Abtak Media Google News

સુરતના ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટે રાજીનામા સાથે ગુજરાત હાઈકોર્ટને ખૂલ્લો પત્ર લખક્ષને નીચલી અદાલતોનાં જજોને પડતી મુશ્કેલીઓ અંગેની માહિતી આપી

ગુજરાત હાઈકોર્ટ દ્વારા નકકી કરાયેલી સિસ્ટમ ન્યાય તંત્રમાં પ્રાથમિક સ્તરે કામ જજો માટે દબાણ‚પ સાબિત થઈ રહી છે. તેમ સુરત અદાલતમાંથી ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ તરીકે ના-રાજીનામું આપનારા કે.એમ. પંડિત હાઈકોર્ટને લખેલા ‘ખૂલ્લા પત્ર’માં જણાવ્યું છે. રાજીનામું આપવાની સાથે ‘ન્યાયિક અધિકારીઓને સામનો કરવી પડતી કેટલીક વાસ્તવિકતાઓને પ્રકાશિત કરવાની સ્વતંત્રતા આપવા’ની રજૂઆત સાથે પંડિતે ગુજરાત હાઈકોર્ટના નામે ૧૨ પાનાનો ખૂલ્લો પત્ર લખ્યો છે.

આ પત્રમાં પંડિતે જણાવ્યું છે કે ઘણા જજોને ટ્રાન્સફર જેવી મુશ્કેલીઓ તથા કેસનો નિકાલ કરવા માટે ઉપલી કોર્ટોએ બનાવેલી પોઈન્ટ સિસ્યમ મુજબ કેસોનું નિકાલ થતો ન હોવાનું જણાવ્યું છે. પંડિતે ઉચ્ચ ન્યાયિક સત્તાધિશોને પ્રાથમિક ન્યાયતંત્રમાં જોવા મળતી મુશ્કેલીઓ અંગે લખેલા પત્ર અંગે ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ એચ.ડી.સુથારીની પ્રતિક્રિયા માટે સંપર્ક થઈ શકયો નથી.

પંડિતે હાઈકોર્ટની સિસ્ટમ પરની ટિપ્પણી અને પ્રાથમિક ન્યાયતંત્ર પર તેના નિયંત્રણ અંગે કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું છે પરંતુ ટ્રાન્સફરની સિસ્ટમ અને ચોકકસ સ્થાનો પર પ્રદર્શનના દબાણના કારણે ઉભી થતી જટીલતાનો ઉલ્લેખ કરીને તેનાથી યોગ્ય ન્યાય તોળવામાં મુશ્કેલી અંગે પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. તેમને તેમના પત્રમાં જણાવ્યું છે કે જયારે મુશ્કેલ રૂપ ગણાતાઅધરા સ્થાનો પર જજોની નિમણુંકો કરવામાં આવે છે ત્યારે જજોને સૌથી વધુ માનસીક યાતના ભોગવવી પડે છે. જેની સીધી અસર જજોની ન્યાય તોળવાની પ્રક્રિયા પર થાય છે.

જજોને આવા મુશ્કેલ રૂપ સ્થાનો પર અપાયેલા એક કે બે વખતન પોસ્ટીંગના કારણે તેની કારકીર્દીની પ્રગતિને નષ્ટ કરી શકે છે. તેમ જણાવીને પંડીતે પ્રણાલીઓનાં નિકાલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરતી સિસ્ટમના ન્યાયધીશો પર આવતા દબાણને દૂર કરવા જણાવ્યું છે. ઉપરાંત જજોનાં પ્રમોશનની નીતિમાં તેમજ કેટલીક નિશ્ચિત નિકાલના ધોરણોમાં કેટલાક મોટા ફેરફારોની જરૂર હોવાનું જણાવ્યું છે. પંડિતે હરિફાઈ બાબતોના વધુ નિકાલ દર્શાવવા માટે કેસોનો બહિષ્કાર કરવો એ પૂર્વગ્રહ ગણાશે તેમ જણાવીને જજો પર પ્રતિબંધ અને ટ્રાફીકના કેસોમાં અજમાયશ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તેમ ઉમેર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.