ભારતીય સેના વોટ્સએપના સ્થાને સ્વદેશી મેસેજિંગ એપ ‘સાઈ’નો ઉપયોગ કરશે

ડેટા લિકના આક્ષેપો વચ્ચે ભારતીય સેનાના કર્નલે તૈયાર કરેલી આ એપનો ઉપયોગ સેનાના જવાનો જ કરી શકશે

સિક્યોર મેસેજિંગ માટે ભારતીય સેનાએ હવે પોતાની સ્વદેશી એપ ’સાઈ’ ડેવલપ કરી છે. આ એપને સેનાના જ એક કર્નલે તૈયાર કરી લીધી છે અને તે વોટ્સએપ, ટેલીગ્રામની જેમ જ કામ કરે છે. સેનાએ આ એપનું આઈપીઆર પોતાના નામે કરવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી સેનામાં મોબાઈલ પર મેસેજ કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે.

આત્મનિર્ભર ભારત તરફ આગળ વધતા ભારતીય સેનાએ એક સરળ અને સુરક્ષિત સંદેશાત્મક એપ્લિકેશન વિકસાવી છે. તેનું નામ ’સાઈ’ છે. આ એપ્લિકેશન, ઇન્ટરનેટ દ્વારા એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર સેવાઓનો અંત લાવવાનું સમર્થન કરે છે. આ મેસેન્જિંગ સર્વિસનો ઉપયોગ માત્ર સેનાના જવાનો જ કરી શકશે.

વોટ્સએપ, ફેસબુક કે ગૂગલ જેવા ઇન્ટરનેટ પ્લેટફોર્મ માસિક ડેટા ચોરાઈ જવાનો ડર હંમેશા રહેતો હોય છે સોશિયલ મીડિયાના મગરમચ્છો ભારતીયોનો ડેટા ચોરી અન્ય સ્થળે ગેરઉપયોગ કરે તેવી ભીતિ સેવાય છે. સોશિયલ મીડિયા ઉપર આ બાબતે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અનેક પ્રશ્નો ઉઠી ચુક્યા છે આવા આ સંજોગોમાં હવે ભારતીય સેનાએ ઘરઆંગણે જ વોટ્સએપ કે ટેલિગ્રામને ટક્કર આપે તેવી સોશિયલ મેસેજિંગ સર્વિસ નો પ્રારંભ કર્યો છે ભારતીય સેનાએ વિકસિત કરી હોવાથી આ મેસેજિંગ એપ્લિકેશન સુરક્ષા ઉપર કોઈ પ્રશ્ન ઉઠી શકે નહીં અત્યાર સુધી વોટ્સએપ કે ફેસબુકના ડેટા લીક થતાં હોવાનું અવારનવાર આક્ષેપો થતા હતા.

ભારતીય સેનાના જવાનો અને ફેસબુકમાં અથવા વોટ્સએપમાં થી જાણકારી આપવાથી બચવુ જોઈએ એવો આગ્રહ રખાતો હતો. વિશ્વસનીયતા હોવાના કારણે અનેક પ્રશ્નો ઉભા થયા હતા ત્યારે ઇન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ફોર્સ દ્વારા ટેકનોલોજી તૈયાર કરવામાં આવી છે.

Loading...