Abtak Media Google News

આઠ વર્ષમાં અમેરિકામાં હિન્દી, ગુજરાતી અને તેલુગુ બોલનાર લોકોમાં ૮૬ ટકાનો વધારો

ભારતની રાષ્ટ્રભાષા હિન્દી સૌથી વધુ બોલી શકાય તેવી ભાષા છે. અમેરિકામાં ગુજરાતીઓ દ્વારા સૌથી વધુ બોલાતી ભાષામાં હિન્દીનો સમાવેશ થાય છે. ત્યારબાદ ગુજરાતી અને તેલુણુનો નંબર આવે છે. ૨૦૧૦ થી ૨૦૧૭ ના આંકડા જોવામાં આવે તો હિન્દી ભાષા બોલનારમાં ૮૬ ટકાનો વધારો થયો છે.

તાજેતરમાં યુએસ સેન્સસ બ્યુરો ૨૦૧૭ દ્વારા અમેરિકન કમ્યુનીટી સર્વેના ડેટા રજુ થયા છે. ૧ જુલાઇ ૨૦૧૭ સુધીની અમેરિકાની વસ્તી જાહેર કરવામાં આવી છે જેમાં અમેરિકામાં વસતા ગુજરાતી, તેલુગુ કે અન્ય દેશમાંથી આવેલા કાયદેસર કે ગેરકાયદેસર લોકોનો પણ સમાવેશ થતાય છે. આ વસતિમાં ૨૧.૮ ટકા પ્લોટો એવરેજ હિન્દી બોલે છે.

જયારે અમેરિકાની કુલ વસતિની કુલ વસતિના ૩૦.૫ કરોડ લોકો ઇંગ્લીશ અને ૬.૭ કરોડ લોકો  પોતાની માતૃભાષા બોલે છે. નાણાકીય વર્ષ ૨૦૧૬માં અમેરિકાની કુલવસતિમાં ૬.૫ કરોડ લોકો અંગ્રેજી સાથે પોતાની માતૃભાષા બોલતા હતા. જેમાં ૮.૬૩ લાખ લોકો હિન્દીનો ઉપયોગ કરતા હતા. જયારે ગુજરાતી ૪.૩૪ લાખ અને તેલુણુ ૪.૧૫ લાખ હતાં.

સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝ જેને એન્ટિ ઇમિગ્રેશન થિંકટેન્ક તરીકે જોવામાં આવે છે તેના દ્વારા આ ડેટા વિશ્લેષણ હાથ ધરાયું છે. તેના દ્વારા ૨૦૧૦ થી ૨૦૧૭ સુધીના આંકડાઓની તુલના કરવામાં આવી હતી. તેમાં રજુ થયેલા અહેવાલ પ્રમાણે ૨૦૧૦થી સાત વર્ષના સમયગાળા દરમિયાન અગાઉ હિન્દી અને ગુજરાતી બોલનારની સંખ્યા માત્ર ૪૨ કે રર ટકા હતી જે વધીને ૮૬ ટકા થઇ ગઇ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે યુ.એસ.ની મુળ ભારતીય માતા-પિતા ધરાવતા બાળકો ની વસ્તી ૨૬.૧૦ લાખ છે. જેમાંથી  ૩૩ ટકા ભારતીઓ હિન્દી બોલે છે. ૧૯૮૦ ના આંકડા પ્રમાણે લગભગ ૧૭ટકા ગુજરાતીઓને તેલુગુ બોલતા સીઆઇએસ અનુસાર અમેરિકાના પાંચ મોટા શહેરોમાં ૪૮ ટકા લોકો ઘરે અંગ્રેજી સિવાયતેની માતૃભાષાનો ઉપયોગ કરે છે. જેમાં લોસએન્જેલસમાં ૫૯ ટકા  ન્યુયોર્ક અને હોસ્ટનમા ૪૯ ટકા લોકો અંગ્રેજી સિવાયની માતૃભાષા બોલે છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૦માં વેબસાઇટ ઉપર રજુ થયેલી ભાષાઓમાં ભારતની અન્ય ભાષા તેલુગુ, બંગાળ અને તમીલનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ભાષાઓને અન્ય ભારતીય ભાષાની કેટેગરીમાં મુકી દેવામાં આવી હતી. જો કે હવે અમેરિકામાં પણ ગુજરાતી હિન્દી અને તેલુણુ બોલનાર લોકોને સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.