Abtak Media Google News

.ટી.એમમાં જતા જ કાગળોના ઢગલા, પાનની પીચકારી

બાબરમાં મા હાલમા અલગ અલગ બેન્કો ના ૫ એ.ટી.એમ આવેલા છે. આ ૫ એ.ટી.એમ પેકી બે એ.ટી.એમ બેન્ક ઓફ ઇન્ડિયા ના છે .જેમાં અમરાપરા બસ સ્ટેન્ડ પાસે અમરેલી રોડ ની એકદમ નજીકમા આ એક બેન્ક ઓફ ઇન્ડિયા નું એ.ટી.એમ આવેલું છે. આ એ.ટી.એમ ની બહાર ભૂગર્ભ ગટર ની લાઇન આવેલી છે આ લાઈન ઘણા સમયથી સતત સફાઈ ના આભાવે ઉભરાતી રહે છે .સફાઈ ના અભાવ ના કારણે આ ગટર નું ગંદુ પાણી એ.ટી.એમ. ની બહાર જમા થાય છે.અમરાપરા બસ સ્ટેન્ડ માં બીજું કોઈ એ.ટી.એમ ના હોવાથી ખાતાધરકો ને ના છૂટકે આ ગટર ના ગંધાતા પાણી માંથી પસાર થઈ ને જવા માટે મજબૂર છે .

બેન્ક ના આ એ.ટી.એમ ની હાલત જોતા રાહદારીઓ મા રમૂજ કરતા હોય છે કે આ એ.ટી.એમ છે કે જાહેર શૌચાલય…?

આ ATMની સામે ભરાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી નું તાત્કાલિક નિકાલ કરવામાં આવે એવી ગામ લોકો ની માંગ ઉભી થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.