Abtak Media Google News

“જ્યારે અનાયાસ જ આંધ્રપ્રદેશના સત્તાધારી પક્ષના ધારાસભ્ય ટ્રેનમાં નશો કરેલી હાલતમાં પકડાયા !

આમ તો રેલ્વે મુસાફરીમાં માણસોએ બીજા- અજાણ્યા લોકો સાથે અમુક કલાકો સુધી જ સંગત અને મુસાફરી કરવાની હોય છે. છતા અમુક લોકો પોતાની હોંશિયારી, લાયકાત, હોદો-સમૃધ્ધી અને રાજકારણીઓ પોતાની સત્તાનો ઠઠ્ઠારો સહયાત્રીઓ સમક્ષ કરતા હોય છે. જે ફાયદામાં જ હોય તેવું નથી ઘણી વખત તે ઠઠ્ઠારો મુશ્કેલી પણ સર્જી દે છે.

એક વખત કેન્દ્ર સરકારના કેબિનેટ રેલ્વે મંત્રી એક સુપર ફાસ્ટ ટ્રેનમાં સ્પેશ્યલ સલૂન લગાડીને દિલ્હીથી મુંબઇ જતા હતા તેથી જે જે રેલ્વે સ્ટેશનો અગત્ય ના હતા ત્યાં ત્યાં રેલ્વે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. સીપીઆઇનો બંદોબસ્ત ગોધરા રેલ્વે સ્ટેશને તથા ફોજદાર જયદેવનો બંદોબસ્ત દાહોદ રેલ્વે સ્ટેશન ગોઠવાયેલો. આ સ્પેશ્યલ-સલુન વાળી ટ્રેન તે ફ્રન્ટીયર મેલ જે પંજાબ થી મુંબઇ જતો હતો અને દાહોદી રાત્રીના અગીયારેક વાગ્યે પસાર થતો હતો. પણ આ ટ્રેનનું દાહોદ ઉભુ રહેવાનું ન હતું.

આથી જયદેવ જરૂરી બંદોબસ્તના જવાનોને સાથે લઇને સાંજના મુંબઇ બાજુથી આવતા ફીરોજપુર જનતા એક્સપ્રેસમાં ગોધરાથી દાહોદ જવા રવાના થયો. આ લાંબા અંતરની ટ્રેનોમાં બે ડબ્બાઓ વચ્ચે કોરીડોરની એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જવાની સુવિધા હોય છે. તેમાં વળી આ જનતા એક્સપ્રેસ હતો.

તેથી તેમાં ફર્સ્ટ ક્લાસનો કોઇ ડબ્બો લાગે નહિં. અન્ય ટ્રેનોમાં ર્ફ્સ્ટ ક્લાસના ડબ્બા લાગે તો તેમાં સેકન્ડ ક્લાસથી ફર્સ્ટ ક્લાસમાં જવાનો કોરીડોર રસ્તો બંધ રાખે છે. પણ ફર્સ્ટ ક્લાસી ફર્સ્ટ ક્લાસ ડબ્બા વચ્ચે કોરીડોર સુવિધા ચાલુ હોય છે. આથી આ ફીરોજપુર જનતા-એક્સપ્રેસમાં તમે ઇચ્છો તો પહેલા ડબ્બાી ચાલુ કરીને છેલ્લા ડબ્બા સુધી ચાલીને જઇ શકાય છે.

જયદેવ પાછળના ડબ્બેથી ચડેલો તેથી આગળના ડબ્બાઓ તરફ જવા માટે તે એક પછી એક ડબ્બાઓમાંથી ચાલીને પસાર થતો હતો. સાથે રેલ્વે પોલીસના જવાનો ટ્રેન ડબ્બામાં મુસાફરો વચ્ચે કોઇ ગુનેગારો બેગલીફૂટરો કે બે નંબરની હેરાફેરી કરવા વાળા હોય તો તે ચેક કરતા જતા હતા અને જયદેવ ધીમે ધીમે તેમની કાર્યવાહી જોતો જોતો આગળ જતો હતો. તેવામાં એક ટુ ટાયર સેકન્ડ ક્લાસનો ડબ્બો આવ્યો.

તેમાં પેસેન્જરો વચ્ચે કાંઇક સામાન રાખવા કે ચાલવા બાબતે બોલાચાલી થતી હોય તેવું લાગ્યુ જયદેવ ત્યાંથી પસાર થતો હતો ત્યાં એક દંપતિ કે જે ગુજરાતી હતું તેણે જયદેવને ઉભો રાખી તેમની સામેની સીટ ઉપર રાજકારણી જેવા કપડા લેંઘો અને ઝબ્બો પહેરીને સુતેલી વ્યક્તિ વિરુધ્ધ ફરિયાદ કરી કે “સાહેબ આ વ્યક્તિ અમે વડોદરાથી આ ડબ્બામાં આવ્યા ત્યારી દારુ પીતો હતો અમે વાંધો લીધો તો તે તેણે મચક-આપી નહિં. તેથી ડબ્બાના એટેન્ડન્ટ અને ટીટીઇને ફરિયાદ કરી તો તેમણે આ મુસાફરને આ નાટક બંધ કરવા અવા જગ્યા બદલવા માટે કહેતા આ વ્યક્તિએ બોટલ મોઢે  માંડીને જ એક શ્વાસે અર્ધી બોટલ પી ગયો અને ઉભો થઇ પીવાય તેટલો દારુ પીધો અને પછી બોટલ બહાર ફેંકી દીધી હતી.

તે પછી પણ તેનું બકબક ન સમજાય તેવી ભાષામાં બોલવાનું ચાલુ હતું. ફરીથી એટેન્ડન્ટ તથા ટીટીઇને ફરિયાદ કરી કે આ વ્યક્તિને બીજે ક્યાંક ફેરવી નાખો તો તેમણે કહ્યું આ વ્યક્તિએ કોરો દારુ પીધો છે એટલે હમણા સુઇ જાય જશે. પણ તે લાંબો સમય ચુપ નહિ રહેતા ફરીથી કહેવા છતા ટીટીઇ તેને ફેરવતા નથી. દરમ્યાન પોલીસવાળા એટેન્ડન્ટને બોલાવી લાવ્યા અને કહ્યું કે આનો સામાન ઉપાડી લે અને આજે બીજે ક્યાંક ખાલી જગ્યાએ ફેરવી નાંખો એટલે મહિલાને તકલીફ નહિં. એટેન્ડન્ટે કહ્યું “સાહેબ, ટીટીઇ કહેતા હતા કે આ વ્યક્તિ કોઇ વીઆઇપી છે. તેથી તેઓ ડરીને ફેરવતા નથી.

જયદેવ તેના મૂળ આક્રમક સ્વભાવ ઉપર આવી ગયો અને હજુ અગાઉના તેણે સ્વભાવને કારણે લીધેલા પગલા ભલે તે કાયદેસર હતા. પણ તે અહિં રેલ્વેમાં ગોધરાની સજા તે કાર્યોને કારણે ભોગવતો હતો. જયદેવે કહ્યું  “વી.વી.આઇ.પી હોય તો શું થયું ? થીની હાજરીમાં દારુ પીને બોલ બોલ કરે તે કેમ ચલાવી લેવાય ? પણ રેલ્વે જમાદાર છત્રસિંહે કહ્યું “સાહેબ દારુ બંધી ગુજરાત પૂરતી છે. મહારાષ્ટ્રી આ ટ્રેન ઉપડે છે હમણા દાહોદી ટ્રેન ઉપડ્યા પછી પાંચ-દસ મિનિટમાં દારુ મુક્ત રાજસનની હદ શરુ થઇ જશે.

આ વ્યક્તિ ઉપર કેસ કરવાથી કોઇ ફાયદો નહિં થાય કેમકે મુંબઇથી તેણે દારુ પીવાનો ચાલુ કર્યો હશે તે ટેકનીકલ મુદા ઉપર જ કેસ કોર્ટમાં છૂટી જશે ત્યારે આપણે અત્યારે કેટલી જફા ? પહેલા તો પંચનામું કરવા પંચોને શોધો. પછી ડોક્ટર તપાસ અને બ્લડ સેંપલ માટે દવાખાને મોકલો બ્લડ સેંપલ લેબોરેટરીમાં મોકલવાના નિવદનો નોંધવાના તપાસ કરી ચાર્જશીટ કરવાનું અને કોર્ટ મુદ્ત વખતે બીજા પ્રાંતમાં સમંસ બજાવવા પણ દોડાદોડી કરવાની. આ બધુ “દળી દળીમાં ઢાંકણી જેવુ અને અર્થ વગરનું છે કેસ તો છૂટી જ જવાનો.

જયદેવ પણ અગત્યના બંદોબસ્તમાં જતો હતો ત્યાં આ લપમાં ક્યાં પડવુ તેમ વિચારી પેલા ગુજરાતી દંપતિને સમજાવ્યા કે “જુઓ આ ઓથોરાઇજ ટીકીટ લઇને બેઠા છે. આથી ટીટીઇ આ વ્યક્તિ વિરુધ્ધ લેખિત રિપોર્ટ આપે તો જ અમે આને લઇ જઇ શકીએ તેના કરતા આજે બીજી સીટ ઉપર ફેરવવા ટીટઇને કહો. “આમ કહી જયદેવે વિચાર્યુ કે હમણા દાહોદ આપશે તેથી વાર્તા પૂરી ટીટીઇ જાણે અને તેનું કામ જાણે તે આગળના દૂરના ડબ્બામાં જઇને બેઠો.

જયદેવ થોડીવાર બેઠો હશે ત્યાં જ પેલો ગુજરાતી મુસાફર ટીટીઇને લઇને જ જયદેવ પાસે આવ્યો. અને કહ્યુ સાહેબ આ ટીટીઇ આપને લેખીત રીપોર્ટ આપશે હવે તમે બંને જણા નક્કી કરી કાર્યવાહી કરો. જયદેવે ટીટીઇને કહ્યુ “શુ આટલી લપ કરો છો. મુસાફરને બીજી જગ્યાએ ફેરવી નાખો ને ? એટલે પ્રશ્ન પૂરો થાય. ટીટીએ કહ્યુ આ વ્યક્તિએ વી.આઇ.પી. ક્વોટામાં મુંબઇથી રીઝર્વેશન લીધું છે.

પણ કોણ છે તે ખબર નથી પરંતુ કોઇ રાજકારણી કે કાર્યકર્તા કે તેના સગા સંબંધી હશે સીટ બદલવા એક બે  વખત કહ્યું પણ તે માનતો નથી. તો જયદેવે કહ્યું આ દંપતિને બીજી જગ્યાએ ફેરવી દો. ટીટીએ કહ્યુ હવે ડબ્બામાં એક સાથે બે સીટ ખાલી ની અલગ અલગ છે. અને કોઇ મુસાફર પણ જગ્યા ફેરવવા ખુશી નથી. તેમ કહી ટીટીએ એક ઇંગ્લીશમાં પત્ર લખીને આપ્યો તેમાં તેણે જણાવ્યું કે મુંબઇની વી.આઇ.પી. ક્વોટામાં બેસેલ મુસાફર નામે બલ કુંટી નાગી રેડ્ડી દારૂ પીને એલફેલ બોલતો હોય કાયદેસરની કાર્યવાહી કરવી.

જયદેવને હવે આ મુસાફર વિરુધ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કર્યા સિવાય છૂટકો ન હતો. તેથી જયદેવે ટીટીઇ, એટેન્ડેન્ટ, પેલા દંપતિ મુસાફરોના પૂરા નામ સરનામા ઉંમર સહિતના લખી લીધા. દરમ્યાન દાહોદ સ્ટેશન પણ આવવાની તૈયારીમાં હતું. જયદેવે જવાનોને કહ્યું “ચાલો આ વરરાજાનું ફૂલેકુ કાઢવાની તૈયારી કરો. જેવી ટ્રેન દાહોદ આઉટર સીગ્નલમાંથી પ્રવેશી એટલે જવાનોએ આ મુસાફરનો સામાન જાતે સંકેલીને બેગ સાથે તેનું બાવડુ પકડીને દરવાજા પાસે લઇ આવ્યા. સ્ટેશન ઉપર ટ્રેન ઉભી રહેતા જ પોલીસ જવાનોએ આરોપીને સામાન સાથે નીચે ઉતારી લીધો અને પ્લેટફોર્મ ઉપર રહેલ પોલીસ ચોકીમાં આવ્યા.

આરોપીએ પાણી વગરનો કોરો દારુ પીધેલો હોય તેને હવે ખૂબ નશો ચડી ગયો હતો. સ્પષ્ટ બોલીને પોતાનું નામ પણ ઠીક રીતે બોલી શકતો ન હતો. આ મુસાફરે લેંઘા ઝબ્બામાં કોઇ પાકીટ રાખ્યું ન હતું. કોઇ વિઝીટીંગ કાર્ડ કે એડ્રેસ પણ ખિસ્સામાં ન હતું. પણ ખીસ્સામાં બેગની ચાવી હતી. તેથી જયદેવે પંચો બોલાવી કાયદેસરની કાર્યવાહી કરવા પંચનામું જ ચાલુ કર્યુ.

પંચો  રૂબરૂ જ ચાવી વડે મુસાફરની બેગ ખોલતા થોડા કપડા કાગળોની ફાઇલો જેમાં સુપ્રિમ કોર્ટના હુકમો પણ હતા તેમજ બેગમાં ફુલ સાઇઝના ફોટા અને વિઝીંટીંગ કાર્ડ પણ હતા. સહજ રીતે પહેલા જ ધ્યાન ફોટા ઉપર ગયું જે જોઇને જયદેવ આશ્ચર્ય ચક્તિ થઇ ગયો. આ પકડાયેલા મહાશય કોઇ જાહેરસભાના સ્ટેજ ઉપર તે સમયના રાષ્ટ્રીય પાર્ટીના વડાપ્રધાન સાથે જ બેઠા હતા અને ગળામાં ફૂલહાર શોભી રહયો હતો.

તેવો ફોટો જોયો અને વિઝીટીંગ કાર્ડ વાંચતા જયદેવને ઇલેક્ટ્રીક કરંટનો આંચકો લાગે તેવો ઝટકો લાગ્યો જયદેવ માટે ધર્મસંકટ કરતા કર્મ સંકટ ઉભુ થઇ ગયુ ! આ વિઝીટીંગ કાર્ડમાં લખેલુ હતું શ્રીમાન બલકુંટી નાગી રેડ્ડી એમ.એલ.એ. બનઝારા હિલ્સ હૈદરાબાદ. આંધ્ર-પ્રદેશ.

જયદેવને અગાઉનો કડવો અનુભવ તો થયો હતો તેણે સંસદ-સભ્ય ઉપર દારુનો કેસ કરીને ત્રાસ રુપ નિમણૂંકોની સજા તો ભોગવતો જ હતો. તેમાં વધારાનો આ ધારાસભ્યનો કેસ થયો. જયદેવને થયું કે ભારે કરી હવે તો તેણે ક્યાંક વડોદરા કે જૂનાગઢ પોલીસ તાલીમ શાળામાં છોકરા ભણાવવા કે અમદાવાદની હેડ ઓફિસ કે બીજે ક્યાંક કેબીનમાં બેસીને કેદ થયાનો વારો આવશે. કેમ કે આ  પણ સત્તા ધારી પક્ષના જ ધારાસભ્ય હતા.

જયદેવની હાલત આ સમયે “સાપે છછુંદર ગળ્યા જેવી થઇ જો ગળી જાય તો મરી જાય અને કાઢી નાખે તો આંધળો થાય. “ટૂંકમાં કેસ કરે તો પણ તકલીફ હતી અને ન કરે તો આ વીવીઆઇપીને કેમ ઉતારી લીધા અને બીજી શંકાકુશંકાઓ તોડપાણીની પણ થાય. બંને બાજુ મુશ્કેલી જ હતી. પણ જયદેવે માટે તો હવે કેસ કર્યા સિવાય કોઇ છુટકો ન હતો.

જયદેવે હજુ પેલા સ્પેશ્યલ સલૂન ફ્રન્ટીયર મેલનો બંદોબસ્ત કરવાનો હતો. તે અંગે જયદેવે ઝડપી ક્યા પ્લેટ ફોર્મ ઉપરી મેલ પસાર થવાનો છે તે જગ્યા જોઇ લીધી તપાસી લીધી. માણસોને જરુરી સુચનાઓ આપી ગોઠવી દીધા. હજુ આ ફ્રન્ટીયર (સરહદી) મેલને આવવાની વાર હોય તેણે પંચનામુ પુરુ કર્યુ. એફ.આઇ.આર લખી નાખી તેમજ દાહોદ રેલ્વે હોસ્પિટલ બાજુમાં જ હોય આરોપી એમ.એલ.એની તબીબી તપાસણી કરાવી લોહીના નમૂના પણ લેવડાવી લીધા. ફ્રન્ટીયર મેલ તેની ફૂલ સ્પીડે દાહોદ સ્ટેશનેને ધ્રૂજાવતો પસાર થઇ ગયો.

જયદેવ તે પછી જ આવતા અમરાવતી એક્સપ્રેસમાં આરોપી બલકુંટી નાગી રેડ્ડીને લઇને ગોધરા આવ્યો. પી.એસ.ઓ.ને એફ.આઇ.આર ગુન્હો દાખલ કરવા આપી. પરંતુ આરોપી બોલી શકતો જ ન હોય. એફ.આઇ.આર.માં ફક્ત નામ લખેલ અને હોદો એમ.એલ.એ.નો લખેલો નહિં કારણ કે નશો ઉતર્યા પછી ખાત્રી કર્યા પછી ખરી હકીકત નક્કી થાય પછી જે તે કાર્યવાહી કરવા ઉપર બાકી રાખ્યું.

જયદેવે તેના ડીસ્ટાફને કહ્યુ આને લોકઅપમાં તો રખાય નહિં. પરંતુ જયદેવને પોલીસની સજાગતા ઉપર પણ પૂરો અવિશ્વાસ હતો. જો કે તેઓ સુઇ જ જાય, માનો કે પોલીસ સુઇજાય અને આરોપી ચાલ્યો જાય તો ? થોડી વિચાર કરીને જયદેવે સ્ટેશન માસ્તર પાસેથી રીટાયરિંગ રુમની ચાવી મંગાવી તે રુમમાં ચાર પલંગ હોય આરોપી અને બે પોલીસ જવાનોને તેની સાથે રુમમાં જ સુવાડ્યા. જયદેવે પી.એસ.ઓ. પાસેથી હાકડી લઇ રીટાયરિંગ રુમના દરવાજાને બહારી હાકડી મારીને ચાવી પોતાની પાસે રાખી લીધી. રીટાયરિંગ રુમમાં સંડાસ બારુમ વોશબેઝીન ડ્રેસીંગ ટેબલ. પીવાનું પાણી સંપૂર્ણ સુવિધા હતી છતા જયદેવે પી.એસ.ઓ.ને કહ્યું જરુર પડ્યે મને ફોન કરી બોલાવી લેજો.

આરોપીને તો રીટાયરિંગ રુમમાં આરામી ઉંઘ આવી ગયેલી તેથી વહેલી સવારે ઉઠીને પોલીસનો તાશીરો જોતા જ તે મુજાયો કે ટ્રેનને બદલે બંધ રુમમાં પોલીસની વચ્ચે ? તે ઉતારમાં તો હતો પણ આ દ્રશ્ય જોઇને તેનું શરીર ધ્રૂજવા લાગ્યું. પોલીસ જવાનો પાસે માફી માંગી પોતાને દિલ્હી તાત્કાલીક પહોંચવુ જરુરી છે અને આવતી કાલી જ મુદ્ત હોવાનું કહ્યુ. અને સૌથી અગત્યનું પોતે આંધ્રપ્રદેશના સત્તાધારી પક્ષના વિધાયક હોવાનું પણ કહ્યું.

પોલીસે તેમને કહ્યું કે તે જે હોય તે પોલીસને તો ટ્રેનનો ટીટીઇ લખીને રીપોર્ટ આપે એટલે તેને તે કાયદેસરની કાર્યવાહી કરવી જ પડે. પોલીસે તેમને તૈયાર થઇ જવાનું કહ્યુ તેથી આરોપીએ નહિં ધોઇ લીધુ અને તૈયાર થઇને જવાની તૈયારી શરુ કરી. જયદેવ પણ આ જ કારણસર પોલીસ સ્ટેશન વહેલો આવી ગયેલો. દરમ્યાન સ્વીપરે આવીને જયદેવને કહ્યુ કે રીટાયરિંગ રુમમાં તમામ તૈયાર છે. અને રુમ ખોલવાનું કહે છે આથી જયદેવે પી.એસ.ઓને હાકડીની ચાવી આપી રીટાયરિંગ રુમમાંથી આરોપી તથા પોલીસ પાર્ટીને લઇ આવવા જણાવ્યુ. પાર્ટીના પોલીસ જવાને જયદેવને કહ્યુ કે આ મહાશય તો આંધ્રપ્રદેશના સત્તાધારીપક્ષના વિધાયક છે. તેમને દિલ્હી સુપ્રિમ કોર્ટ મુદ્તમાં પહોંચવાનું હતું અને અહિં પહોંચી ગયાનું જણાવે છે.

જયદેવે આ વિધાયકને ચેમ્બરમાં બોલાવ્યા. વિધાયક ગુડ મોર્નિગ કહી ચેમ્બરમાં આવ્યા. જયદેવ મનમાં વિચારતો હતો કે “આ તો ઠાકરે ઠેકાણે કર્યા છે બાકી આવી વિનમ્રતા પોલીસ સાથે હોય ? જયદેવે તેમને ખુરશી ઉપર બેસાડ્યા. આ વ્યક્તિએ પોતાનું નામ બલકુન્દી નાગરેડ્ડી રહે બનઝીરા હીલ્સ હૈદરાબાદ વાળા અને પોતે આંધ્રપ્રદેશ સત્તાધારી પક્ષના ધારાસભ્ય હોવાનું કહ્યુ અને પોતાના તમામ દસ્તાવેજો બેગમાં હોવાનું કહ્યું. જયદેવે કહ્યુ બરાબર છે.

વિધાયકને જયદેવે ગઇ કાલે કેવી રીતે કાર્યવાહી થઇ તે જણાવ્યું તેથી વિધાયકે અફસો વ્યક્ત કર્યો. તેમણે કહ્યુ કોર્ટની મુદ્તની ચિંતામાં નશો વધારે થઇ ગયો હશે અને સોરી સોરી કહી વિનંતી કરી કે મારો અહિંથી તાત્કાલીક છૂટકારો થાય અને આવતીકાલે કોર્ટમાં દિલ્હી પહોંચી જાઉ તે રીતે અને વિધાયક તરીકેની જાહેરાત નહિં કરવા કાર્યવાહી કરવા જણાવ્યું.

જયદેવે મનમાં વિચાર્યુ કે એફ.આઇ.આર. પંચનામામાં એમ.એલ.એ.ના હોદ્દાનો અનાયાસ જ ઉલ્લેખ નથી કર્યો તે સારુ જ થયું છે. વિધાયક પણ ઓળખ છૂપી રાખવા જ ઇચ્છે. તેથી આ ધારાસભ્ય છે તેવુ જાહેર નહિં થાય તો પોતે સત્તાધારી પક્ષની પાછળ જ પડ્યો છે અને વિપક્ષની વિચારશ્રેણીનો છે તેવીકોઇ પ્રસિધ્ધિ નહિ થાય. જો કે જયદેવ તટસ્ જ હતો તેને મન લોકશાહિમાં તમામ પક્ષો સમાન જ હતા.

વળી આ વાત ગોપનીય રહેતા પોતાને વડોદરા કે જૂનાગઢ પોલીસ તાલીમ શાળામાં છોકરા ભણાવવા જવુ નહિ પડે કે અમદાવાદ કે બીજી કોઇ જગ્યાએ કચેરીની કેબીનમાં બેસવુ નહિં પડે ટૂંકમાં ઘાત ટળી જશે. કેમ કે એક વખત આવા ખૂણામાં બદલી થયા પછી પોતાની પાસે કોઇ વગ હતી નહિ કે પાછો બહાર નીકળી શકે. આથી જયદેવે પોલીસ સ્ટેશનમાં તમામ જવાનોને કહી દીધુ કે આરોપી ધારા સભ્ય છે તેવી કોઇ જાહેરાત કરવાની નથી.

જયદેવે બલક્ન્તી નાગરેડ્ડીને પૂછ્યુ કે હૈદરાબાદી તો દીલ્હીની સીધી ટ્રેન છે. તમે મુંબઇ કઇ રીતે આવી ગયા ? તો તેમણે કહ્યુ કે આ કોર્ટ કેસ બારામાં મુંબઇ એક નિષ્ણાંત કન્સટન્ટને મળવાનું હતું. તેથી પહેલા પોતે મુંબઇ આવેલ અને મુંબઇથી આ દિલ્હીની ટ્રેન પકડી હતી.

હવે જયદેવને આ વ્યક્તિ જેમ કોઇના ઘરમાં સાપ ભરાયો હોય અને ઘર ઘણીને જેવી લાગણી થાય તેવી લાગણી થવા લાગી કે તેને કેમ તાત્કાલીક અહિંથી રવાના કરવો તેનું આયોજન કરવા લાગ્યો. પ્રથમ બલકુન્ટી નાગીરેડ્ડીની ટીકીટ લઇ સ્ટેશન માસ્તર માર્તડ પાસે ગયો અને આવેલ ઉપાધીની વાત કરી તો સ્ટેશન માસ્તરે જ કહ્યુ તેમાં શું ? મને સત્તા છે હું ટીકીટ ઉપર બ્રેક જર્ની લખી રીર્ઝવેશન માટે પણ ભલામણ લખી દઉ તેના માટે બીજી ટીકીટ લેવાની જરુરત નથી. આમ સાંજના ફીરોજપૂર જનતા એક્સપ્રેસમાં જ તેની વ્યવસ થઇ ગઇ.

હવે વાત બાકી હતી કાયદેસરની કાર્યવાહીની આ ના અહિં કોઇ જામીન થાય નહિં, પોલીસ વ્યવસ કરે તો થાય પરંતુ પછી આ મૂર્તિ પાછી મુદ્તે ન આવે તો જામીનદારને મુશ્કેલી થાય. તેથી જયદેવે વિધાયકને જ પૂછી લીધુ કે લાંબુ ન કરવું હોય અને જલ્દી પતાવવુ હોય તો ગુન્હો કબૂલી લેવાથી રુપિયા ૨૦૦ થી ૫૦૦ દંડ થશે તો તેમ કરવું છે કે કેસ ચલાવવો છે ? તેમણે તુરત કહ્યુ “કબૂલ જ કરી લેવાય ને, એટલે કાલે સવારે દિલ્હી પહોંચી જવાય. પરંતુ જયદેવને ડર એ હતો કે આવો મોટો ક્લાયન્ટ ગુન્હો કબૂલી લે તો વકીલો ખાનગીમાં પણ કોઇ પોલીસવાળાથો માહિતી લઇ લેશે કે આ સત્તાધારી પક્ષના ધારાસભ્ય છે

તો મોટી ઉપાધી થશે તેઓ પત્રકારોને જાણ કરશે અને પછી મિડિયા વાળા જે પ્રસિધ્ધિ, ચર્ચાઓ, ઇન્ટરવ્યુ, શંકાકુશંકાઓ કરી જયદેવને જનતામાં હીરો અને રાજકારણીઓમાં વિલન તરીકે ચીતરી નાખશે. અગાઉનું એક ચિત્રામણ આવુ જ મુળી પોલીસ સ્ટેશનનું તો હતુ જ. ચિત્રામણ થાય અને રાજકારણીઓ વિરોધ કરે તેથી જયદેવને બહુચિંતા ન હતી પણ સત્તાધારી રાજકારણીઓને વહાલા થવા માટે ઉચ્ચ અધિકારીઓજ તેનો સાચો-ખોટો ઘડો લાડવો કરીને ક્યાંક કેબીનમાં કે કોઇ તાલીમ શાળા ભેગો કરી દેશે. કેમ કે અગાઉનો અનુભવ પણ એવો જ હતો. હવે તો આ બીજો કેસ સર્મન કારક પુરાવો થયો ગણાય !

તેથી જયદેવ જીપ લઇને રેલ્વે મેજીસ્ટ્રેટના બંગલે પહેલા એકલો જ ગયો અને સઘળી વાત કરી તો તેમણે કહ્યું કે “આવા ને તો જેલ ભેગા જ કરવા જોઇએ. જયદેવે કહ્યું ” તે તો એક બે દિવસમાં છૂટી જશે અને હું તો લાં…બો સમય સુધી ક્યાંક કેબીન કે ખૂણે ખાંચરે ફસાઇ જઇશ અને મને બહુ મોટી સજા થશે. જયદેવે તેમને તેનો અગાઉનો સંસદ સભ્ય વાળો અનુભવ કહ્યો અને તે પછી તેની થયેલી અવગણના અને હાલાકીની પણ વાત કરી. (જુઓ પ્રકરણ-૭૯ ક્રાઇમ અને ઇન્ટેલીજન્સ.) રેલ્વે મેજીસ્ટ્રેટ બહુ જ્ઞાની અને સમજુ હતા તેમણે કહ્યુ વાત સાચી છે “સર્મકો નહિ દોષ ગોંસાઇ નાના માસણોએ જ સહન કરવુ પડે છે તેમણે કહ્યું કે “વિધાયકને તેમના જ અક્ષરોમાં ગુન્હો કબૂલ છે. તેવું વિગતવારનું કબૂલાત નામુ લખાવીને અગિયાર વાગ્યે ઉઘડતી કોર્ટ મારી સમક્ષ રજૂ કરજો.

અગિયાર વાગ્યે મેજીસ્ટ્રેટ બોર્ડ ઉપર આવી ગયા. બલકુંટી નાગીરેડ્ડીએ પોતે જ ઇંગ્લીશમાં લખેલ કબૂલાતનામાનો પત્ર મેજીસ્ટ્રેટ પાસે રજૂ કર્યો. મેજીસ્ટ્રેટે થોડી પુછપરછ કરી રૂ. ૨૫૦નો દંડ કર્યો અને તે કાર્યવાહી પૂરી કરી. પરંતુ જયદેવને શાંતિ અને સલામતી તો જ્યારે આ વીઆઇપી આરોપીને ફીરોજપુર જનતામાં બેસાડી રવાના કર્યા અને ટ્રેને ગોધરા સ્ટેશન છોડ્યુ ત્યારે થઇ ! જયદેવને હાશકારો થયો ઘાત ટળી!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.