Abtak Media Google News

સાંભળવું, બોલવું, વાંચવુ અને લખવું આ ભાષાના મુખ્યચાર પાસા છે. બાળકને સાંભળવું  અને બોલવાની જેટલી ક્ષમતા સારી હશે તેટલું તે સારૂ વાંચી અને લખી શકશે

બાળકોનો માનસિક વિકાસ ઝડપી અને ધારેલી દિશામાં કરવો હોય તો તેને ભાષાની ક્ષમતાઓની પઘ્ધતિસર તાલીમ આપવી પડે

અર્લી ચાઇલ્ડ એજયુકેશનમાં શિક્ષકે ખુબ જ ધિરજથી પ્રેમ, હુંફ, લાગણી સભર વિવિધ શિક્ષણ પઘ્ધતિના ઉપયોગથી બાળકને જાતે શિખતો કરવાનો છે. નવી શિક્ષણ નીતિમાં પણ પ્રથમ પાંચ વર્ગના તબકકામાં ફાઉન્ડેશન કોર્ષ સાથે ધો.૧-ર ને સામેલ કરવાની વાત કરી છે. બાળકને તેની માતૃભાષામાં શિક્ષણ મળે તો જ તેનો ઝડપી વિકાસ થશે. બાળક જેમ મોટું થશે તેમ સહાયક ભાષા હિન્દી, અંગ્રેજી વિશે રસ લેતો થઇ જશે, પ્રારંભે તો પાયાના શિક્ષણમાં વાંચન, ગણન, લેખનને ટોપ પ્રાયોરીટી આપવી જ પડે છે. નાના બાળકોને પ્રવૃતિ દ્વારા જ્ઞાન મળે તેવું વાર્ષિક આયોજન હોવું જોઇએ, બુનિયાદી શિક્ષણ પઘ્ધતિજ શ્રેષ્ઠ સાબિત થશે, બાળકોનો સર્વાંગી વિકાસમાં ચાઇલ્ડ સાયકોલોજી આધારીત શાળા કે વર્ગ ખંડનું વાતાવરણ હોવું અતિ આવશ્યક છે.

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. બીજા પ્રાણીઓથી તે ભાષાને કારણે જુદો પડે છે. મનુષ્યને સમાજમાં જીવવા માટે ભાષાની જરૂર પડે છે. બાળક જન્મ થીજ ભાષાનું – થોડું-ઘણું જ્ઞાન લઈને આવ્યું હોય છેનાનું બાળક જ્યારે રડે છે, ત્યારે તેનાં રડવાનાં અવાજમાંથી આ…આ….ઈ…ઈ… જેવા સ્વર નીકળે છે. બાળક ધીરે-ધીરે મોટું થાય એટલે કુટુંબ અને સમાજમાંથી બોલવાની ભાષા શીખી લે છે. જો વ્યક્તિને સમાજમાંથી જ આ રીતે ભાષાનું શિક્ષણ મળી જતું હોય તો પછી શાળામાં તેને ભાષા શીખવવાની શી જરૂર? બાળકનો માનસિક વિકાસ ઝડપી અને ધારેલી દિશામાં કરવો હોય તો તેને ભાષાની ક્ષમતાઓ ની પદ્ધતિસર તાલીમ આપવી પડે. અનુભવનું ગ્રહણ, પૃથ્કરણ, સંયોજન, અવલોકન, તારણ અને નિર્ણય- આ બધી શક્તિઓનો બાળકમાં વિકાસ થાય તો તેનો માનસિક વિકાસ થયો ગણાય. ભાષા શિક્ષણનાં માધ્યમ વિના આ બધી શક્તિઓનો વિકાસ અશક્ય છે. ટૂંકમાં શાળામાં શીખવવાની પ્રક્રિયા ભાષાનાં માધ્યમી જ થાય છે. તેથી ભાષા શિક્ષણની પદ્ધતિસર તાલીમ અતિ આવશ્યક છે. ભાષાનો શિક્ષક બાળકને ’શબ્દ’ શીખવતો નથી, પરંતુ શબ્દ’ દ્વારા એ એક અનુભવ પૂરો પાડે છે. એટલે શબ્દ’ એ સાધન છે. સાધ્ય’ નથી. આમ ભાષા એ શીખવવાની પ્રક્રિયાનું એક સાધન નથી પણ ઉત્તમ માધ્યમ છે. બાળકને ભાષાનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે, અર્થાત તેનામાં તેનો ઉપયોગ અંગેની સાચી સૂઝ કેળવાય. એટલે કે બાળકને સાંભળતાં, બોલતાં, વાંચતાં અને લખતાં એમ વિવિધ રીતે તેનો ઉપયોગ બરાબર આવડી જાય તો જ તેને ભાષા આવડી ગણાય. તેથી જ તો ભાષા શાસ્ત્રીઓ કહે છે કે ભાષાને હવે એક વિષય તરીકે ભણાવવાની નથી, પરંતુ બાળકની શીખવાની આવડત રૂપે, નવું નવું જાણવાની એની ક્ષમતાનાં સાધન રૂપે ભાષા શીખવવાની છે.

ભાષાનાં મુખ્ય ચાર પાસા છે. શ્રાવ્ય ગ્રહણ (સાંભળવું), કન (બોલવુ), વાંચન, અને લેખન. બાળકને શ્રાવ્ય ગ્રહણ અને બોલવાની જેટલી સારી ક્ષમતા હશે તેટલું તે સારુ વાંચી અને લખી શકશે. તેથી શિક્ષકે ઔપચારિક ભાષા શીખવવાની શરૂઆત કરતાં પહેલા બાળકની શ્રાવ્ય ગ્રહણ શક્તિ અને બોલવાની ભાષા સુદ્દઢ કરવી જરૂરી છે.

બાળક નીચે પ્રમાણે વિકાસલક્ષી યોગ્યતા પામે પછી જ તેને વાંચવા-લખવાની શરૂઆત કરાવવી.

– સારી રીતે, સ્પષ્ટ ઉચ્ચારો સાથે ભાષા બોલી શકે છે.

– જોવામાં અને સાંભળવામાં સરખામણી કરી શકે છે.

– આંખ અને હાથનું સુસંગત સંકલન કરી શકે છે.

– અંગુઠો અને પહેલી આંગળી વડે વસ્તુ બરાબર પકડી શકે છે.

– સહેલા સવાલોનો ઉકેલ લાવી શકે છે.

– વાંચવાની અને લખવાની તીવ્ર ઈચ્છા ધરાવતો થાય છે.

જે બાળક ભાષાનું સારું જ્ઞાન મેળવી લે છે તેને અન્ય વિષયો ભણવામાં ખૂબ સરળ પડે છે. એ ગણિત હોય કે પર્યાવરણ હોય, બાળકને ભાષા આવડતી હશે તો જ તે વિષે ચર્ચા કરી શકશે, દાખલા સમજી શકશે, ચોપડીઓમાંથી માહિતી મેળવી શકશે.આમ બીજા વિષયોનાં શિક્ષણ માટે પણ શિક્ષણ જરૂરી છે.

૬ થી ૮ વર્ષનાં બાળકોની ભાષાકીય લાક્ષણિકતા

– વિચારોને ગોઠવી, વ્યવસ્થિત રીતે વાત સમજાવી શકે છે.

– શબ્દો યાદ કરી શકે છે.

– સ્વયંથી સામાજીક ભાષા તરફ જાય છે.

– મોટેથી ઝડપભેર વાંચી શકે છે. સૂચનો આપી શકે છે.

– સંદર્ભમાં વાક્યો નો પ્રયોગ કરી શકે છે.

– એક શબ્દનાં બે અર્થ થતા હોય તો સમજી શકે છે. દા. ત. કહાં હૈ સોના ?

– એક કરતાં વધારે ભાષા બોલી શકે છે.

બાળકોને લેખન તથા વાંચનમાં મદદરૂપ અનુભવો

– બાળકોને વાતાવરણનાં અવાજોની ઓળખાણ કરાવો. તથા અવાજોમાં તફાવત ઓળખતા શીખવાડો. દા.ત. કોયલ બોલી કે ચકલી.

– બાળકોને લખવા-વાંચવા માટે પ્રોત્સાહન આપો. વર્ગમાં જુદી-જુદી ચોપડીઓ લાવી તેમાંથી વાંચવુ, છાપામાંથી સમાચાર વાંચવા. જુના સામાયિકો, છાપામાં આવતી શનિવાર / રવિવાર પર્તિ વર્ગમાં મકી રાખવી અને બાળકોને તેને ઉલાવવા (ખાલી પાનાં ફેરવશે તો પણ ચાલશે) માટે પ્રોત્સાહિત કરો.

– બાળકોની યાદ શક્તિ વિકસાવો. પાંચ વસ્તુ ટેબલ ઉપર મૂકો. એક મિનિટ પછી સંતાડી દો. હવે બાળકને પૂછ. કે તે વસ્તુઓ કઈ હતી. આ ઉપરાંત સાદા પ્રશ્નો પૂછવાથી જેમ કે, કાલે શું જમ્યા હતાં, રસ્તામાં શું જોયુ – યાદ શક્તિ વધે છે.

– બાળક ક્રમવાર વિચાર કરે, વસ્તુ ગોઠવે એ માટે પ્રવૃત્તિ આપવી. દા.ત. સવારે ઉઠી પહેલા શું કરીએ, તે પછી શું કરીએ, વિગેરે..

– વસ્તુ તથા ચિત્રોમાં તફાવત શોધવાનો અનુભવ આપો.

– બાળકોનાં નાનાં સ્નાયનાં વિકાસ માટે પ્રવૃત્તિ આપવી – માટી કામ, કાતર કામ, મણકા પોરવવા, પત્રની આકૃતિ પર ગોઠવણી કરવી, વિગેરે…

લેખન…

બાળક અક્ષરો લખવાની શરૂઆત કરે છે તે પહેલાં કાગળ પર, પાટિયા પર, ધૂળમાં – ચિત્રો દ્વારા પોતાનાં વિચારો, કલ્પનાઓ દર્શાવવા માંડે છે. લખવાની શરૂઆત બાળક લીટા – મીંડા કરે ત્યારીજ ઈ જાય છે. આમ લીટા – મીંડા પાડવા તે બાળક માટે ખૂબ મહત્ત્વની પ્રવૃત્તિ છે. બાળકોને સ્લેટ પર, કાળા પાટિયા પર, શિક્ષક વાપરે છે એ પાટિયા પર, જમીન પર ઈટ તા કોલસા દ્વારા અવા ચોક દ્વારા, ધૂળમાં લાકડીથી લીટા – મીંડા કરવા દેવા જોઈએ. આમ લીટા પાડતા પાડતા બાળકો ચિત્રો દોરતાં થાય છે. એક વાર બાળક આકાર અને વળાંક દોરતુ ઈ જાય પછી તેને માટે અક્ષર લખવાનું સહેલું ઈ પડે છે. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે, બાળક જેવું દોરે તેવું શિક્ષકે સ્વીકારવું જોઈએ. આપણે માટે જે બે ગોળ અને એક લીટી છે તે બાળક માટે સાયકલ છે. બાળક આ રીતે પોતાનાં વિચારો દર્શાવે છે. જે વિષય પર વર્ગમાં ચર્ચા થતી હોય તે વિષે બાળકોને દોરવાનું કહેવું. જે દોર્ય હોય તેના વિષે શિક્ષક ચિત્ર આગળ લખી આપી શકે. આમ બાળકની કલ્પનાશક્તિ ખીલે છે. આગળ જતાં આ જ વિચારો બાળક શબ્દોમાં લખી શકે છે. બાળક જે અને જેવું લખે તે શિક્ષકે સ્વીકારવું. આ ખોટું છે’ એવું કોઈ વખત કહેવું નહીં. જોડણીની ભૂલ હોય તો સાચું લખી બતાવવુ પણ ખોટું આપવું નહીં. – સાચા-ખોટાનું માપ એકલી જોડણી ના હોવી જોઈએ. બાળકે સારા વિચારો, સાચી

વાતો લખી હોય પરંતુ જોડણીમાં ભૂલ કરી હોય તો પણ સારા વિચાર પ્રદર્શિત કરવા માટે તેનાં વખાણ કરવા જોઈએ. આ જાતનું લખવા માટે બાળકો વાત બનાવીને લખી શકે, કોઈ ચિત્રનું વર્ણન કરી શકે, કોઈ અનુભવ વિષે દા.ત. લગ્ન પ્રસંગ, શાળાએ આવતા રસ્તામાં શું જોયું વિગેરે વિષે લખી શકે. આમ વિષય પર વિચારવું, અને એ વિચારને રજૂ કરવું – બંને બાળક શીખી શકે છે. અત્યાર સુધી જે વિષે આપણે ચર્ચા કરી એ ભાષા શીખવતાં પહેલા કોઈ પણ શિક્ષકે ધ્યાનમાં રાખવાની જરૂર છે. વાંચતા અને લખતાં શીખવાડવાનું શરૂ કરતાં પહેલાં ઉપર પ્રમાણેનાં અનુભવો આપવા ખૂબ જરૂરી છે. એ માટે શિક્ષકનું હકારાત્મક વલણ બાળકને લખતાં વાચંતા શીખવામાં આનંદ અને પ્રોત્સાહન આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.