Abtak Media Google News

ચાર ગામોની અંદાજે 22 હેકટર જમીન સંપાદીત કરાશે: કપાતનું ધોરણ રૂડાના નિયમ મુજબ 40 ટકાનું રહેશે

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.10-6-2016ના પત્રથી રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ 8-અ (નવો-47) અને 8-બ (નવો-27)ને ચાર માર્ગીયમાંથી છ-માર્ગીયકરણ કરવાની વહીવટી મંજૂરી મળેલ છે જે અન્વયે કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રગતિમાં છે. તથા સદરહું માર્ગમાં રાજકોટ તાલુકાના ગામો જેવા કે આણંદપર (નવાગામ), માલીયાસણ, તરઘડીયા, કુવાડવા, કુચીયાદડ, રામપરા, બેટી તથા હીરાસર ગામની ખાનગી તથા સરકારી જમીન સંપાદન કરવાની થાય છે અને સંપાદન કરવાની થતી ખાનગી તથા સરકારી જમીનની સંપાદનની કાર્યવાહી ચાલુમાં છે.

ઉપરોકત ગામો પૈકી આણંદપર (નવાગામ), માલીયાસણ, તરઘડીયા, કુવાડવા એમ કુલ ચાર (4) ગામોનો સમાવેશ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારમાં સમાવિષ્ટ છે. વધુમાં અત્રેની મંજૂર/અમલી વિકાસ યોજના-2031 મુજબ હયાત 45.00 મીટર (આરઓડબલ્યુ) રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગને રાજકોટ મહાનગરપાલિકાની હદથી માલીયાસણ ગામના સર્વે નં.22 પૈકી સુધી સુચિત 60.00 મીટર (હયાત રસ્તાની બંને બાજુ 7.50 મીટર) અને માલીયાસણ ગામના સર્વે નં.22 પૈકીની સત્તામંડળની હદ સુચિત 75.00 મીટર (હયાત રસ્તાની બંને બાજુ 15.00 મીટર) ડી.પી.રોડ સુચિત કરેલ છે. સી.જી.ડી.સી.આર.ની જોગવાઈ અનુસાર કરવા પાત્ર 40% કપાત જે અત્રેની સુચિત ટી.પી.કપાત તરીકે જમીન સૂચિત કરવામાં આવે છે. તેમાં નેશનલ હાઈવેમાં કપાત થતી જમીન સત્તામંડળ દ્વારા 40% કપાત થતી જમીનમાં ગણવા પાત્ર નથી. જે અન્વયે વિષય મુજબની કામગીરી અન્વયે માર્ગ અને મકાન વિભાગને જમીન ધારકો દ્વારા વાંધાઓ મળ્યા છે જેની વિગતે નેશનલ હાઈવેમાં 60.00 મીટર (આરઓડબલ્યુ)માં કપાત થતી જમીન સત્તામંડળ દ્વારા 40% કપાતમાં ગણી આપવામાં રજૂઆત કરી છે. અરજદારોની રજૂઆત સંબંધે નેશનલ હાઈવે ને છ-માર્ગીય કરવામાં 60.00 મીટર (આરઓડબલ્યુ)માં કપાત કરવાની થતી જમીનોને રૂડાની 40% કપાતમાં ગણવા બાબતે સમર્થન આપવામાં આવ્યા છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખેતી જમીનોમાં 60.00 મીટર (આરઓડબલ્યુ) માટે જે સંપાદન કરવામાં આવો તે જમીન 7/12 મુજબ તેમની માલિકીની થતી હશે તો તે જમીન 40% કપાતમાં બાદ આપી શકાશે નહીં.

જો ખેતી જમીનમાં 45.00 મીટર (આરઓડબલ્યુ) અને ડી.પી.રોડ વચ્ચેની 60.00 મીટર (આરઓડબલ્યુ)માં સમાવિષ્ટ જમીન જો સહમતી સાથે સંપાદન કરવામાં આવે અને વિના વળતરે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જમીન સંપાદન કરવામાં આવેલ છે તેવો ઉલ્લેખ જમીન સંપાદન એવોર્ડમાં કરવામાં આવે તો સત્તામંડળ દ્વારા 60.00 મીટર (આરઓડબલ્યુ)માં કપાત થતી જમીન 40%માં કપાત કરી શકાય જે બિનખેતી જમીન છે કે જેમાં સત્તામંડળ દ્વારા 45.00 મીટર (આરઓડબલ્યુ) જમીન તે હદ અને ડી.પી.રોડ વચ્ચેની જમીન 40% કપાતમાં બાદ આપવામાં આવેલ છે જે પૈકીની 60.00 મીટર (આરઓડબલ્યુ)માં સમાવેશ થતી જમીન સત્તામંડળ માર્ગ અને મકાન વિભાગને જરૂરી શરતો આધીન સોંપી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.