહ્યાં છીએ. રાજયના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટ બાબુશાહીના કારણે થતી ગેરરીતિ અને ભ્રષ્ટાચારને રોકવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે વિવિધ યોજનાને ઓનલાઈન બનાવીને પારદર્શક વહીવટ આપવાની શ‚આત કરી દીધી છે.

રાજયના સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા બેફામપણે વસુલાતી ફીને રોકવા ફી નિયમન કાયદો બનાવ્યા બાદ ‚પાણી સરકારે સરકારી શાળાઓમાં ઓનલાઈન હાજરી પુરવાની યોજના બનાવીને શિક્ષણના સ્તરને ઉચ્ચુ લાવવા માટે વધુ એક મહત્વપૂર્ણ યોજના બનાવી છે જે સરાહનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.