Abtak Media Google News

મેઘરાજાએ ગૌરવ પથના ગૌરવને બેનકાબ કરી લોકો વચ્ચે ખુલ્લા પાડી દીધા. રાજકોટ-મોરબીને જોડતો મુખ્ય રસ્તો પહાડ જેવો બન્યો. ઠેર ઠેર ખાડા વાહન ચાલકોમાં પરેશાની તંત્ર હજુ આળસ ખંખેરી નથી. રાજકિય નેતા વખતે રાતો રાત રિપેરીંગ કરનારા હવે કેમ દેખાતા નથી.

ટંકારા મધ્યેથી પસાર થતો અને રાજકોટ-મોરબી કચ્છને જોડતો એક માત્ર નેશનલ હાઈવે ટંકારા પાસે ઠેર ઠેર ટુટી જતા સત્તાધિશો અને તંત્ર બને બેનકાબ થયા છે. વારંવાર થિગડા થયા કહી કામ ચલાવાતો આ રોડ મેઘરાજાએ બેનકાબ કરી દીધા હોય તેમ કપડા ઉતારી પાડયા છે. હવે મોટા ગાબડા અને ખાડાથી મુસાફરો ભારે હાલાકી વેઠી રહ્યાં છે. પરંતુ નિંભર તંત્રને આ દેખાતુ નથી તેમ રોજ વ્યાપી નિકળે છે. છતાં કામ કરતા નથી ત્યારે આ કામ તાત્કાલીક કરવા લોક માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.