ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ ૧૪૯ બેઠકો જીતવાનો વિક્રમ બનાવનાર માધવસિંહની જીવન સફર આવી હતી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે ૯૪ વર્ષની વયે નિધન થતાં રાજકીય ક્ષેત્રે અને જાહેર જીવનમાં ભારે શોકનું વાતાવરણ ફેલાયું છે. ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના પિતા માધવસિંહ સોલંકીનું આજે અવસાન થતાં સમગ્ર દેશમાં શોક ફેલાયો છે. કોંગ્રેસના પીઢ નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ૩૦ જુલાઈ ૧૯૨૭ના દિવસે જન્મ્યા હતા. ૧૯૮૦ના દાયકામાં માધવસિંહ સોલંકીએ ‘ખામ’ થીયરીનો અમલ શરૂ કરીને હરિફોને હંફાવી દીધા હતા. ૧૯૭૬માં પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલા માધવસિંહ સોલંકીએ ફરીથી ૧૯૮૧માં સત્તા સંભાળી હતી. સામાજીક અને આર્થિક પછાત વર્ગ માટે આરંક્ષણનો આરંભ કરાવ્યા બાદ ૧૯૮૫માં રાજીનામુ આપીને ફરીથી ચૂંટણી લડીને ગુજરાત વિધાનસભાની ૧૮૨માંથી ૧૪૯ બેઠક જીતીને સત્તા સંભાળી હતી. તેમનો આ રેકોર્ડ અત્યાર સુધી અકબંધ રહ્યો છે. ગુજરાતના રાજદ્વારી ઇતિહાસનો આ વિક્રમ છે. માધવસિંહ સોલંકી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સૌથી નિકટ રહેનારા નેતા હતા અને તેમણે વિદેશ મંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. માધવસિંહ સોલંકીના નિધનના સમાચાર સમગ્ર રાજ્ય સહિત
દેશભરમાં વાયુવેગે પ્રસરી ગયા હતા.

 • ૩૦ જુલાઈ ૧૯૮૭માં માધવસિંહ સોલંકીનો જન્મ થયો હતો
 • માધવસિંહ સોલંકી ૧૯૭૩, ૧૯૭૫, ૧૯૮૨, ૧૯૮૫માં ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં હતા
 • ગુજરાત વિધાનસભાની ૧૮૨ માંથી ૧૪૯ બેઠકો જીતવાનો વિક્રમ
 • દેશના આયોજન મંત્રી અને વિદેશમંત્રી તરીકેની સેવા બજાવી હતી
 • સ્વતંત્ર સંગ્રામથી માધવસિંહ સોલંકી ગાંધીજીની ફોજમાં જોડાયા
 • ઈન્દુલાલ યાજ્ઞીકે તેને સહાયક બનાવી ચકાસ્યા
 • મફત ક્ધયા કેળવણી ગુજરાતમાં લાવ્યા
 • ખામ થીયરીથી જાણીતા થયા
 • ગુજરાતના આર્થિક વિકાસ માટે નક્કર આયોજન
 • સમગ્ર દેશમાં મધ્યાહન ભોજન યોજના લાવ્યા હતા
 • પત્રકારત્વ, રાજકારણ અને સાહિત્ય ક્ષેત્રે જોડાયા હતા
 • ફિલ્મ અને પ્રવાસનનો શોખ જીવનભર સાચવ્યો
Loading...