Abtak Media Google News

એલઓસીમાં સીઝ ફાયરનો ભંગ કરી આતંકીઓ ઘુસાડવાના પાક.ના નાપાક ષડયંત્રનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ: પાકિસ્તાન આર્મી ઘુટણીએ ન પડે ત્યાં સુધી દબાવ જાળવી રાખવા તખતો ગોઠવાયો

જમ્મુ-કાશ્મીરની એલઓસી નજીક ભારતીય સેના પાકિસ્તાન તરફી તી આતંકી પ્રવૃતિઓનો જડબાતોડ જવાબ આપી રહી છે. અવાર-નવાર પાકિસ્તાની આતંકીઓ ભારતની સરહદમાં ઘુસવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન સફળ બનાવવા પાકિસ્તાનનું સૈન્ય સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવાની નાપાક હરકત કરતું હોય છે. જો કે, ભારતીય સૈન્ય સીઝ ફાયરનો પાકિસ્તાનને કળ ન વળે તેવો જવાબ આપી રહી છે.

એકંદરે ભારતીય સેનાએ પાકિસ્તાનને દરેક મામલે ઘેરી લીધુ છે. પાકિસ્તાનની સેના ઉપર દબાવ બનાવી રાખવાના દરેક પ્રયત્નો થાય છે. પાકિસ્તાન ઘૂંટણીએ ન પડી જાય ત્યાં સુધી જડબાતોડ જવાબ આપવાની તૈયારી ભારતીય સેનાની છે. ભારતીય સેનાનો ભરડો પાકિસ્તાન કયાં સુધી સહન કરી શકે છે તે ટોચના અધિકારીઓ જોઈ રહ્યાં છે.

ભારતીય સેનાની કાર્યવાહીી ઘવાયેલું પાકિસ્તાન ટૂંક સમયમાં શાંતિ પ્રસ્તાવ માટે આગળ આવશે તેવી દલીલો ઈ રહી છે. એલઓસી નજીક સનિકોને અન્ય સ્ળે ખસેડી પાકિસ્તાનના ગોળીબારનો જવાબ આપવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરની ૭૭૮ કિ.મી.ની એલઓસી તેમજ ૧૯૮ કિ.મી.ની ઈન્ટરનેશનલ બોર્ડરમાં પાકિસ્તાનને હંફાવવા માટે ભારતીય સેનાએ તમામ તૈયારીઓ કરી છે.તાજેતરમાં જ સૈન્યના ટોચના અધિકારીએ કહ્યું હતું કે, એલઓસી નજીકના લોન્ચ પેડ ખાતે ૩૦૦ ી ૪૦૦ આતંકવાદીઓ ભારતની સરહદમાં ઘુસવાની વેતરણમાં છે. આ આતંકીઓને પાકિસ્તાની આર્મીનો ટેકો છે. એલઓસીમાં સીઝ ફાયરનો ભંગ કરી ગોળીબાર ચાલુ રાખી આતંકીઓને અંદર ઘુસાડવાના નાપાક પ્રયત્નો થઈ રહ્યાં છે. જો કે, ભારતીય સેના આ ષડયંત્રને સમજે છે અને તેનો જવાબ આપી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.