Abtak Media Google News

ડેમ તૂટવાની અફવાનું ખંડન કરવા ગાંધીનગર,વડોદરાની ટીમ ડેમની મજબૂતાઈ ચકાસણી કરશે

૧૯૭૯ માં મોરબીમાં તારાજી સર્જનાર મચ્છુડેમ તૂટ્યો હોવાની અફવાએ ગઈકાલે દિવસભર જિલ્લા વહીવટી તંત્ર અને મોરબીવાસીઓને દોડતા કાર્ય હતા,પરન્તુ હકીકતમાં મચ્છુ ડેમ એટલો મજબૂત છે કે હજુ આવનારા ત્રીસ વર્ષ સુધી ડેમ અડીખમ ઉભો રહી શકે તેમ છે જોકે આમ છતાં તંત્ર દવરા ગાંધીનગર અને વડોદરાની ટીમ દવરા મચ્છુડેમની ચકાસણી કરાવવામાં આવશે.

મચ્છુ-૨ ડેમ તૂટવાની અફવા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિંચાઇ વિભાગ પાસેથી ડેમની પરિસ્થિતિનો તાજો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.૩૩ ફૂટની ઉંચાઈ ધરાવતા મચ્છુ-૨ ડેમમાં ૩૧૦૪ એમસીએફટી પાણી સંગ્રહી શકવાની ક્ષમતા છે.અને અગાઉ જયારે મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે મચ્છુ ડેમમાં ફક્ત ૧૮ દરવાજા હતા જયારે હવે નવા ૨૦ દરવાજા ઉમેરી મચ્છુ ડેમમાં ૩૮ દરવાજા નંખાયા છે.

મચ્છુ ડેમમાંથી પાણી છોડવાની ક્ષમતા જોવામાં આવેતો ૩૦ બે ૨૦ ફૂટના ૧૮ દરવાજામાંથી ૨.૫૧ લખક કયુસેક પાણી છોડી શકાય છે જયારે નવા ૪૧ ફુટ બે ૨૭ ફૂટના ૨૦ દરવાજામાંથી ૫.૫૯ લાખ કયુસેક પાણી છોડવાની ક્ષમતા છે તે જોતા કુલ મળી ડેમમાંથી ૮.૧૦ લાખ કયુસેક પાણી ચોદવાની ક્ષમતા છે.અને તાજેતરમાં આવેલા પૂર દરમિયાન તો ફક્ત અધિલખ કયુસેક જેટલું પાણી છોડવામાં આવતું હતું.

આ ઉપરાંત મચ્છુડેમના દરવાજા ખોલવા માટે પણ ચાર-ચાર પદ્ધતિ છે જેમાં પાવર સપ્લાય,જનરેટર સિસ્ટિમ,અને એક જનરેટર સિસ્ટિમ બંધ થાય તો તુરત જ બીજી જનરેટર સિસ્ટિમ ઉપયોગ થાય છે એ ઉપરાંત દરેક દરવાજા માટે સેપ્રેટ ડીઝલ એન્જિન પણ મુકવામાં આવ્યા છે અને એ પણ કામના આપે તો મેન્યુઅલી પણ દરવાજા ખોલી શકાય છે.

દરમિયાન લોકોમાં અફવાઓનું વજૂદ નરહે તેમાટે તંત્ર દ્વારા વડોદરા અને ગાંધીનગરની ટીમ મારફતે ડેમની ચકાસણી કરાવવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે આધુનિક ટેકનોલોજીથી બનેલો મચ્છુડેમ સંપૂર્ણ પાને સલામત છે અને ૮ લાખ કયુસેક પાણીની આવન જાવન મેનેજ કરી શકતા આ ડેમ ને સંપૂર્ણ ખાલી કરવો હોય તો ફક્ત એક જ કલાક માં ખાલી થઇ જય તેવી સુવિધા પણ ડેમમાં હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.