Abtak Media Google News

૨૦૧૮-૧૯માં પ્રતિ હેકટર માત્ર ૨.૪૭ ગાંસડીનું ઉત્પાદન

કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં વાત સામે આવી છે કે, ૨૦૧૮-૧૯માં ગુજરાતમાં કપાસમાં એક દસકાનું સૌથી ઓછું ઉત્પાદન નોંધાયું હતું જે પ્રતિ હેકટર ૪૨૦.૭૨ કિલો અને ગાંસડી સ્વરૂપે પ્રતિ હેકટર ૨.૪૭ ગાંસડીનું ઉત્પાદન નોંધાયું હતું. જયારે ગુજરાત રાજયમાં ૨૦૧૮-૧૯ માટે ૫૪૯.૮૩ કિલો પ્રતિ હેકટર ઉપજની આશા રાખવામાં આવી હતી. આ આંકડો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને તામિલનાડુ કરતાં પણ ખુબ જ ઓછો માનવામાં આવે છે. જયારે દેશભરમાં મહારાષ્ટ્રમાં કપાસનું સૌથી ઓછામાં ઓછું ઉત્પાદન નોંધાયું હતું જે પ્રતિ હેકટર ૨૮૩.૭૩ કિલો નોંધાયું હતું.

કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા અંદાજો લગાવવામાં આવ્યો હતો કે, ૨૦૧૮-૧૯માં ૩૧૨ લાખ ગાંસડીઓનું ઉત્પાદન થશે પરંતુ માત્ર ૮૬ લાખ ગાંસડીઓ ગુજરાતમાંથી પ્રાપ્ત થઈ હતી જેનું એકમાત્ર કારણ ખેતીમાં પાણીની અછત, વરસાદની અનિયમિતતા તથા ગ્લોબલ વોર્મિંગનાં કારણે કપાસનું ઉત્પાદન ઓછું આંકવામાં આવ્યું છે. હાલ ભારત દેશમાં કપાસનાં ઉત્પાદન માટે વિશાળ ખેતરો ફાળવવામાં આવે છે અને વિશાળ જગ્યામાં કપાસનાં ઉત્પાદનની કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ તે એક નકકર ઉપાય માનવામાં આવતો નથી ત્યારે જરૂર છે કે કપાસનું જે ઉત્પાદનનું પ્રમાણ હોય તેમાં ફેરબદલ કરવામાં આવે સાથો સાથ ખેતી માટે પાણી સહિતની જે જરૂરીયાતની વસ્તુઓ છે તેને યોગ્ય રીતે પુરી પાડવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.