હારની બાજી પલટાવવામાં માહીર બનતી ભારતીય ટીમ

ટીમ ઇન્ડીયા નસીબમાં ‘વિરાટ’

ઉપરા ઉપર બીજી ‘સુપર’ઓવરએ ભારતને ૪-૦ ની લીડ અપાવી !

ભારતીય ટીમ હાલ પાંચ ટી-ર૦ સીરીઝ, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ સીરીજ રમવા માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે આવી પહોંચી છે. ભારતીય ટીમે ટી-૨૦ સીરીઝ હાલ જીતી લીધેલી છે. જેમાં ત્રીજી અને ગઇકાલે રમાયેલા ચોથા ટી-૨૦ મેચ સુપર ઓવરમાં રૂપાંતરીત થઇ હતી. જેમાં બન્ને મેચની સુપર ઓવર ભારતીય ટીમે જીતી મેચ જીતી લીધો હતો. હાલ ભારતીય ટીમ ૪-૦ થી આગળ છે. ચોથા ટી-૨૦ મેચની ‘સુપર’ઓવર શાર્દુલ ઠાકુર દ્વારા ફેંકવામાં આવી હતી.

ન્યુઝીલેન્ડએ ટોચ જીતી ટીમનાં સુકાની ટીમ સાઉદીએ ભારતીય ટીમને બેટીંગ કરવા આમંત્રણ પાઠવ્યું હતું જેમાં ભારતીય ટીમની શરુઅત નબળી રહી હતી.

જેમાં ભારતીય ટીમે ૮૮ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી ટીમ તરફથી છેલ્લે સુધી મનીષ પાંડે વિકેટ ઉપર રહ્યો હતો. અને અર્ધ સદી ફટકારી હતી. ભારતીય ટીમ તરફથી સર્વાધીક મનીષ પાંડે ૫૦ રન, લોકેશ રાહુલ ૩૯ રન, શાર્દુલ ઠાકુર ર૦ રનનું યોગદાન આપ્યું હતું. જયારે નવદિવ સૈનીએ બેટીંગ કરી ર ચોગ્ગા ફટકારી ૧૧ રન નોંધાવ્યા હતા અને ટીમને ૧૬૫ રન સુધી પહોંચાડી હતી.

૧૬૪ રનનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમનની શરુઆત સારી રહી હતી. જેમાં કોલીન મુનરો ૬૪ રન, સેઇફર્ટ ૫૭ રનનું યોગદાન આપ્યું હતું. અને ટીમને વિજય સુધી પહોચાડવામાં મદદરુપ સાબીત થયા હતા. પરંતુ ૨૦મી ઓવર નાખવાં આવેલ શાર્દુલ ઠાકુરની ઓવર સુપર ઓવર સાબીત થઇ હતી. ૧૯મી ઓવરમાં માત્રને માત્ર ૬ રન જ આવી શકયા હતા. જેમાં શાર્દુલ ઠાકુરે ર વિકેટ ઝડપી હતી. ઓવરમાં

પ્રથમ બોલ પર રોસ ટેલર શ્રેયસ ઐયરના હાથે કેચ આઉટ થયો હતો. જયારે બીજા બોલ પર ડેરીલ મીચેલે ચોગ્ગો ફટકાર્યો હતો. ત્રીજા બોલ પર સેઇફર્ટ રન આઉટ થતા ન્યુઝીલેન્ડ ડ્રો તરફ ભણી હતી. ચોથા બોલ પર માત્રને માત્ર ૧ રન કરી, પાંચમાં અને છઠ્ઠા બોલ પર વિકેટો પડતા સુપરઓવરમાં રુપાંતરીક થયો હતો. જેમાં ફરીથી ટીમ ઇન્ડીયા નસીબવંતુ સાબીત થયું હતું. સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડની હાર થતાં તે સતત સાતમી વખત સુપર ઓવરમાં હાર્યુ છે.

આગામી ટી-ર૦ વિશ્વકપમાં મનીષ પાંડેનું ટીમમાં સ્થાન નિશ્ચિત

હાલ ટીમ ઇન્ડીયા આગામી સમયમાં ઓસ્ટ્રેલીયામાં રમાવવા જઇ રહેલા ટી-ર૦ વિશ્વકપ માટે તૈયારીઓ કરી રહ્યું છે. સાથો સાથ ટીમ મેન્જમેન્ટ પણ અનેક વિધ ખેલાડીઓ ઉપર પ્રયોગ કરતું નજરે પડે છે. વોશિંગ્ટન સુંદર, નવદિપ સૈની બાદ હવે મનીષ પાંડેનું પણ વિશ્વકપમાં રમવાનું નિશ્ચિત થઇ ગયું હોઇ તેવું લાગી રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ દ્વારા અનેક વિધ વખત મનીષ પાંડુેને તક વન-ડે અને ટી-૨૦ માં આપવામાં આવી છે. પરંતુ વન-ડેમાં પ્રદર્શનમાં ઉતાર ચડાવ જોતા તેનું ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ બનવું છે. ત્યારે ટી-ર૦ માં જયારે મનીષ પાંડેને ટીમમાં સ્થાન મળ્યુ, ત્યારે તેને તે તક ઉપાડી લીધી હોઇ તેવું લાગી રહ્યું છે. હાલ ટી-ર૦ માં મનીષ પાંડેનું જે પ્રદશર્ન જોવા મળી રહ્યું  છે. તેનાથી એ વાત સ્પષ્ટ છે કે આગામી વિશ્વકપમાં મનીષ પાંડેનું રમવું નિશ્ચિત  થઇ ગયું છે. ત્યારે દિન-પ્રતિદિન મેચમાં મનીષ તેનું ઉજજવળ પ્રદર્શન કરતો નજરે પડે છે. જો ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને પુરતી તક આપવામાં આવે તો તે ટીમ માટે અત્યંત ઉપયોગી સાબીત થઇ શકે છે.

ક્રિકેટરોની પસંદગી કરવા માટે મદનલાલ, આર.પી.સિંહ અને સુલક્ષણા નાઇકની નિયુકિતી

બીસીસીઆઇએ ક્રિકેટરોની પસંદગી કરવા માટે સીએસીની રચના કરવામાં આવી છે. ત્યારે બીસીસીઆઇ ના સેક્રેટરી જય શાહએ સીએસીમાં ભૂતપૂર્વ ક્રિકેટ મદનલાલ, આર.પી.સિંહ અને સુલક્ષણા નાઇકની નિયુકિત કરી છે. આર.પી.સિંહ પહેલા બીસીસીઆઇ તેના સ્થાન પર ગૌતમ ગંભીરને સમાવવાનો વિચાર કરી રહ્યું હતું. પરંતુ સંસદ સત્ર શરુ થયેલું હોવાથી આર.પી.સિંહને સીએસીમાં સ્થાન મળ્યું છે. સીએસીમાં નિયુકત થયેલા સભ્યો એક વર્ષ સુધી તેમાં તેની ફરજ બજાવાશે. હાલ ક્રિકેટ એડવાઇઝરી કમીટીમાં જે સભ્યોની નિયુકિત કરાઇ છે. તેમાં મદનલાલ ૬૮ વર્ષ, આર.પી.સિંહ ૩૪ વર્ષ, અને સુલક્ષણા નાઇક ૪૧ વર્ષની વયનાં છે.

સીએસીમાં નિયુકિતમાં આશરે ર માસ જેટલો સમય લાગ્યો છે. જેનું કારણ એ છે કે આ પદ માટે નિવિવાદીત ખેલાડીઓની પસંદગી કરવાની હતી. આ પૂર્વે સીએસીમાં કપીલ દેવ, અનશુમન ગાયકવાડ અને રંગાસ્વામી હતા પરંતુ તેઓ નિવૃત થતા સીએસીમાં જગ્યા ખાલી પી હતી જેને ભરવા બીસીસીઆઇને ર માસનો સમય લાગ્યો હતો. મદનલાલે તેના કરીયરમાં ૩૯ ટેસ્ટમાં ૭૧ વિકેટ, ૬૭ વન-ડેમાં ૭૩ વિકેટ ઝડપી હતી. આ પ્રસંગે આર.પી.સિંહ ૧૪ ટેસ્ટમાં ૪૦ વિકેટ, ૫૮ વન-ડેમાં ૬૯ વિકેટ જયારે ૨૦ ટી-ર૦ માં ૧પ વિકેટ ઝડપી હતી. આર.પી.સિંહ ૨૦૦૭ માં સાઉથ આફ્રિકામાં રમાયેલા વિશ્ર્વકથમાં ટીમનો સભ્ય હતો.

Loading...