ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાને ઓફ સ્ટમ્પ બહાર બાંધી દેતા બાજી ૩૩૮માં સમેટાઈ

ભારત ૪૦૦ રન કરી ડ્રાઇવિંગ સિટ પર બેસી શકશે?

ભારત માટે રવિન્દ્ર જાડેજાએ ચાર, બુમરાહ-સૈનીએ ૨-૨ અને સિરાજે ૧ વિકેટ લીધી: સ્ટીવ સ્મિથે ટેસ્ટ કારકિર્દીની ૨૭મી સદી ફટકારી

સિડની ટેસ્ટના આજે બીજા દિવસે ભારતીય બોલરોએ રંગ રાખતા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ઓફ સ્ટમ્પ બહાર જ બોલિંગ કરી બાંધી દેતા બાજી ૩૩૮ રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતીય બોલરોએ પ્રથમ દિવસે મિડલ લેગમાં જ બોલીગ કરી હતી આ ભૂલને કારણે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો સરળતાથી રમી શક્યા અને ફક્ત બે જ વિકેટ ગુમાવી. જો કે આજે આ ભૂલ ભારતીય બોલરોએ સુધારી લીધી અને ઓફ સ્ટમ્પમાં બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયા માત્ર ૩૩૮ રનમાં સમેટાઈ ગઈ. જો કે હવે જો ભારત પોતાની પ્રથમ ઇનિંગમાં ૪૦૦ કરે તો ડ્રાઇવીંગ શીટ પર બેસી જશે કેમ કે ભારતને ૫૦થી વધુ રનની લીડ મળશે. બીજીબાજું વરસાદને કારણે પિચમાં હજુ સ્વીગ જોવા મળ્યો નથી આવતીકાલથી પીચ નબળી પડશે. ભારતે કાલે ટી ટાઈમ સુધીમાં ૪૦૦ રન કરવાના લક્ષયાંક સાથે અને બીજી ઇનિંગ્સને ધ્યાને લઈને જ રમવું પડશે.

ભારતીય બોલરોએ પ્રથમ દિવસની ભૂલ સુધારી લેતા આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને અંકુશમાં રાખવા સફળ રહયા હતા અને ભારતે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં સારી શ‚આત કરતા વિના વિકેટ ૫૦ રન બનાવી લીધા હતા.

ઓસ્ટ્રેલિયા ભારત સામે પ્રથમ ઇનિંગ્સમાં ૩૩૮ રનમાં ઓલઆઉટ થયું છે. સ્ટીવ સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની ૨૭મી સદી ફટકારતા ૨૨૬ બોલમાં ૧૬ ફોરની મદદથી ૧૩૧ રન કર્યા હતા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ ૪, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈનીએ ૨-૨, જ્યારે મોહમ્મદ સિરાજે ૧ વિકેટ લીધી છે.સ્મિથ સિવાય માર્નસ લબુશેને ૯૧, વિલ પુકોવ્સ્કીએ ૬૨ અને મિચેલ સ્ટાર્કે ૨૪ રનનું યોગદાન આપ્યું. અન્ય કોઈ બેટ્સમેન ૨૦ રનનો આંક વટાવી શક્યો નહોતો, પાંચ કાંગારું બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા. જાડેજાએ ડાયરેક્ટ થ્રો મારીને સ્મિથને રનઆઉટ કર્યો.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને ભારતીય ટીમ વિરુદ્ધ ટેસ્ટમાં પોતાના જ ઘરઆંગણે સદી મારી હોય તેવું ૬ વર્ષ પછી બન્યું છે. છેલ્લે કાંગારું વતી ૬ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સ્ટીવ સ્મિથે જ સિડની ખાતે ૧૧૭ રન કર્યા હતા. તે પછી છેલ્લા ૬ વર્ષમાં ઓસ્ટ્રેલિયાના કોઈપણ ખેલાડીએ ભારત વિરુદ્ધ પોતાના જ ઘરઆંગણે સદી મારી નહોતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે અત્યારે ચાલતી મેચ સહિત ઓસ્ટ્રેલિયામાં ૭ ટેસ્ટ રમાઈ છે.

Loading...