Abtak Media Google News

૪૦૦ લોકોને હોમ કવોરન્ટાઇન કરાયાં દર્દી વાવડી ગામે ગયો હોય ત્યાં પણ લોકોને હોમ કવોરન્ટાઇન કરાયાં

કોરોનાના વાઇરસ શહેરમાં ન પ્રવેશ તે માટે આરોગ્ય વિભાગ સહિતની ટીમ આકાશ પાતાળ એક કરી છેલ્લા બે પોણા બે માસથી મેડીકલ ચેકઅપ કરાવી રહી હતી પણ તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી મામાના ઘરે આવેલા પટેલ યુવાનનો રિપોર્ટ પોઝિટીવ આવતા તે વિસ્તારને આરોગ્ય વિગભા દ્વારા સેનેટાઇઝ કરાયો હતો.

શહેરના કોલકી રોડ ઉપર આવેલ ઇસ્કોન સોસાયટી બ્લોક નં.૬ માં રહેતા મનસુખભાઇ ગોરધનભાઇ ગોધસરા નો પુત્ર ચિરાગ અને તેના ફઇનો દિકરો અજય રમેશભાઇ દેત્રોજા તેની પત્ની ચાંદનીબેન સંજયભાઇ દેત્રોજા ગત તા.૧રમીએ મુંબઇથી રાત્રે ઉપલેટા શહેરમાં મામાના ઘરે આવ્યા હતા. અને હોમ કોરોન્ટાઇન થયા હતા. ગઇકાલે અજય દેત્રોજાએ શરદી અને ખાંસીની ફરીયાદ કરતા તમામને ધોરાજી કોરોના રિપોર્ટ માટે મોકલાયા હતા તેમાં અજય દેત્રોજાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર સફાળે જાગ્યું હતું.ગઇકાલે જયાં કોરોના પોઝિટીવ રિપોર્ટ નોંધાયેલો છે તે ઇસ્કોન સોસાયટીમાં તમામ સાત બ્લોક સેનેટાઇઝ કરાયા છે. તેમજ કોરોના સંક્રમિત વિસ્તારમાં તાલુકા મામલતદાર જી.આર. મહાવદિયા આરોગ્ય અધિકારી ડો. હેપી પટેલ અને પીઆઇ વી.એમ. લગારીયાએ પોત પોતાની ટીમોને કામે લગાડી આ વિસ્તારમાં રહેતા ૪૦૦ જેટલા લોકોને હોમ કોરાનાઇ કરી દેવામાં આવ્યા હતા. ઇસ્કોન સોસાયટીમાં કોઇ વ્યકિત અવર જવર ન કરે તે માટે આડા લોખંડના પતરા લગાડી દેવામાં આવ્યા છે. જયારે કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવેલ છે તે અજય રમેશભાઇ દેત્રોજા બોમ્બેથી આવતી વખતે રસ્તામાં તેના મોટા મામાના ગામ વાવડી ગામે પણ ગયેલા હોવાનું જણાવતા વાવડી ગામના સાત લોકો ને ગઇકાલે આરોગ્ય વિભાગે હોમ કોરોન્ટાઇન કર્યા હોવાનું જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ જણાવેલ હતું.

ગઇકાલે જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તે અજય રમેશભાઇ દેત્રોજાની પત્ની તથા તેના  મામાનો દિકરો ચિરાગનો રિપોર્ટ નેગેટીવ આવતા આજે આરોગ્ય વિભાગ દ્વારા ફરી પાછા અજય દેત્રોજાની પત્ની ચાંદનીબેન, મામાનો દિકરો ચિરાગ મનસુખભાઇ ગોધસરા, તેના પપ્પા મનસુખભાઇ ગોરધનભાઇ ગોધસરા, તેની પત્ની પ્રભાબેન મનસુખભાઇ ગોધસરા  તેની પુત્રવધુ તેજલબેન મિલનભાઇ ગોધસરા અને પૌત્રનો આજે ફરી કોરોના રીપોર્ટ કરવામાં આવશે.

ઇસ્કોન સોસાયટીમાં ગઇકાલે ટ્રાવેલીંગ ડિસ્ટ્રી ધરાવતા વ્યકિતને પોઝિટીવ રિપોર્ટ આવતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. અજય રમેશભાઇ દેત્રોજા જયાંથી આવેલ તે મુંબઇ શાંતાકુંજ વિસ્તારમાં કોરોનાના ૧૭૦૦ થી વધારે કેસ નોંધાયા હોય તેને ઘ્યાનમાં લઇ તંત્ર દ્વારા સઘન પગલા લેવાઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.