Abtak Media Google News

બહુ થયું રામમંદિર સિવાયના પણ અગત્યના કામો બાકી

ચૂંટણી નજીક આવતા સંવેદનશીલ રામમંદિર મુદ્દા પરથી ધ્યાન હટાવી લઇને વાતાવરણ ડોળાઇ નહીં તેની મથામણ

લોકોની લાગણીને સ્પર્શતા નિર્ણયો મધ્યસ્થી વિના અશક્ય: સુપ્રીમ

લોકસભાની ચુંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ મનાતા અયોઘ્યાના રામજન્મભૂમિ વિવાદ કેસનો ઉકેલ મઘ્યસ્થી દ્વારા લાવી શકાય તે કેમ તેના પરનો ચૂકાદો ગઇકાલે સુપ્રીમ કોર્ટે અનામત રાખ્યો હતો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વની પાંચ જજોની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે આ કેસ જમીન વિવાદનો નથી પરંતુ લાગણી અને આસ્થા સાથે પણ સંકળાયેલ છે.

જેથી, આ વિવાદનો નિકાલ મઘ્યસ્થી દ્વારા સારી રીતે લાવી શકાય તેમ છે. જેથી આ વિવાદમાં યોગ્ય મઘ્યસ્થીઓના નામ આપવા ચીફ જસ્ટીસ ગોગોાઇએ તમામ પક્ષકારોને તાકીદ કરીને અમો આ કેસ નો ઝડપથી નિકાલ લાવવા માંગતા હોય આજે જ મઘ્યસ્થીઓના નામ આપવા જણાવ્યું હતું.

રામજન્મભૂમિ જમીન માલીકી વિવાદ કેસની સુપ્રીમ કોર્ટમાં ગઇકાલે યોજાયેલી સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે દેશમાં રામમંદીર સિવાય અનેક અગમ્યના કામો બાકી છે. દેશને ફાઇટર જેટની જરુર છે. દેશને શિક્ષકોની જરુર છે. દશેને ઘણી બધી વસ્તુઓની જરુર છે પરંતુ દુભાગ્યે અમારી પાસે સમય મર્યાદીત છે. રાફેલ કેસની સુનાવણીને ૧૪મી માર્ચેે નિર્ધારીતા કરતા પહેલા એક વકીલો  શિક્ષકોની ભરતી અંગે કોઇ બાબતનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ગોગોઇએ આ રાફેલ, અયોઘ્યા જેવા સંવેદનશીલ કેસોની સુનાવણી ઉપરાંત શિક્ષકોની ભરતીની વકીલના ઉલ્લેખનં સંયોજન કરીને આ ટીપ્પણી કરી હતી.

મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઇ ગઇકાલે ત્રણ જજોની બેન્ચમાં સૌ પ્રથમ બેઠા હતા. જે બાદ જસ્ટીસ એ.કે. સીક્રી અને એસ.એુ. બોબડે પણ બેઠા હતા. રીટાયર્ડ થનારા જસ્ટીસ સીક્રીનો છેલ્લો કાર્યકારી દિવસ હોય તેઓ આ બેન્ચમાં બેઠા હતા. સુપ્રીમ કોર્ટની પ્રણાલી મુજબ જે જસ્ટીસ રીટાયર્ડ થવાના હોય તેઓ તેના આખરી દિવસે ચીફ જસ્ટીસ સાથેની બેન્ચમાં બેસે છે. જેની જસ્ટીસ સીક્રી આ બેન્ચમાં બેઠા હતા. જે બાદ સીજેઆઇએ રામજન્મભૂમિ જમીન વિવાદ કેસની સુનાવણી માટે પાંચ જજોની બંધારણીય ખંડપીઠમાં બેઠા હતા. જેમાં એક કલાક સુધી સુનાવણી યોજયા બાદ આગળની સુનાવણી સ્થગિત રાખી હતી.

સીજેઆઇ રંજન ગોગોઇની આગેવાનીમાં જસ્ટીસ એસ.એ. બોબડે, જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટીસ અશોક ભુષણ જસ્ટીસ એસ.એ. નઝારની આ બેન્ચે આ કેસ સાથે સંકળાયેલા હિન્દુ અને મુસ્લિમ સંસ્થાઓની દલીલો સાંભળી હતી. જે બાદ બેન્ચે એવું જણાવ્યું હતું કે આ વિવાદ માત્ર મિલકતનો નથી પરંતુ જો મન, હ્રદય અને ભાવનાનો મામલો છે. અમને એ વાત સાથે કોઇ લેવા દેવા નથી બાબરે શું કર્યુ અને ત્યારબાદ શું થયું અને તો અત્યારે શું સ્થિતિ છે તેના પર વિચારણા કરી શકીએ છીએ.સી.જેઆઇ ગોગોાઇએ તમામ પક્ષકારોને જણાવ્યું હતું કે આમા આ મામલાનો ઝડપથી ચુકાદો આપવા માંગીએ છીએ. તેની તમામ પક્ષકારો આજે મઘ્યસ્થીઓના નામો સુચવે.

સુપ્રીમ કોર્ટે અયોઘ્યા મામલામાં મઘ્યસ્થી અને સમાધાન દ્વારા કોઇ ઉકેલ આવી શકે છે. કેમ? તે અંગે વિચારણા કરી રહી છે. જેથી ગઇકાલે તમામ પક્ષકારોને મઘ્યસ્થી દ્વારા આ કેસનો ઉકેલ આવી શકે છે કે કેમ? તે ચકાસવા જણાવ્યું હતું સુપ્રીમે જણાવ્યું હતું કે મઘ્યસ્થી દ્વારા કેસના ઉકેલથી સંબંધો ફરીથી એકવાર સારા બની શકે છે. અયોઘ્યા કેસમાં પક્ષકારો જેવા કે હિન્દુ મહાસભા અને રામલલ્લા બિરાજમાનના વકીલોને મઘ્યસ્થી અને સમાધાનના પ્રયાસોનો વિરોધ કર્યો હતો. જયારે સુન્ની વકફ બોર્ડ, નિમોવીદ અખાડા સહીતના અન્ય મુસ્લીમ પક્ષકારોએ સમાધાનકારી વલણ માટે સંમતિ વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.