Abtak Media Google News

રાજયનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજય સરકાર સતત પ્રયત્‍નશીલ છે -કાર્યવાહક અધ્‍યક્ષશ્રી આઇ.કે. જાડેજા

શિક્ષણ થકી રાજયને વિકાસની દિશા મળશે. શિક્ષણનું સ્‍તર ઉંચુ આવે તે માટે રાજય સરકારે શાળામાં લાઇટ, પાણી, શૌચાલય, શાળાના ઓરડા જેવી માળખાકીય સુવિધા ઉપલબ્‍ધ કરાવેલ છે.Img 9082

રાજય સરકાર દ્વારા છેવાડાના વિસ્‍તાર સુધી શિક્ષણનો વ્‍યાપ વધે અને બાળકો શિક્ષિત બને તે માટે વિનામુલ્‍યે પાઠય પુસ્‍તકો, સ્‍કોલરશીપ, ગણવેશ જેવી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવેલ છે. રાજયનું કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજય સરકાર પ્રયત્‍નશીલ છે.

Img 9024 1 તેમ સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્‍યક્ષશ્રી આઇ.કે. જાડેજાએ સુરેન્‍દ્રનગર શ્રી આર.પી.પી. ગર્લ્‍સ હાઇસ્‍કુલ તથા શ્રી સી.પી. ઓઝા શારદા મંદિર હાઇસ્‍કુલ ખાતે યોજાયેલા નગરપાલિકા વિસ્‍તારના શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ કાર્યક્રમમાં જણાવ્‍યું હતું.

Img 9060 1          કાર્યવાહક અધ્‍યક્ષશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે બાળકના સારા ભવિષ્‍યના ઘડતર માટે શિક્ષકની ભૂમિકા ખુબ જ અગત્‍યની રહેલ છે.

Img 9114 1 જે બાળક શિક્ષણક્ષેત્રે નબળુ હોય તેવા બાળક પ્રત્‍યે વિશેષ કાળજી રાખી શિક્ષકોએ શિક્ષણ આપવા પણ અનુરોધ કર્યો હતો અને પોતાના સંતાનના અભ્‍યાસ બાબતે જાગૃતિ કેળવવા ઉપસ્‍થિત વાલીઓને પણ આહવાન કર્યું હતું.

Img 9043 1          શ્રી આર.પી.પી. ગર્લ્‍સ હાઇસ્‍કુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી આઇ.કે. જાડેજાના હસ્‍તે આર.પી.પી. હાઇસ્‍કુલમાં ૫૧૮, શાળા નં.૬ માં ૨, શાળા નં.૨ માં ૧૭ તથા આંગણવાડીમાં ૫૭ તેમજ શ્રી સી.પી. ઓઝા શારદા મંદિર હાઇસ્‍કુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સી.પી. ઓઝા શારદા મંદિર હાઇસ્‍કુલમાં ૧૬૩, શ્રી વિનય મંદિર પ્રાથમિક શાળામાં ૮, શ્રી ફુલચંદરભાઇ શાહ કુમાર મંદિર પ્રાથમિક શાળામાં ૫૨ તથા આંગણવાડીમાં ૭ વિદ્યાર્થી- વિદ્યાર્થીનિઓને રમકડાની કીટ, શૈક્ષણિક કીટ, પાઠયપુસ્‍તકો, સાયકલ આપી પ્રવેશ અપાયો હતો.

Img 9122 1કાર્યવાહક અધ્‍યક્ષશ્રી તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દિપ પ્રગટય તેમજ શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. ગત વર્ષમાં ધોરણ-૩ થી ૮ માં પ્રથમ સ્‍થાને આવેલ વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવામાં આવેલ હતાં. શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ તથા દાતાઓનું પણ સન્‍માન કરવામાં આવેલ હતું.

Img 9017 1

શાળાના બાળકોએ સ્‍વાગત ગીત તેમજ યોગ નિદર્શનો રજુ કર્યા હતાં. વિદ્યાર્થીઓએ સ્‍વચ્‍છતા, બેટી બચાવો બેટી પઢાવો, વૃક્ષોનું મહત્‍વ તથા જળ એ જ જીવન અંગે વક્તવ્‍યો રજુ કયાં હતાં.

Img 9075 1          આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી વિપીનભાઇ ટોલીયા, ઉપપ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડયા, ચીફ ઓફીસરશ્રી અમિતભાઇ પંડયા, અગ્રણીઓ સર્વશ્રી અશોકસિંહ પરમાર, ડો. સિધ્‍ધેશભાઇ વોરા, દક્ષેશભાઇ આચાર્ય, દિલીપભાઇ શાહ, ગીતાબા ઝાલા, આર.પી.પી. ગર્લ્‍સ હાઇસ્‍કુલના આચાર્યશ્રી સ્‍વાતિબેન ઓઝા, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થી- વિદ્યાર્થીનિઓ સહિત બહોળી સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.