Abtak Media Google News

૧૬ જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આગામી ૩૦ મેથી ૧૪ જુલાઈ દરમિયાન રમાનારા ક્રિકેટ વર્લ્ડકપની ટીમો ધીમે ધીમે જાહેર થઈ રહી છે. ત્યારે ભારતીય ટીમની પસંદગી આગામી ૧૫ એપ્રિલનાં રોજ મુંબાઈમાં થવાની છે. ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ માટેની ટીમ જાહેર કરી દીધી છે. આ વર્ષે વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે ૫ જૂનનાં રોજ રમાશે. જ્યારે કટ્ટર હરિફ ગણાતા પાકિસ્તાન સાથે ૧૬ જૂને ટક્કર થવાની છે. ભારત અત્યારસુધીમાં કપિલદેવની કેપ્ટન્સીમાં ૧૯૮૩ અને ધોનીની કેપ્ટન્સીમાં ૨૦૧૧માં વર્લ્ડકપ જીતી ચુકી છે. હવે વિરાટની કેપ્ટન્સી વાળી ટીમ ઈન્ડિયા ૮ વર્ષે ફરીથી ચેમ્પિયન બનવાના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે.

ભારતીય ટીમ વર્લ્ડકપ પહેલાં ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ વિરૂધ્ધ વોર્મઅપ મેચ રમશે. ન્યૂઝિલેન્ડ ૨૫ મે અને બાંગ્લાદેશ ૨૮મેના રોજ કાર્ડિફમાં વોર્મએપ મેચ રમશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડકપની લીગ મેચમાં કુલ નવ મેચ રમશે.

ગઈ વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે

આ વખતે વર્લ્ડકપમાં કુલ મળીને ૪૬ દિવસમાં ૪૮ મેચ રમાશે. જેમાં સેમિફાઈનલ અને ફાઈનલ મેચ પણ સામેલ હશે. ગત વર્લ્ડકપની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાની મેચ ૧ જૂને અફઘાનિસ્તાન સામે થવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.