Abtak Media Google News

જોરાવરનગરના યુવાન સાથે ઓનલાઈન ફ્રોડ કરનાર શિવરાજગઢનો ઠગ પોલીસ લોકઅપમાં

જોરાવરનગરમાં રહેતા અને વિડિયોગ્રાફનો વ્યવસાય કરતા પરાગ નટુભાઈ ડાભી યુ-ટયુબ પર પોતાની ચેનલનું મોનીટરીંગ કરવામાં આવતું હતું અને માસીક ઈનકમ મેળવવામાં આવતી હતી જે ચેનલ કોઈ વ્યક્તિએ હેક કરી લઈ પોતાની ઓનરશીપ ચેન્જ કરી પોતાની ચેનલનું નામ આપી દઈ નાણા મેળવી વિશ્વાસઘાત કરેલ હોય તે અંગેની ફરિયાદ દાખલ કરાયેલી હતી.

સદર ગુન્હાની તપાસમાં સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન સેલ ની ટીમ મદદમાં રહી સદર ગુના સબંધીત માહીતી મેળવતી હતી દરમ્યાન સદર ગુનાના સાયબર એનાલીસીસ દરમ્યાન ચોક્કસ ટેકનીકલી માહીતી મળેલી અને તે માહીતી આધારે ઉપરોકત રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન ટીમે જતીન મનસુખભાઇ ગાજીપરા (રે.શીવરાજગઢ ગોંડલ) વાળો અટક કરી  સુરેન્દ્રનગર બી-ડીવી. પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવેલો છે.  સદર કામગીરીમાં સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન સેલના પો.ઇન્સ. જે.એસ.પંડયા પો.સ.ઈ. એમ.પી.વાળા તથા પો.સ.ઈ. સી.એચ.મયાત્રા, સ્ટાફ શક્તિસિંહ ઝાલા, કુલદિપસિંહ ચુડાસમા, સંદિપસિંહ રાઠોડ તથા કૌશીકભાઈ મણવર અને આશાબેન ખુંટનાઓ સાથે મદદમાં રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.