Abtak Media Google News

માનવ શરીર બહુ કોષી સજીવ છે પ્રત્યેક કોષ સાત પ્રકારનાં કાર્યો કરે છે જેવા કે આહાર – ભક્ષણ તથા પાચન શ્ર્વસન ક્રિયા યયાપચ, ઉત્સર્જન કોષ વિકાસ અને વૃઘ્ધિ, કોષ વિભાજન અને સંખ્યા વૃઘ્ધિ : શરીરની રોગ પ્રતિકારક શકિત જ તેને રોગોથી બચાવે છે

માનવની ઉત્પતિ વાનરમાંથી થઇ છે. માણસ એક સામાજીક પ્રાણી છે. પણ તેને આપેલી બુઘ્ધી સમજ તેને વિકાસ કર્યો છે આપણું શરીર તેની આંતરિક તાકાત કુદરતી શ્રેષ્ઠ દેન છે. આપણું શરીર એટલું શ્રેષ્ઠ છે કે આપણે તેને પુરૂ ઓળખી જ નથી શકયા, ખરેખર તો બધાએ પોતાનાં શરીર વિજ્ઞાન વિશે જાણકારી મેળવવી જોઇએ આપણાં શરીરમાં વિવિધ તંત્રો પણ આવેલા છે. તે નિયમિત રીતે વિભિન્ન કાર્યો કરે છે, તેથી આપણું શરીર ચાલે છે. કુદરતે ઇશ્ર્વરે માનવને શ્રેષ્ઠ શરીર આપ્યું છે. તેનું જતન કરવું જોઇએ. આપણાંમાંથી કેટલા પોતાના શરીર પરત્વે સજાગ છે? આપણાં શરીરના તંત્ર પૈકી એકપણ તંત્રમાં ખામી સર્જાય તો મુશ્કેલી ઉભી થાય છે. આપણા શરીરનું ચેતા તંત્ર દરેક તંત્રના નિયમનનું કાર્ય કરે છે. શરીરનાં જુદા જુદા ભાગોમાંથી સંવેદનાઓ પ્રાપ્ત કરી તે મુજબ આજ્ઞા આપવી એ તેનું કાર્ય છે.

સંસ્કૃત શબ્દ ‘જિહ્યા’ માંથી અપભ્રંશ થઇને બનેલો શબ્દ એટલે જીભ તે સ્નાયુઓની બનેલો અવયવ છે. તેમાં એક પણ હાડકું નથી. સ્નાયુને કારણે તેને આડી ઉભી ત્રાસી ઉપર નીચે ફેરવી શકાય છે. એવી જ રીતે આપણું નાક ૧૦ હજારથી વધુ વિવિધ ગંધને પારખી શકે છે, જો કે ઉંમર વધતા આ શકિત નબળી પડે છે. ચામડીમાં પણ બે પડ હોય છે આંતરિક અને બાહ્ય અંદરના પડ સાથે ચેતન તંત્રના છેડા જોડાયેલા હોવાથી સ્પર્શ, પીડા, તાપમાન અને ધ્રુજારી જેવી સંવેદના શરીર અનુભવે છે.

શ્ર્વસન તંત્ર એ સજીવો માટે ઓકિસજન જીવનશકિત છે. શ્ર્વસન તંત્ર હવામાંથી ઓકિસજન લઇને લોહીમાં પહોચાડે છે. આ તંત્રમાં બે નસકોરા, તેનું પોલાણ, કંઠનળી, સ્વરયંત્ર, શ્ર્વાસનળી, શ્ર્વાસ વાહિની અને ફેફસા જેવા અવયવોને સમાવે થાય છે. શરીરનો કાર્બન ડાયોકસાઇડ જેવા હાનીકારક વાયુને બહાર ફેકવાનું મહત્વનું કાર્ય કરે છે. વાતાવરણમાંથી હવા ફેફસા તરફ ખેંચી લાવવાની ક્રિયા એટલે શ્ર્વાસ  જે લેવાથી છાતીનું પોલાણ મોટું થાય છે.

શરીરનું બીજું મહત્વનું તંત્ર એટોલે રૂધિરા ભિસરણ તંત્ર એ હ્રદય ને ધબકતું  રાખે છે. હ્રદયએ એક માત્ર સ્નાયુમય અવયવ હોવા છતાં સમગ્ર વિશ્ર્વમાં એક ખૂબ શકિત શાળી , શકિતદાયક અને ચૈતન્ય સભર પમ્ય છે. તે શરીરનાં તમામ કોષોને ઓકિસજન અને પોષ દ્રવ્યો પહોચાડવાનું કાર્ય કરે છે. શિરાઓ અશુઘ્ધ લોહીને હ્રદય તરફ ધકેલે છે. આ લોહી માટે મહાધમની મારફતે ધમનીઓમાં રૂધિર કોશીકાઓમાં ધકેલાય છે. લોહીનું શુઘ્ધિકરણ ફેફસામાં થાય છે.

આપણાં શરીરની વૃઘ્ધી વિકાસની પ્રક્રિયા પણ અચંબિત કરે તેવી છે. આપણે ખોરાક લઇએ તેમાંથી લોહી બને છે. આપણાં શરીરના અંગો ના નામ તો આપણે જાણતા હોઇએ પણ તેનાં કાર્ષોથી સાવ અજાણ છીએ. જેમ કે આપણા ફેફસા ર૦ લાખ લીટર હવાને ફિલ્ટર કરે છે.

આપણું શરીર દર સેક્ધડે રપ કરોડ નવા સેલ બનાવે છે. તો દરરોજ ર૦૦ અબજથી વધુ રકત કોશિકાઓ ઉત્પન કરે છે. દર વખતે આપણાં શરીરમાં રપ૦૦ અબજ રકત કોષો હોય ને લોહીના એક ટીપામાં રપ કરોડ કોશિકા હોય છે.

તમને જાણીને નવાઇ લાગશે કે આપણાં શરીરમાં લોહી અંદાજે બે લાખ કી.મી. ની મુસાફરી કરે છે. શરીરમાં કુલ ૫.૬ લીટર લોહી દર ર૦ સેક્ધડે એકવારય સમગ્ર શરીરમાં ફરે છે. એવી જ રીતે આપણું હ્રદય દરરોજ એક લાખ વખત ધબકે છે. વરસમાં ૩૦ કરોડથી વધુ વાર ધબકે છે. તેના પમ્પીંગ એટલું પાવર ફુલ છે કે લોહીને ૩૦ ફુટ ઉપર ઉછાળી શકાય છે. માનવની આંખ એક કરોડ રંગો વચ્ચેથી બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. અત્યારના યુગમાં કોઇપણ મશીન આપણી આંખની બરોબરી ન કરી શકે. આપણું નાક તો કુદરતી એ.સી. છે. તે ઠંડીને ગરમને ગરમ હવાને ઠંડી કરે છે. ચેતા તંત્ર તો અજાયબીની જેમ કોઇપણ સુચના ૪૦૦ કી.મી. ની ઝડપે પ્રસારીત કરે છે. આપણાં મગજમાં ૧૦૦ અબજ થી વધુ નર્વ સેલ્સ છે.

આપણે છીંક ખાઇએ ત્યારે ૧પ૦ થી ૩૦૦ કી.મી. સુધી તેની બહાર ફેકાતી ઝડપ હોય છે. જો કે આપણા શરીરમાં ૭૦ ટકા પાણી છે. આ ઉપરાંત સિલિકોન, ફોસ્ફેટ, જસત, કાર્બન, કોબાલ્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને નિકલ જેવા પદાર્થો ૩૦ ટકા હોય છે. તમારા શરીરનું ૧૦ ટકા વજન તમારામાં રહેલા બેકટેરિયાને કારણે છે. શરીરમાં એક ચો.મી. માં ૩ કરોડ બેકટેરીયા હોય છે. આપણું શરીર બેકટેરીયાનું ગોડાઉન છે.

આપણાં દાંત પથ્થર, શીલા જેવા મજબુત છે. મોઢામાં ૧.૭ લિટર લાળ બને છે. જે ખોરાકનું પાચન કરે છે. આપણી જીભ ૧૦ હજાર જેટલી સ્વાદ ગ્રંથીઓને ભિની રાખે છે આપણી આંખની પાંપણ ઝપ કે એટલે પરસેવો બહાર નીકળે ને આંખ ભીની રહે છે. અંગુઠાના નખ ધીરે અને વચ્ચેની આંગણીના નખ ઝડપથી વધે છે. તમે જો દાઢી ન કરાવો તો ૩૦ ફુટ લાંબી થાય છે !! આપણા વજન કરતાઁ ૭ હજાર ગણો ખોરાક જીવન દરમ્યાન ખાય જાય છીએ વાળની માવજત સૌ બહુ કરે છે પણ ૮૦ વાળ તો દરરોજ ખરતા જ હોય છે.

આપણાં શરીરનું જીવન તેની વાતો નિહાળી છે બાળક ગર્ભમાં હોય ત્યાઁ જ સપના જોવાનું ચાલુ કરે છે. ઊંઘનું પણ જીવનમાં બહુ જ મહત્વ છે. તે દરમ્યાન શરીરને ઉર્જા મળે છે. શરીરનાં અંગોને પણ કામમાંથી થોડી રાહત મળે છે. આપણાં શરીરના મુખ્યતંત્રોમાં પાચન, ભ્રમણ, શ્ર્વસન, ઉત્સર્ગ, સ્નાયુ, પ્રજનન, ગ્રંથી, ચેતા અને કંકાલ તંત્ર છે. આપણે રોજ જે ખોરાક લઇએ તેમાંથી કાર્બોહાઇડ્રટ, ચરબી, પ્રોટીન, પાણી, ખનીજ દ્રવ્યો અને વિટામીન મળે છે.

દર મીનીટે હ્રદયના ધબકારા જોઇએ તો જન્મ વખતે ૧૩૦ થી ૧૪૦ દર મિનિટે તે ૧૪ વર્ષ સુધીમાં ૮૦ થી ૯૦ અને ર૧ વર્ષે ૭પ થી ૮૫ અને ત્યારબાદ ૭૦ થી ૭૫ વચ્ચે રહે છે. ઊંઘનું પણ જન્મે ત્યારે રર કલાક તો દર વર્ષે ૧૦ થી ૧ર અને પછી ૭ થી ૮ કલાક થાય છે. પુખ્ત વયનો પુરૂષ-સ્ત્રી દર મીનીટે ૧૬ થી ૧૭ વખત શ્ર્વાસ લે છે. એવી જ રીતે ઉંમર પ્રમાણે હાઇટ પણ હોય છે.શરીરનાં અંગોનું વજન જોઇએ તો હ્રદય ૩૦૦ ગ્રામ, મુત્રપીંડ ૧પ૦ ગ્રામ, બરોડ ૧૭૫ ગ્રામ, ફેફસા ૪૦૦ ગ્રામ, મગજ ૧૪૦૦ ગ્રામ, અને યકૃત ૧૬૫૦ ગ્રામનું હોય છે.

પહેલાની શિક્ષણ પઘ્ધતિમાં ‘શરીર વિજ્ઞાન’ ભણવામાં આવતું આજે તો સિલેબસમાં કયાંય નથી ડોકટર કે મેડીકલ સાયન્સ, શરીરનો અભ્યાસ કરીને વિવિધ સંશોધનો કરે છે. ઓપરેશન વખતે તો સર્જન ડોકટર આપણાં શરીરને વાઢ કાપ કરે છે. આપણું શરીર એક અજાયબી છે તેને જાણો, ઓળખો અને એનું જતન કરો ‘પહેલા સુખ તે જાતે નર્યા’

માનવ શરીરની અદભૂત રચના

  • નર શરીર ૬૪૦ સ્નાયુ આવેલા છે. માદા શરીરમાં સ્નાયુની સંખ્યા એટલી જ હોય છે પણ તે પ્રમાણમાં નાના હોય છે.
  • મગજમાં ૧૦ બિલિયન ચેતાકોષો આવેલા છે. અને સમગ્ર શરીરમાં ચેતા નીલિકા પથરાયેલી હોય છે.
  • ચેતા તંત્રના છેડાઓને એકબીજા સાથે જોડવામાં આવે તો અઢી વખત પૃથ્વીને વિંટાળી શકાય
  • અસ્થિ તંત્ર કંકાલ તંત્રના નામે ઓળખાય છે જેમાં ર૩ર હાડકાનો સમાવેશ થાય છે.
  • દર મિનિટે શરીરમાં ૧ર કરોડ રકત કોષો પેદા થાય છે અને તેટલા જ મૃત્યુ પામે છે.
  • રૂધિરા ભિસકણની જાળને જો લંબાવવામાં આવે તો તેની લંબાઇ દોઢ લાખ કી.મી. થાય છે. જે પૃથ્વી ફરતે ચાર વખત વીંટાળી શકાય.
  • પુખ્તવયની વ્યકિતના વજનથી બારમાં ભાગનું એટલે કે આશરે પ લીટર લોહી તેના શરીરમાં હોય છે.
  • હ્રદયનું વજન પુરૂષમાં ૧૦ થી ૧ર ઓંસ અને સ્ત્રીઓનુ: ૮ થી ૧૦ ઓંસ હોય છે.
  • આપણાં શરીર પરની ચામડીનું વજન ૩ થી ૪ કિલો થાય છે.
  • સમગ્ર શરીરનો ર૧ ચો.મી. વિસ્તાર ચામડીના આવરણથી ઢંકાયેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.