Abtak Media Google News

ટી-ટાઈમ પછીનો સમય બંને ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ

૨૨ નવેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ જયારે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ માટે બંને ટીમો આકરી મહેનત કરી રહી છે એ વાત સ્પષ્ટ છે કે જયારે કોલકતાનાં ઈડન ગાર્ડન ખાતે પિંક બોલ દ્વારા જે મેચ રમાવા જનારો છે તેનાથી બંને ટીમોમાં કયાંકને કયાંક ઉત્સુકતા તો કયાંક ડર પણ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમનાં દિગ્ગજ ખેલાડીઓ જેવા કે વિરાટ કોહલીએ પણ ખુબ લાંબા સમયથી સંઘ્યાકાળ દરમિયાન પિંક બોલ સાથે આકરી પ્રેકટીસ કરી હતી જેની સામે મોહમદ સમી દ્વારા ડિલિવરી પણ ફેંકવામાં આવી હતી.

કલકતા ખાતે જયારે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવામાં આવશે ત્યારે કલકતાની ખાસિયત છે કે, કલકતામાં બપોરનાં ૩:૩૦ પછી સંઘ્યા ઢળવા મંડે છે અને ૮:૩૦ સુધીમાં ઘેઘોર અંધારું પણ પ્રસરી જતું હોય છે ત્યારે ક્રિકેટ તજજ્ઞોનું માનવું છે કે, ટેસ્ટ મેચ દરમિયાન ટી-ટાઈમ પછીનો સમય બંને ટીમો માટે ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે. કારણકે આ સમય દરમિયાન બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત કઠિન બનતું હોય છે ત્યારે બંને ટીમો દ્વારા આકરી પ્રેકટીસ હાથ ધરવામાં આવી રહી છે અને બોલ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું તે પણ જોવામાં આવી રહ્યું છે. પિંક બોલ વિશે જો વાત કરવામાં આવે તો બોલ અત્યંત સ્વિીંગ થતો જોવા મળે છે જેનાં કારણે બેટસમેનોએ બોડી કલોઝ શોર્ટ રમવા માટે પ્રેરિત થવું પડશે. હાલ ભારતીય ટીમ પાસે રવિચંદ્રન અશ્ર્વિન, કુલદિપ યાદવ, યજુવેન્દ્ર ચહલ જેવા સ્પીનરો હોવાથી ટીમને ખુબ જ સારો ફાયદો મળી શકે છે જેમાં તેઓએ પણ પ્રેકટીસમાં ભાગ લઈ પિંક બોલ ઉપર હાથ અજમાવ્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે શુક્રવારથી બાંગ્લાદેશ વિરુદ્ધ શરૂ થનારી ડે-નાઈટ ટેસ્ટ મચ માટે સૌથી પહેલા કોલકાતા પહોંચશે. બાંગ્લાદેશ અને ભારતની વચ્ચે ૨૨ નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પહેલીવાર ડે-નાઈટ ફોર્મેટની ટેસ્ટ રમાશે, જેમાં ગુલાબી બોલનો ઉપયોગ થશે.સોમવાર મળેલી માહિતી અનુસાર, કોહલી અને રહાણે મંગળવારે સવારે આશરે ૯:૪૦ની આસપાસ પહોંચશે જ્યારે બાકી ટીમ બાદમાં આવશે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, હજુ એ નક્કી નથી કે, કેપ્ટન કોહલી ઈડન ગાર્ડન્સ જઈને પિચનું નિરીક્ષણ કરશે કે નહીં. કોહલી અને રહાણે ઉપરાંત રોહિત શર્મા બુધવારે સવારે ૨ વાગ્યે જ્યારે મોહમ્મદ શમી અને ઉમેદ યાદવ તે જ દિવસે સવારે ૯.૩૫ વાગ્યે કોલકાતા પહોંચશે. ત્રીજો બોલર ઈશાંત શર્મા મંગળવાર રાતે ૧૦:૪૫ વાગ્યે અને બાકીની ટીમ બાંગ્લાદેશની ટીમ સાથે મંગળવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે પહોંચશે. ભારતીય ટીમ ઈન્દોરમાં પ્રથમ ટેસ્ટ એક ઈનિંગ અને ૧૩૦ રનથી જીતીને બે મેચોની સીરિઝમાં ૧-૦થી આગળ છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 6

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારથી કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં ડે-નાઈટ ટેસ્ટનો પ્રારંભ થશે. ભારત અને બાંગ્લાદેશ પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમશે. આ ટેસ્ટને લઈને ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં રોમાંચ છવાઈ ગયો છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં વધુ એક ઈતિહાચ રચાવા જઈ રહ્યો છે ત્યારે તેને યાદગાર બનાવવા માટે કોલકાતા પણ સજ્જ થઈ ગયું છે. નવેમ્બર ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમાઈ હતી અને ભારત તેના ચાર વર્ષ બાદ પોતાની પ્રથમ ટેસ્ટ રમશે. આવો જાણીએ કેવી છે તે માટેની તેની તૈયારીઓ. ભારત અને બાંગ્લાદેશ પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમશે જે ટેસ્ટ ક્રિકેટની ૧૨મી ડે-નાઈટ ટેસ્ટ હશે.  મેચની શરૂઆત બપોરે ૧.૦૦ વાગ્યે થશે અને ૮.૦૦ વાગ્યે સમાપ્ત થશે.  મેચનો પ્રથમ બ્રેક બપોરે ૩.૦૦ વાગ્યે હશે અને બીજુ સેશન બપોરે ૩.૪૦ વાગ્યે શરૂ થશે. બીજો બ્રેક ૫.૪૦ વાગ્યે હશે અને અંતિમ સત્ર સાંજે ૬.૦૦ વાગ્યે શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.