Abtak Media Google News

એન્ટિબાયોટિક તત્ત્વોથી ભરપૂર લીમડાના પાન, બીજ, ફૂલ અને છાલમાં છે અનેક બિમારીઓનો અકસીર ઈલાજ

ભારતમાં લીમડો ઔષધીય વૃક્ષ તરીકે જાણીતું છે. એન્ટિબાયોટિક તત્વોથી ભરપૂર લીમડા ને સર્વોચ્ચ ઔશધિરૂપ માનવામાં આવે છે ભારતમાં લીમડા એટલે પવિત્ર વૃક્ષ ,રામબાણ, પ્રકૃતિની દવા દુકાન ,ગ્રામ્ય દવા ,અને તમામ નાના મોટા રોગોનો અક્ષીર ઈલાજ.લીમડો સ્વાદ માં ભલે કડવો હોય પણ એનામાં રહેલા અદભુત ગુણ અમૃત સમાન છે લીમડા થી દરેક સમસ્યા નો ઈલાજ મળી જાય છે લીમડા ના પાન બીજ ફૂલો છાલ દરેક ને ઉપયોગ માં લેવાય છે. આપણા ભારત માં લીમડો આસાની થી મળી જાય છે પરંતુ કેટલાક લોકોને  એના અમૃત સમાન ગુણોથી   પરિચિત હોતા નથી તો ચાલો આજે કડવા લીમડા ના મીઠા ગુણો વિશે જાણીએ.

કડવા લીમડાના ઔષધીય ગુણ

૧.વીંછી ,તીતીઘોડો જેવા ઝેરી કીડા કરડે ત્યારે લીમડાના પાનની પેસ્ટ બનાવી કરડેલી જગ્યા એ લાગવાથી રાહત મળે છે અને બીજા ભાગમાં ઝેર ફેલાવાથી બચાવે છે .

૨.વાગવાનો કે કોઈ પણ પ્રકારનો ઘા પડ્યો હોય ત્યાં લીમડાના પાન ની પેસ્ટ બનાવી લાગવાથી એમાં રાહત મળી રહે છે

૩.દાદ કે ખુજલી જેવી સમસ્યામાં લીમડાના પાનને  દહીં જોડે પીસીને  એના પર લાગવાથી જલ્દી લાભ મળે છે અને દાદ જડમુળથી મટી જાય છે

૪.કિડનીમાં  પથરી હોય તો લીમડાના  પાનને સુકવી અને તેને બાળીને તેની જે રાખ બને એને ૨ ગ્રામ દરરોજ પાણી સાથે પીવાથી  પથરી ઓગળીને મુત્રમાર્ગે બાર નીકળી જાય છે.

૫.મેલેરિયા જેવા ઝેરી તાવ આવે ત્યારે લીમડાની છાલને પાણી માં ઉકાળી એનો ગાઢો બનાવી લેવો અને તેને દિવસમાં  ૩ વાર બે મોટી ચમચી ભરીને પીવી આમ કરવાથી  તાવ માટી જશે અને કમજોરી પણ દૂર થઈ જાય છે .

૬.ચામડીના રોગો હોય એવા લોકોએ લીમડાનું  તેલ ઉપયોગ કરવું અને એ તેલમાં થોડું કપૂર મેળવીને દરરોજ માલીસ કરવાથી રોગ ધીમે ધીમે મટી જાય છે

૭.લીમડાની  સળીઓને  રોજ ઉકાળીને પીવાથી ખાંસી ,પ્રમેહ અને પેટ માં પડતા કીડાને ખતમ કરવાનો ગુણ એમાં છે અને આ લીલી સળીઓને કાચી ચાવવાથી પણ આ લાભ મળે છે

૮.દાંત માં થતા પાયેરિયાની  બીમારી લીમડાનું દાતણ કરવાથી મટી જાય છે અને લીમડાના પાનનો ગાઢો તેનાથી કોગળા કરવાથી શ્વાસ ને લગતી બીમારી દૂર થાય છે અને પેઢા અને દાંત મજબૂત બને છે

૯.ફેસ પર થતા ખીલમાં પણ લીમડાની છાલને પાણીમાં ઘસીને ખીલ પર લાગવાથી રાહત મળે છે અને લીમડાના પાન નો પેસ્ટ બનાવી ત્વચા પર લગાડવાથી ત્વચા માં રહેલા કીટાણુ નાશ પામે છે અને રાહત મળી રહે છે

૧૦.અપચો અને સંડાસ જવામાં અટકણ થાય તો લીંબોળી ખાવાથી રુકાયેલું મળ બાર આવી જાય છે અને રાહત મળે છે.

૧૧.વાસી ખાવાનું ખાવામાં આવી ગયું હોય અને ઉલ્ટીઓ થતી હોય તો લીમડાની છાલ અને સુંઠ અને કાચું મરચું બધું પીસીને આઠ દસ ગ્રામ પાણી જોડે ફાકી લેવાથી( સવાર સાંજ ) ત્રણ ચાર દિવસ માં પેટ સાફ થઈ જશે .

૧૨.કાંન માંથી પરુ આવતું હોય તો લીમડાનું તેલ અને મધને  મેળવી લઈ કાંન ને એનાથી સાફ કરો પરુ આવતું બન્દ થઈ જશે .અને કાંનમાં  ખંજવાળ કે દુખાઓ થાય તો લિબોડીને પીસીને  એનો રસ કાંન માં ટપકા પડવાથી રાહત મળે છે

૧૩.શરદી જુકામ થઈ ગયા હોય તો લીમડાના પાનને મધ સાથે મેળવી લો અને એને ચાટો ખારાશ બન્દ થશે અને રાહત મળી રહે છે .

૧૪.હૃદય રોગ હોય તેવા લોકો લીમડાનું તેલ સેવન કરે તો ફાયદો થાય છે .

૧૫.અછબડામાં પણ લીમડાના પાણીથી ન્હાવામાં આવે તો તેમાં રાહત મળે છે .

૧૬.સાપ કરડ્યો હોયએ વખતે તરત લીમડાના  પાન  એ  જગ્યા પર ફિટ બાંધી દેવાથી સાપનું ઝેર શરીરમાં  ફેલાતું અટકે છે .

૧૭.લીમડા માંથી આવતો ગુંદર ડાયાબિટીસ ની દવા બનાવવા માટે વપરાય છે .

૧૮.લીમડા ના પાન ની ધૂની કરવાથી મચ્છર ભગાડી શકાય છે

૧૯.અઠવાડિયામાં ૨ વાર લીમડાના પાન  ઉકાળીને એનું પાણી પીવાથી શરીરના અંદર થતા રોગો અને ઇન્ફેકશનથી  બચી શકાય છે અને બીમારીઓ થી પણ દૂર રહી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.