Abtak Media Google News

સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારોનાં વિદ્યાર્થીઓનું આઈઆઈટી અને એમબીબીએસમાં જવાનું સ્વપ્ન થશે સાકાર

એક સર્વે મુજબ સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે ‚ચિ અને લગન ધરાવે છે. યોગ્ય માર્ગદર્શનનાં અભાવે તેમની શ્રેષ્ઠ કારકિર્દીનું સ્ફફવપ્ન શૂન્ય થઈ જાય છે. આઈઆઈટી, એમબીબીએસ હોય કે સી.એ/ સી.એસ. જેવા કાર્ય માટે કોચિંગ મેળવવા વિદ્યાર્થીઓએ શહેર તરફ વળવું પડે છે. શહેરમાં આવનાર ગ્રામ્ય વિદ્યાર્થીઓ અહીંની લાઈફ સ્ટાઈલથી આકર્ષાઈ પોતાનો અણમોલ અવસર ગુમાવી બેસે છે. પરિણામે તેમના માતા-પિતાનું સ્વપ્ન ચૂર થઈ જાય છે અને વિદ્યાર્થીની કારકિર્દી પર પૂર્ણવિરામ લાગી જાય છે. જોકે શહેરમાં આવી તેમની પાસે ભણવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.

તેવા સમયે રાજકોટ શહેરમાં શ્રેષ્ઠ પરિણામ માટે જાણીતી નામાંકિત સંસ્થા ક્રિસ્ટલ સ્કુલનાં ચેરમેન ડોડીયાનાં માર્ગદર્શન હેઠળ તેમની તજજ્ઞ ટીમ કોટા, મુંબઈ, દિલ્લી જેવા મેટ્રો સીટીમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીએ કોચિંગ સેન્ટરનો સંપર્ક કરી અભ્યાસ કર્યો ત્યારબાદ છેલ્લા ૨૫ વર્ષથી મુંબઈમાં આ ક્ષેત્રમાં મોખરે રહેતું નામ કાલરા-શુકલા કે જેમણે આઈઆઈટી તેમજ એમબીબીએસમાં તેમનો સંપર્ક કરી વિદ્યાર્થીનું શ્રેષ્ઠ ભવિષ્ય બને, તે માટે હોસ્ટેલ સાથેના જ કેમ્પસમાં કોચિંગ માટેનું આયોજન સમજાવ્યું. જોકે ગ્રામ્ય વિદ્યાર્થી હોવાથી વ્યાજબી ફી રાખવાનો તેમનો આગ્રહ સફળ રહ્યો અને વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ અભ્યાસની તક ધરાવતા સેન્ટરની શ‚આત થઈ.

મોટીવેશનલ ગુ‚ કિરણ પટેલે જણાવ્યું કે, ગ્રામ્ય વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ રેન્ક પ્રાપ્ત કરે તેને સફળ બનાવવા માટે ધો.૮ થી જ જેઈઈ/નીટની પ્રોપર તૈયારીની જરૂર પડે તેવા અમારા સંશોધનને શુકલાએ યોગ્ય ઠેરવ્યુ અને હોસ્ટેલ સાથેનાં સંકુલમાં પ્રથમ વખત ધો.૮ થી જ વિદ્યાર્થીની સફળ કારકિર્દી માટેનો જ્ઞાનયજ્ઞ પ્રારંભ થયો છે. કે.એસ.નાં ડાયરેકટર પ્રો.આર.ડી.શુકલાએ જણાવ્યું કે, ભારતભરમાં ચાલતા રહેલા મારા કોચિંગ સેન્ટરોમાંથી ઓછી ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે ડોડીયાએ મને મજબુર કર્યો અને મેં પણ નકકી કર્યું કે બે વર્ષમાં જેઈઈ/નીટ માટે મારે મારી ટીમ દ્વારા બેસ્ટ રીઝલ્ટ આપવું છે.

સીઈએસનાં ચેરમેન ડો.આર.પી.ડોડીયાએ જણાવ્યું કે, નીટ અને જેઈઈ માટેનું સફળ યુનિટ આજે ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટે પ્રયત્નશીલ બન્યું છે ત્યારે આપણે ધો.૮ થી જ આપના સંતાનને યોગ્ય શિક્ષણ આપી તેમનું સ્વપ્ન સાકાર કરીએ. સીઈએસ કેમ્પસ ડાયરેકટર ડો.ડી.બી.નકુમે જણાવ્યું હતું કે, ધો.૧૨માં અભ્યાસ કરતા કે ૧૨ પૂર્ણ કરી નીટ માટેની તૈયારી કરવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓને અમારા સંકુલમાં અમો આવકારીએ છીએ. અહીં શ્રેષ્ઠ સુવિધા સાથેના હોસ્ટેલ સંકુલમાં આયોજનબઘ્ધ શિક્ષણ અચુકપણે આપની સફળ કારકિર્દી માટે ઉપયોગી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.