Abtak Media Google News

ઈલેકટ્રોનિક મીડિયામાં બે જવાબદાર પ્રસારણની સમસ્યાને કાબુમાં લાવવા મુખ્યમંત્રી કુમાર સ્વામી મેદાનમા

લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા માધ્યમો પર સ્વાયત્તાની જાળવણી બંધારણની ખાસ હિમાયત ગણાય છે. દેશમાં અખબાર અને હવે ડિજીટલ માધ્યમોની સ્વાયત્તા જેટલી વિરાટ હશે તેટલુ લોકતંત્ર સબળ બનશે તેવી ભલામણ વચ્ચે હવે માધ્યમોની જવાબદારી પણ ચર્ચામાં આવી છે.

કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ ઈલેકટ્રોનિક માધ્યમોના કહેવાતા બે જવાબદાર પ્રસારણો સામે કાયદાની હિમાયત કરતા દેશમાં એક નવી જ ચર્ચાનો જન્મ થયો છે.

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ મૈસુર ખાતે એક પુસ્તકના વિમોચનના મૈસુલ જીલ્લા કન્નડ સાહિત્ય પરિષદના કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે માધ્યમો પર બે જવાબદાર પ્રસારણ અંગે નિયંત્રણની હિમાયત કરી હતી. કુમાર સ્વામીએ જણાવ્યું હતુ કે હું હંમેશા માધ્યમો સાથે સહકાર ભર્યો સંબંધ રાખવામાં માનું છું પરંતુ હવે માધ્યમોનાં બે જવાબદાર રિપોટીંગ અને ખાસ કરીને રાજકારણીઓને જોકરની જેમ ચિતરવાની વાત ચલાવી નહિ લેવાય હું બને ત્યાં સુધી ઈલેકટ્રોનિક મિડિયામા બોલવાનું ઓછુ કરીશ. તેમણે જણાવ્યું હતુ કે ટીવી વાળાઓ પાસે વગાડવા માટે સારી સ્ટોરીઓ ન હોય તો તેમને ચેનલ બંધ કરીને ઘેર ચાલ્યું જવું જોઈએ પરંતુ ખોટા અહેવાલો અને વાહીયાત ચર્ચાઓથી સમાજનું વાતાવરણ બગાડવું ન જોઈએ સમાચાર માધ્યમો અને ખાસ કરીને યીવી ચેનલોને નિયંત્રીત સિધ્ધાંતો હોવા જોઈએ. પરંતુ આવું રહ્યું નથી. તેમણે જણાવ્યું હતુકે કર્ણાકટમાં કામ કરતી ટીવી ચેનલોએ રાજયની ૬.૬ કરોડની જનતાનો વિશ્ર્વાસ જાળવવો જોઈએ.

મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો. કે મિડિયા તેમની જવાબદારીઓ પ્રત્યે દુર્લક્ષતા સેવે છે. તેમને ખોટા સમાચારો અને અહેવાલો પ્રસારીત કરવાનું ટાળવું જોઈએ.

દરરોજ મારી પાસે ઘણા લોકો તેમની સમસ્યાઓના નિવારણ માટે આવે છે. અને તેમને બનતી મદદ ક‚ છું પરંતુ મિડિયા કયારેય કોઈની સમસ્યા ઉજાગર કરવામાં રસ ધરાવતુ જ નથી પરંતુ તે ખોટી સંવેદનશીલ અને ભડકાઉ વાતોનું પ્રસારણરે છે. શું તમે માનો છોકે સરકાર ચૂપ રહેશે. કર્ણાટક સરકાર ટુંક સમયમાં જ ટીવી ચેનલો સામે બેજવાબદાર અને ખોટા અહેવાલો પ્રસારીત કરવા બદલ ટીવી ચેનલોને નિયંત્રણમાં રાખવા એક નવા કાયદો લાવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.