Abtak Media Google News

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ જુગારની બદીને સમાજમાંથી દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમ દ્વારા જુગાર અંગે ચોક્કસ બાતમી મેળવી બાબરા પો.સ્‍ટે. વિસ્‍તારના શિરવાણીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતાં ઇસમો ઉપર રેઇડ કરતાં કુલ આઠ ઇસમો પૈકી ચાર ઇસમોને પકડી પાડેલ અને ચાર ઇસમો નાસી ગયેલ હોય તમામ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને બાબરા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. અને નાસી ગયેલ ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમોઃ-

(૧) લાલજીભાઇ જેરામભાઇ રોજાસરા, ઉં.વ.૪૦, ધંધો.ખેતી, રહે.શિરવાણીયા, તા.બાબરા.

(૨) મનસુખભાઇ ગટુરભાઇ પરાળીયા, ઉં.વ.૩૧, ધંધો.ખેતી, રહે.માંડવધાર, તા.ગઢડા, જી.બોટાદ

(૩) ભરતભાઇ મોહનભાઇ વાઘેલા, ઉં.વ.૩૫, ધંધો.ખેતી, રહે.કલોરાણા, તા.બાબરા.

(૪) સતીષભાઇ શંભુભાઇ ગોટી, ઉં.વ.૪૦, ધંધો.હીરા ઘસવાનો, રહે.જસદણ. ચિતલીયા રોઙ

રેઇડ દરમ્‍યાન નાસી જનાર ઇસમઃ-

(૫) સંજય ઉર્ફે બબલુ પટેલ, રહે.જસદણ, કોઠી રોઙ

(૬) જયંતિભાઇ, રહે.જસદણ

(૭) કેશુભાઇ, રહે.જસદણ.

(૮) વિપુલભાઇ વાઘાભાઇ વાઘેલા, રહે.કરિયાણા, તા.બાબરા.

પકડાયેલ મુદામાલ : – રોકડા રૂ.૨૭,૧૮૦ તથા ગંજીપતાનાં પાના નંગ ૫૨ કિ.રૂ.૦૦, મોબાઇલ ફોન નંગ-૪, કિં.રૂ.૧૬,૦૦૦ તથા મો.સા. નંગ-૩, કિં.રૂ.૮૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૨૩,૧૮૦ નો મુદ્દામાલ

આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.