Abtak Media Google News

ફારૂક ચૌહાણ,સુરેન્દ્રનગર: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારીના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે શિયાળાની ઠંડી નો લાભ ઉઠાવી અને સુરેન્દ્રનગર જિલ્લામાં તસ્કરો બેફામ બનતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની કાતિલ ઠંડી નો લાભ ઉઠાવી અને હાલમાં તસ્કરો દ્વારા મંદિરો અને ઘર અને ધંધાકીય સ્થળો ને નિશાન બનાવી અને ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના ગુનાઓની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ચોરીનો બનાવ સામે આવવા પામ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ના જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી મુખ્ય દુકાનોને રાત્રી દરમિયાન તસ્કરો દ્વારા ટાર્ગેટ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ના જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી કપડાં વાસણ પાનના ગલ્લા જેવી ધંધાકીય દુકાનો અને રાત્રી દરમ્યાન ટાર્ગેટ કરી અને રોકડ રકમ અને વસ્તુઓની ચોરી તસ્કરો દ્વારા આચરવામાં આવી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ત્યારે શિયાળા ની શરૂઆત સિઝનથી લઇ અત્યાર સુધીમાં અંદાજિત ૬૦થી વધુ સ્થળો ઉપર ચોરીના બનાવ સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવા પામ્યા છે તેમાં ખાસ કરી તસ્કરો દ્વારા મંદિર મકાનો દુકાનો ધંધાકીય સ્થળોને ટાર્ગેટ કરી અને રોકડ રકમ અને વસ્તુની ઊઠાંતરી કરવાના બનાવો સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની શરૂઆતથી સિઝનથી લઇ અત્યાર સુધીમાં સામે આવા પામ્યા છે ત્યારે વઢવાણ સુરેન્દ્રનગર જોરાવરનગર લીંબડી ચોટીલા સહિતના ગામોમાં ચોરીના બનાવની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

ત્યારે આજે વહેલી સવારે વધુ એક ચોરીનો બનાવ લીંબડી ખાતે સામે આવવા પામ્યો છે લીંબડી ના જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી વિવિધ દુકાનો અને તસ્કરો દ્વારા ટાર્ગેટ કરી અને ચોરી નો બનાવ આચારવામાં આવ્યો છે. ત્યારે લીંબડી ના જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી મુખ્ય બજારમાં 19 દુકાનોના તાળા વહેલી સવારે તસ્કરો દ્વારા તોડી અને લાખો રૂપિયાના માલસામાન અને રોકડ રકમની ઉઠાંતરી કરવામાં આવી હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ત્યારે મોડી રાત્રિના અરસામાં તસ્કરો દ્વારા એકસાથે 19 દુકાનોના તાળા બોથડ પદાર્થથી તોડી અને દુકાનોમાં પ્રવેશ કરી અને વાસણ કપડા પાનના ગલ્લા ની દુકાનો અને વિવિધ ધંધાકીય દુકાનમાં પ્રવેશ મેળવી અને રોકડ રકમ અને વસ્તુની ઉઠાંતરી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે લાખો રૂપિયાની ચોરી થઇ હોવાનું પણ હાલમાં સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે જિલ્લામાં વધુ એક ચોરીનો બનાવ સામે આવવા પામ્યો છે.

ચોરી કરનાર તસ્કરોની ગૈંગ હોવાની આશંકા

સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ના જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી મુખ્ય બજારોની એકસાથે 19 દુકાનોનાં તાળાં તોડી અને વસ્તુ રોકડ રકમની ચોરી કરી તસ્કરો દ્વારા કરવામાં આવી છે જેમાં એક જતા તે રાત્રિ દરમિયાન ૧૯ દુકાનોનાં તાળાં તસ્કરો દ્વારા તોડ્યા છે રોકડ રકમ વસ્તુની ચોરી કરી અને હાલમાં તસ્કરો પલાયન થઈ જવા પામ્યા છે ત્યારે જિલ્લામાં વધુ એક ચોરીનો બનાવ સામે આવવા પામ્યો છે ત્યારે ચોરીના પગલે લીમડીના વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

ત્યારે લીંબડી જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી મુખ્ય બજારની દુકાનો માં એક સાથે રાત્રિ દરમિયાન ૧૯ દુકાનોના તાળા તૂટ્યા હોવા છતાં પણ આજુબાજુના લોકોને આ બાબતની કોઈ પણ જાતની જાણ નથી ત્યારે ચોરી કરનાર તસ્કરોની આખી ગેંગ હોવાની આશંકા હાલમાં વર્તાઈ રહી છે એક સાથે 19 દુકાનોના તાળા તસ્કરો દ્વારા તોડી અને ચોરીનો ગુનો આચરવામાં આવ્યું હશે ત્યારે એક બે વ્યક્તિ એક સાથે અને એક રાત્રિમાં 19 દુકાનના તાળા તોડી શકે નહીં તેના કારણે સ્પષ્ટ લાગી રહ્યું છે કે ચોરી કરનાર કરો રાજ્યવ્યાપી ગેંગના સાગરિત હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

લીમડી જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી મુખ્ય બજારો ની દુકાનો વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ રાખી

સુરેન્દ્રનગર શહેરના લીમડી ના જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર એકસાથે 19 દુકાનોના તાળા મોડી રાત્રે ઉઠવા પામ્યા છે લાખો રૂપિયાની કરી તસ્કરો દ્વારા કરવામાં આવી છે અને હાલમાં તસ્કરો ફરાર બની જવા પામ્યા છે ત્યારે વહેલી સવારે વેપારીઓને આ બાબતની જાણ થતા લીમડી જુનાગઢ રોડ ઉપર આવેલી મુખ્ય બજારની દુકાનો ના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ રાખવામાં આવી છે ત્યારે એકસાથે લીંબડીમાં 19 દુકાનોનાં તાળાં તૂટતાં હાલમાં આ કિસ્સો લીંબડી ખાતે ટોક ઓફ ધ ટાઉન બની જવા પામ્યો છે.

બીજી તરફ રેડીમેટ કપડા વાસણની દુકાનો કપડાંની દુકાનો પાનના ગલ્લાઓ ખાણીપીણીની દુકાનો સહિતની દુકાનોમાં તસ્કરો દ્વારા રાત્રી દરમિયાન તાળાઓ તોડી પ્રવેશ મેળવી લાખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે વેપારીઓને આ બાબતની જાણ થતા વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે હાઇવે ઉપર નું ગામ ગણાતું લીમડી ની મુખ્ય બજારમાં તસ્કરોએ ટાર્ગેટ કરી અને 19 દુકાનોના તાળા તોડવામાં આવ્યા હોવાના કારણે વેપારીઓમાં પણ રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

લીમડી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ : સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ

સુરેન્દ્રનગરના લીંબડી માં એક સાથે જૂના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી મુખ્ય બજારમાં 19 દુકાનોના તાળા તૂટ્યા છે તેને લઈને આ બાબતની જાણ વેપારીઓએ પોલીસને કરવામાં આવતા લીમડી પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જવા પામી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે દુકાનોના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુના મુખ્ય ફૂટેજ લઈ અને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે ચોરી કરનાર તસ્કરો લીમડી હાઇવે ઉપર ભાગ્યા હોવાની આશંકા પોલીસને હોવાના કારણે હાલમાં વિવિધ હાઈવે કોર્ડન કરી અને તપાસની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે એકસાથે 19 દુકાનોનાં તાળાં તૂટતાં સમગ્ર લીમડી વેપારી આલમમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.