Abtak Media Google News

આની અસર ડોટ કોમ,ડોટ ઇન, ડોટ ઓઆરજી સહિતની ડોમેન સાથે જોડાયેલી વેબસાઇટ પર પડશે

દુનિયાની મોટાભાગની વેબસાઇટ નહીં કરે કામ

આખી દુનિયાના ઇન્ટરનેટ યુઝર્સએ આવનાર 48 કલાકમાં કોઇપણ સમયે નેટવર્ક ફેલ જેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ટેક એક્સપર્ટ અનુસાર, સાયબર હુમલાનો સામનો કરવા માટે દુનિયાના મુખ્ય ડોમેન સર્વરની મેન્ટેનેન્સ કરવામાં આવશે. દુનિયાના મુખ્ય ડોમેન સર્વરમાં ડોટ કોમ, ડોટ ઇન, ડો ઓઆરજી સહિત જોડાયેલી વેબસાઇટ ડાઉન રહેશે.

– રશિયાના એક ન્યૂઝ પેપર અનુસાર, બધા જ ડોમેન સર્વરનું નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દુરસ્ત કરવામાં આવશે. એવામાં થોડા સમય માટે આખી દુનિયાની મોટાભાગની વેબસાઇટ કામ નહીં કરે.

– ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ નેમ્સ એંડ નંબર્સ (ICANN)મેન્ટેનેન્સ દરમિયાન ક્રિપ્ટોગ્રાફિક કીમાં પરિવર્તન કરશે.

– આનાથી ઇન્ટરનેટ એડ્રેસ બુક અને ડોમેન નેમ સિસ્ટમની સુરક્ષા પ્રણાલી વધારે શક્તિશાળી બનશે. સાથે જ, સાયબર હુમલાની અસર વેબસાઇટ પર પડશે નહીં.

– ICANN અનુસાર, સાયબર હુમલાથી બચવા માટે આ ખૂબ જ જરૂરી પગલું છે. કમ્યુનિકેશન્સ રેગ્યુલેટરી ઓર્થોરિટી (સીઆરએ)એ સ્પષ્ટ કર્યું કે, જો નેટવર્ક ઓપરેટર અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર આ પરિવર્તન માટે તૈયાર નથી થતા તો તેનાથી યુઝર્સ પ્રભાવિત થશે.

– તેમણે જણાવ્યું કે, જો ઇન્ટરનેટ યુઝર્સ જુની આઇએસપી યુઝ કરી રહ્યા છે તો તેમને આગલા 48 કલાક સુધી વેબ પેજ એક્સેસ કરવા અને કોઇપણ પ્રકારના ટ્રાંઝેક્શન કરવામાં મુશ્કેલી થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.