Abtak Media Google News

કાકા-ભત્રીજાની બેલડીએ નોન વર્બલ કોમ્યુનિકેશન ફેસીયલ કમ્યુનિકેશન લેગ્વેજનો દેશ વિદેશમાં ૧પ૦૦ જેટલા લાઇવ પર્ફોમન્સ કર્યા

સુરતમાં રહેતા ડો. શરદ ગાંધી ૧ર વર્ષના હતા ત્યારે એમના મુળ વતન ભાવનગરના મહુવા ખાતે અભ્યાસ કરી રહ્યા હતા અને એ વખતથી મનમાં કંઇક અનોખું કરવાની અદમ્ય ઇચ્છા હતી. તેમની સાથે તેમનો સાત વર્ષનો ભત્રીજો ભરત ગાંધી પણ શાળાએ જતો. એ વખતે બન્ને એ ચહેરાના હાવ-ભાવથી સાંકેતિક રીતે બોલ્યાવગર એકબીજાને ફકત ઇશારા કરીને વાતચીત કરવાની શરુઆત કરી બસ ત્યારથી કાકા-ભત્રીજાની આ બેલડીએ પાછુ વળીને જોયું નથી.

નોન વર્બલ કોમ્યુનિકેશન ના ક્ષેત્રમાં માનવ ઇતિહાસની સૌ પ્રથમ અને વિશ્વની એક માત્ર ભાષા ફેઇસ કોમ ને જાણવાવાળા વિશ્ર્વમાં ફકત બે જ વ્યકિત છે ડો. શરદ ગાંધી અને ભરત ગાંધી ૧ર વર્ષની ઉંમરે ડો. શરદ ગાંધીએ વિચાર્યુ કે પ્રાચીન કાળમાં જયારે કોઇ ભાષા જ ન હતી. ત્યારે લોકો કેવી રીતે કોમ્યુનિકશેન કરતા શે. આ એક વિચારથી આ મકાન શોધની શરુઆત થઇ હતી. અને ડો. શરદ ગાંધી અને ભરત ગાંધીની ૧૦ વર્ષની સખત મહેનત સમર્પણ અને લગનના પરીણામ સ્વરુપ ફેઇસ કોમ  ફેસીયલ કોમ્યુનિકેશન લેગ્વેઝનો જન્મ થયો અને નોન વર્બલ કોમ્યુનિકેશનના ક્ષેત્રના અદભુત ક્રાંતિની શરુઆત થઇ.

દેશઅને વિદેશોમાં ૧૫૦૦ જેટલા લાઇવ પર્ફોમન્સ આપી ચુકયા છે. રપ થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ રેકોર્ડ બુકસમાં સ્થાન પામી ચુકયા છે. યુ.કે. ની વર્લ્ડ રેકોર્ડ યુનિ. તરફથી માનવ ડોકટરેટની પદવી મેળવી ચુકયા છે તથા અલગ અલગ સંસ્થાઓ તરફથી સુરત, ગુજરાત અને નેશનલ લેવલ ના ઘણા એવોર્ડથી સન્માનીત કરવામાં આવી ચુકયા છે.

રાજકોટ શહેરમાં પ્રથમવાર આ ભાષાનું લાઇવ પર્ફોમન્સ ૧૭મી જુલાઇ બુધવારે સાંજે સાત વાગ્યે ક્રોસ બ્લડ બેંક હોલ લીમડા ચોકમાં થવા જઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.