Abtak Media Google News

રાજકોટની દુર્ઘટનાને પગલે મ્યુ. તંત્રે હોસ્પિટલોમાં ચેકિંગ

જી.જી. હોસ્પિટલમાં તમામ સાધનો સલામત: તમામ સ્થળોએ ફાયર શાખાની ટુકડી દ્વારા ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી

જામનગર શહેરમાં આવેલી સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલો મા પણ રાજકોટની આગજનીની ઘટનાના પગલે ફાયર શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ સ્થળોએ ફાયર શાખાની ટુકડી દ્વારા ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કામદાર વિમા યોજના હેઠળના સરકારી કોવિડ રિકવરી સેન્ટરમાં ફાયરસેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. જે અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે.

મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા રાજકોટની આગજનીની ઘટના પછી તાત્કાલિક હરકતમાં આવી જઇ સૌપ્રથમ જામનગરની જી.જી હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં ફાયર સેફટી અંગેની ચકાસણી કરી હતી જોકે તમામ સાધનો સલામત હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આ ઉપરાંત સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને કામદાર વિમા યોજના હેઠળના રિકવરી સેન્ટરમાં પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે કામદાર વિમા યોજનાના રિકવરી સેન્ટરમાં ફાયરસેફ્ટીનો અભાવ જોવા મળ્યો હોવાથી તે અંગેનો લેખીતમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં અલગ-અલગ સાત જેટલી ખાનગી હોસ્પિટલો આવેલી છે. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ, સન્મુખ હોટલમાં આવેલી વિનસ હોસ્પિટલ,  ક્રિટીસર્જ હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, શિવ પેલેસ હોટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ વગેરેમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારી સમરસ હોસ્ટેલમાં પણ ફાયરસેફ્ટી અંગેની ચકાસણી કરવામાં આવી હતી અને તમામ જગ્યાએ ફાયરનાં સાધનો ચાલુ હાલતમાં જોવા મળ્યા છે.

રાજકોટની ઘટનાને પગલે શહેરમાં મહાપાલિકા તંત્રે હોસ્પિટલોમાં અને અન્ય સ્થળોએ પણ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.