ટીપી સ્કીમ નંબર-૩૨ ને મંજુરી મળતા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ ઝડપથી હાથ ધરાશે

સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ પ્લાનના મહત્વના મુદ્દાઓ અંગે ગહન પરામર્શ કરતા મેયર અને મ્યુ. કમિશનર 

રાજકોટ મહાનગરપાલિકામાં આજે તા.૨૪-૯-૨૦૧૮ નાં રોજ મળેલી બેઠકમાં સ્માર્ટ સિટી એડવાઈઝરી કમિટીની મીટિંગ મળી હતી, જેમાં સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ પ્લાનનાં કી પોઈન્ટસ અંગે ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો, તેમ માન. મેયર  બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

તેઓએ વિશેષમાં એમ કહ્યું હતું કે, રાજ્ય સરકારએ ટીપી સ્કીમ નંબર  ૩૨ ને મંજુરી આપી દેતા હવે રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ પ્લાનના અમલીકરણની પ્રક્રિયા વધુ ઝડપભેર આગળ ધપાવી શકશે. રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ. દ્વારા ટીપી સ્કીમ નંબર-૩૨માં એરિયા બેઇઝ્ડ પ્રોજેક્ટ માટે તૈયાર યેલા માસ્ટર પ્લાનમાં આવરી લેવામાં આવેલા પ્રોજેક્ટસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સને યોજાયેલી બેઠકમાં રાજકોટના શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મીરાણી, ધારાસભ્યઓ  ગોવિંદભાઈ પટેલ,  અરવિંદભાઈ રૈયાણી અને  લાખાભાઈ સાગઠીયા, મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાણી ઉપરાંત અધિકારીઓની ઉપસ્થિતિતમાં સ્માર્ટ સિટી એડવાઈઝરી કમિટી દ્વારા જે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તેમાં, અટલ સરોવર, સેન્ટ્રલ પાર્ક, ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર અને મેનેજમેન્ટ ક્ધવેન્શન એન્ડ એક્ઝીબિશન સેન્ટરની બાબતોનો સમાવેશ થાય છે.

મેયર અને કમિશનરએ વધુમાં કહ્યું હતું કે, રૈયા ટીપી સ્કીમ નંબર  ૩૨ ને મંજુરી મળી જતા હવે રાજકોટ મહાનગરપાલિકા તથા તેની સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ. દ્વારા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઝડપભેર હાથ પર લઇ શકશે.

Loading...