સુરેન્દ્રનગર ખાતે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

68
the-independence-day-was-celebrated-at-surendranagar-on-5th
the-independence-day-was-celebrated-at-surendranagar-on-5th

ચુડામાં મંત્રી જવાહર ચાવડાએ ત્રિરંગો લહેરાવી સલામી આપી સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારી વિજય પટ્ટણીએ કર્યું ધ્વજ વંદન

ભારત વર્ષના ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાનાચુડા ખાતે આજે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહર ચાવડાએરાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી.

આ પ્રસંગે મંત્રી જવાહર ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યુંહતું કે, રાજ્યની સંવેદનશીલ અને નિર્ણાયક સરકારે છેલ્લા ૩ વર્ષમાં ૬૦૦જેટલા જનહિતલક્ષી નિર્ણયો લઈને ગુજરાતના વિકાસની ગતિને તેજબનાવી છે. આ સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ૨૯લાખ જેટલા ખેડૂતોને બે હપ્તામાં રૂપિયા ૧૧૩૫ કરોડ ચૂકવ્યા છે. રાજ્યનાખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. આમાટે ૫૦૦ કરોડનું રીવોલ્વીંગ ફંડ પણ ઊભું કરવામાં આવ્યું છે. રાજયના ૯૬અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતોને રૂપિયા ૨૨૮૫ કરોડની ઈનપુટ સહાય આપીનેસરકાર ખેડૂતોની વિકટ પરિસ્થિતિમાં તેમની પડખે ઉભી રહી છે.

the-independence-day-was-celebrated-at-surendranagar-on-5th

મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, ગુજરાતની પાણીદાર સરકારે જળસંચય,જળ સંવર્ધન અને જળ વિતરણ નું શ્રેષ્ઠ ઉદાહરણ સમગ્ર રાષ્ટ્રને પૂરું પાડયુછે. સૌની યોજના દ્વારા રાજ્યના ૧૧૫ ડેમોમાં નર્મદાના નીર પહોંચ્યા છે.સુજલામ – સુફલામ જળ અભિયાન થકી ૨૪,૫૦૦ લાખ ઘન ફુટ જેટલીજળસંગ્રહ ક્ષમતાનો વધારો થયો છે.

પ્રાંત અધિકારી વિજય પટ્ટણીએ દેશની આઝાદીનાલડવૈયાઓ-શહીદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્રારા ૭૩માં સ્વાતંત્ર્ય દિનની સુરેન્દ્રનગર સ્થિત જવાહર ગ્રાઉન્ડ ખાતે શાનદાર રીતેઉજવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી વિજય પટ્ટણીએરાષ્ટ્રધ્વજને સલામી આપી  રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરિક્ષણ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં શાળાઓના બાળકોએ દેશભક્તિ ને લગતા સાંસ્કૃતિકકાર્યક્રમ રજૂ કર્યા હતા સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી પ્રસંગે લોકસભાનાસાંસદ ડો મહેન્દ્રભાઈ મુંજપુર, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જિલ્લાપંચાયતના પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, જિલ્લા કલેકટર કે. રાજેશ, જિલ્લાવિકાસ અધિકારી રાજેશકુમાર રાજ્યગુરુ, જિલ્લા પોલીસ અધિક્ષકમહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટર એન. ડી. ઝાલા, પ્રાંતઅધિકારી ભવ્ય વર્મા, ગુજરાત રાજ્ય હાથશાળ વિકાસ નિગમનાચેરમેન શંકરભાઈ દલવાડી, અગ્રણી શંકરભાઈ વેગડ, મહેશભાઈમકવાણા સહિત પદાધિકારીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ,નગરશ્રેષ્ઠીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Loading...