લોકડાઉનથી આજ સુધીનો સૌથી મોટો રકતદાન કેમ્પ

જીવદયાપ્રેમી માતૃશ્રી વસંતબેન એન. મોદી મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર, આર્કેડિયા શેર્સ એન્ડ બ્રોકર્સ, થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિ, રેસકોર્સ પાર્ક પરિવાર અને જીવદયા ગ્રુપ દ્વારા બેનમૂન આયોજન: ચોમેર પ્રશંસા

સમાજના વિવિધ ક્ષેત્રોના મહાનુભવોએ ઉપસ્થિત રહી રકતદાતાઓને પ્રોત્સાહિત કર્યા

રાજકોટને આંગણે ગઇકાલે અદ્વિતીય સફળતા સાથે રકતદાન કેમ્પ સંપન્ન થયો. પ્રખર જીવદયા પ્રેમી આજીવન લોકસેવક અને જીવદયા પ્રવૃતિમાં પોતાનું જીવન સમર્પિત કરનાર માતૃ વસંતબેન એન. મોદી મેમોરિયલ ટ્રસ્ટ, રોટડી કલબ ઓફ રાજકોટ ગ્રેટર, અર્કેડિયા શેર્સ એન્ડ બ્રોકર્સ, થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિ, રેસકોર્સ પાર્ક પરિવાર અને જીવદયા ગ્રુપના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ રકતદાન કેમ્પમાં રકતદાતાઓ રકતદાન કરી માનવધર્મનું અદભૂત ઉદાહરણ પુરું પાડયું છે.

આ રકતદાન કેમ્પના આયોજકો અને રકતદાન પ્રવૃતિના પ્રણેતા કે જેમને બે દાયકા પહેલાં ‘વન ફેમિલી, વન ડોનર’ સુત્ર વહેતુ મુકયું હતું. તેવા સામાજિક અગ્રણી મુકેશભાઇ દોશી અને ઉપેનભાઇ મોદીએ જણાવેલ છે કે છેલ્લા બે માસથી સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત આ મહામારીનો સામનો કરી રહ્યો છે. ખાસ કરી ગંભીર રોગવાળા દર્દીઓ અને થેલેસેમીક બાળકો રકતની અછતના કારણે મૃત્યુ ના મુખમાં ન હોમાય તેવા શુભ આશયથી આ રકતદાન કેમ્પનું આયોજન થયું હતું. રાજકોટ સેવાકીય અને મેડિકલ ક્ષેત્રનું હબ છે અને રાજકોટની પ્રતિદિન જરૂ‚રિયાત અઢીસો જેટલા યુનિટની છે. હાલ કાળઝાળ ગરમીની પરિસ્થિતિમાં સામાન્ય રીતે રકતદાનનું પ્રમાણ ઓછું હોય છે, રકતદાન કેમ્પ પણ ઓછા થતા હોય છે. જેથી કરીને થેલેસેમીફ બાળકોને રકત મેળવવામાં મુશ્કેલી સર્જાય આફતને અવસરમાં બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. માતૃવસંતબેન અને મોદી મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા આ કેમ્પનું થેલેસેમીફ બાળકો પૂજા અને કેવિનના હસ્તે દિપ પ્રાગટય કરી ઉદ્વાટન કરવામાં આવેલ.

આ અંગે માહિતી આપતા મોદી પરિવારના મિરિભાઇ મોદીએ જણાવેલ છે કે હાલની કોરોનાની પરિસ્થિતિમાં સરકારના ગાઇડ લાઇન મુજબ કમ્યુનિટી સ્પ્રેડ ન થાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ તેવી વ્યવસ્થા કરવામાં આવેલ. રાજકોટમાં આ પ્રથમ કેમ્પ એવો હતો કે જેમાં તમામ રકતદાતાઓ અને મહેમાનોનો પ્રવેશ સેનિટેશન બુથમાં સેનીટાઇઝ થઇ ત્યારબાદ હેન્ડ સેનિટાઇઝ કરાવીને તથા થર્મલ ગનથી ટેમ્પરેચર માપીને માસ્ક સાથે જ પ્રવેશ આપવામાં આવેલ.

વધુ માહિતી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રમુખ પૂર્વેશભાઇ કોટેચા તથા મંત્રી કુણાલભાઇ મહેતા, આર્કેડ શેર્સ એન્ડ બ્રોકર્સના સુનિલભાઇ શાહ અને થેલેસેમિયા જાગૃતિ અભિયાન સમિતિના અનુપમભાઇ દોશી તથા સુનિલભાઇ વોરાએ આપી હતી.

રેસકોર્સ પાર્ક પરિવારના અને ભાજપ અગ્રણી રાજેન્દ્રસિંહ ગોહિલ, જીવદયા ગ્રુપના પારસભાઇ મોદી, વિરુન્દ્રભાઇ સંઘવી, હર્ષદભાઇ મહેતા જણાવે છે કે તમામ રકતદાતાઓને આયોજકો તર.થી ૬ આકર્ષક ભેટ, સેનિટાઇઝર બોટલ, માસ્ક, હોમિયોપેથીક દવાઓ આપી નવાજવામાં આવેલ. સરસ્વતી શિશુ મંદિર સ્કૂલના ચેરમેન અને જૈન અગ્રણી અપૂર્વભાઇ મણિયાર જણાવે છે કે આવો સુંદર અને મહારકતદાન કેમ્પ અમારા સ્કૂલના સંકુલમાં યોજવા બદલ અને માનવતાના કાર્યમાં અમોને સહભાગી બનાવવા બદલ રકતદાતાઓ અને સર્વ આયોજકોનો આભાર માનીએ છીએ.

આ રકતદાન કેમ્પમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીના હસ્તે રકતદાન કેમ્પનું ઉદ્ધાટન કરવામાં મેયર બીનાબેન આચાર્ય, વોર્ડ નં.૨ના કોર્પોરેટર મનીષભાઇ રાડિયા, કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર ડોકટર દર્શિતાબેન શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકર, વોર્ડ નં.૨ના પ્રમુખ અતુલભાઇ પંડિતના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ અને તમામ મહાનુભાવોનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવેલ હતું.

આ રકતદાન કેમ્પને સફળ બનાવવા માટે જીવદયા ગ્રુપના પારસ મોદી, વિરેન્દ્ર સંઘવી, હર્ષદ મહેતા, કમલેશ મોદી, પ્રકાશ મોદી, કીર્તિ પારેખ, ભરત બોરડીયા, હિતેશ દોશી, સમીર કામદાર, હિરેન કામદાર, કિર્તિ દોશી, અમિત દેસાઇ, રાકેશ કલ્યાણી, નિખીલ શાહ, અરુણ નિર્મળ, હિરેન મહેતા, નીરવ સંઘવી, વિજય દોશી, દિનેશ મોદી, પાર્થ સંઘવી, રાજુ મોદી, ધૈર્ય દોશી, સંધ્યા મોદી, દેવાંગી મોદી, હેમાં મોદી, હિના સંઘવી, અલકા બોરડીયા, આરતી દોશી, દક્ષા મહેતા, મીના પારેખ, બીના દોશી, જીગ્ના મોદી, કાજલ મીઠાણી, હેતલ મહેતા, હેતલ દોશી, બકુલા શાહ, હિના રાજપરા, પારુલ જીવરાજાની દિપા શાહ વગેરેએ દિવસ રાત એક કરી ખૂબ જહેમત ઉઠાવી હતી.

જીવદયા માટે રૂ‚પિયા એક લાખનું દાન

જીવદયા પ્રેમી માતૃ વસંતબેન નટવરલાલ મોદીની દ્વિતીય પુણ્યતિથી નિમિતે તેમના સુપુત્ર રાજેન્દ્રભાઇ મોદી તથા પૌત્ર અપૂર્વભાઇ મોદી તરફથી રાજકોટ મહાજનની પાંજરાપોળને ‚રૂપિયા એકાવન હજાર તથા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનિમલહેલ્પલાઇન)ને રૂ‚પિયા અગિયાર હજાર તથા પક્ષિર્યોની સંસ્થા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ (કલરવ)ને ‚રૂપિયા અગિયાર હજાર તથા ધોરાજી પાંજરાપોળને ‚રૂપિયા અગિયાર હજારનું દાન આપવામાં આવેલ છે.

આ પ્રસંગે પાંજરાપોળનાં મુકેશભાઇ બાટવીયાને ચેક અર્પણ કરવામાં આવેલ છે. એનિમલ હેલ્પલાઇન વતી મિતલભાઇ ખેતાણી અને પ્રતિકભાઇ સંઘાવીએ દાન સ્વીકારેલ. કલરવ સંસ્થા વતી હરેશભાઇ પરસાણા અને સુનીલભાઇ વોરાએ દાન નો સ્વીકાર કરેલ હતું.

વસંતબેનનાં પુત્રી ભારતીબેન વિપીનભાઇ લાખાણી તરફથી પણ એનિમલ હેલ્પલાઇનને ‚પિયા અગિયાર હજાર દાન કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપેનભાઇ મોદી, મુકેશભાઇ દોશી, અનુપમભાઇ દોશી, હરેશભાઇ વોરા, અનિમેષભાઇ ‚પાણી, વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા.

Loading...