ઘનતેરસના શુભ દિવસ પર પતંજલિ “પરિધાન” સ્ટ્રોરનું લોન્ચિંગ

197

યોગ ગુરુ સ્વામિ રામદેવ ઘનતેરસના ખાસ અવસર પર ગારમેન્ટ્સ ઉદ્યોગમાં પગ મૂકવા જઈ રહ્યા છે. આજે ઘનતેરસના સુભ અવસર પર પંતંજલિ “ પરીઘાન “ નામ નો એક્સ્ક્લુસિવ શો રૂમનો ઉદઘાટન કરવાના છે. પંતંજલિ પરીઘાન દિલ્હીમાં શરૂ કરવામાં આવશે. તે દિલ્હી માં પિતમપૂરામાં સ્થિત નેતાજી શુભાષ પેલેસ પ્લાઝામાં ખોલવા આવ્યું છે. કહેવામા આવ્યું છે કે પતંજલિના આ શોરૂમમાં ડેનિમથી લઇને એથનિક વીયર સુધી બધું જ વેચાય છે.

રામદેવ બાબાએ તેના ટ્વિટરના અકાઉંટમાં પણ લખ્યું છે કે પતંજલિ પરિધાન ૩ બ્રાન્ડ લોન્ચ કરે છે જેમાં આસ્થા , સંસ્કાર અને લાઈવ ફિટ આ ૩ બ્રાન્ડ જોવા મળશે. જેમાં જુદા જુદા ૩૫૦૦ હોમ ટેક્સટાઇલ, શૂઝ અને એક્સેસરીઝિસ જોવા મળશે.

બાબા રામદેવ મહિલા અને પુરુષો બંને માટે આ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જેમાં માત્ર જીન્સ નહિ પરંતુ વેસ્ટ્ન કપડાં પણ જોવા મળશે. અત્યારે પતંજલિ દ્વારા જીન્સ પ્રોડક્શન પર જ જોવા મળશે.બાબા રામદેવએ ખ્યું છે કે તે લોકોના જીવનમાં ગુણવતા વધારનાર વસ્તુ બનાવા ઇચ્છીએ છીએ. તેમને કહ્યું છે કે પતંજલિ પરિધાન વિદેશી બ્રાન્ડને ટક્કર આપશે.

Loading...