Abtak Media Google News

કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષનાં બજેટમાં ખેડૂતોનાં પાકના ભાવોને લઇને ખુબ મોટો નિર્ણય લેતા નક્કી કરેલ છે કે ખેડુતોને તેના ખર્ચના દોઢ ગણા લેખે  ટેકાના ભાવ આપવામાં આવશે. આ નિર્ણયને અમલમાં મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા મુખ્ય પાકોનાં ટેકાના ભાવમાં વધારો કરતો નિર્ણય કરેલ છે. આ અંગેના એક નિવેદનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવેલ છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં સરકારનાં નિર્ણયને હાંસલ કરવા માટેનું આ એક મહત્વનું પગલુ બની રહેશે.

ખેડૂતોની આવક બમણી કરવા તા ખેતીને પોષણક્ષમ બનાવવા સરકારે જુદા જુદા આયામો પર કામ કરેલ છે,જેમા ઉત્પાદન ખર્ચ ધટાડવું,ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી, ખેત-પેદાશોના ભાવ વધારવા તા કૃષિ સંલગ્ન વૈકલ્પિક વ્યવસાય દ્વારા આવકનાં સ્ત્રોત ઉભા કરવા. આ લક્ષ્યાંકોને હાંસલ કરવા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કૃષિ સંપદા યોજના, નીમ કોટેડ યુરિયા, પશુપાલન અને મત્સ્ય ઉધોગ માટે કિસાન ક્રેડિટ કાર્ડ, એપી.એમ.સી.ને  ઇ-નામ સો જોડવી, પોસ્ટ હાર્વેસ્ટીંગ સુવિધા ઉભી કરવી, કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશનની સુવિધા વધારવી, ફુડ પાર્કની સપના જેવા અનેક કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. રવિ પાકોનાં ટેકાનાં ભાવમાં થયેલ વધારાી ખેડુતોને વધુ આવક મળશે તા વાવેતર કરવાનો નિર્ણય કરવામાં પણ મદદ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.