Abtak Media Google News

કી – નોટ સ્પીકર તરીકે વિખ્યાત વૈજ્ઞાનિક સી.એમ. નોટીયાલ, દેશના મેથ્સ ગુરુ ડો.બી.એન.રાવ, વૈજ્ઞાનિક જે.જે. રાવલની ખાસ ઉપસ્થિતિ: મુખ્ય મહેમાન તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વમુની અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનકુમાર પેથાણી હાજર રહયા

એ.પી.જે. અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયન્ટીસ્ટ – રાજસ્થાન દ્વારા ઓલ ઈન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબના નેજા હેઠળ રાજકોટની અર્પિત એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટમાં આજથી ૨ દિવસીય ૧૩માં નેશનલ મેથ્સ ક્ધવેન્શનનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાત સહિત દેશના ૧૮ રાજ્યોમાંથી ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેથ્સ મોડેલ, મેથ્સ પઝલ, મેથ્સ ક્વિઝ, મેથ્સ રિલે, વેદિક મેથ્સ અને પેપર પ્રેઝેન્ટેશન યોજાયી હતી. કી – નોટ સ્પીકર તરીકે વિખ્યાત વૈજ્ઞાનિક સી.એમ.નોટીયાલ, મેથ્સ ગુરુ ઓફ ઈન્ડિયા ડો.બી.એન.રાવ અને વૈજ્ઞાનિક ડો.જે.જે. રાવલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. આજના પ્રથમ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અપૂર્વમુનિ સ્વામી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનકુમાર પેથાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયન્સ ફેકલટીના અધરધેન ડીન ડો.ગીરીશ ભીમાણી પણ હાજર રહ્યા હતા.

Img 20190209 Wa0006 1

આ કાર્યક્રમના ત્રિવેણી સંગમમાં ૧૩વિં મેથ્સ કન્વેશન, ઈન્ટરનેશનલ સેમિનાર અને નેશનલ સાયન્સ ટેક ફેસ્ટાનો સમાવેશ થાય છે. આજના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર નરેન્દ્રભાઈ સીનોજીયા દ્વારા સમગ્ર વિશ્વ માંથી પધારેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમજ સમગ્ર દેશમાંથી પધારેલા વિવિદ્ય રાજ્યોના શિક્ષકોને બેસ્ટ ટીચર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.મેથ્સ, સાયન્સ અને એન્જીનિયરીંગની સ્પર્ધાઓ એન્જીનિયરીંગમાં રોબો રેસ, રોબો વોર, ઓટો કેડ, ૨ઉપ્લાન ઓટો કેડ, વેબ ડિઝાઇન, મોલેક્યુલર મોડેલ, રોકેટ લોન્ચ, પેપર એન્ડ પોસ્ટર પ્રેઝન્ટેશન, પ્રોજેકટ એન્ડ મોડેલ પ્રેઝન્ટેશન, કેમેસ્ટ્રીમાં ડ્રગ ફૂડ એનાલિસીસ, ગ્રીન કેમેસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઅલ કેમેસ્ટ્રી, ફિઝીક્સમાં ન્યુક્લિયર ફિઝીક્સ, ક્રિસટલોગ્રાફી, ઈલેક્ટ્રોનિક પ્રોજેકટ, મેથ્સમાં પ્યોર એન્ડ એપ્લાયડ મેથેમેટીક્સ, લાઈફ સાયન્સમાં માઈક્રોબાયોલોજી, બોટની એન્ડ ઝૂલોજી અને મોડેલ સાયન્સમાં તમામ વિષયના પેપર – પોસ્ટર પ્રેઝન્ટેશન અને પ્રોજેકટ એન્ડ મોડેલ પ્રેઝન્ટેશન યોજાયા હતા.૧૩માં મેથ્સ કન્વેન્શનમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, ઉતરપ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તિસગઢ, કેરાલા, હરિયાણા, દીવ – દમણ, ઉતરાખંડ, કર્ણાટક, તામિલનાડુ, આસામ અને હિમાચલપ્રદેશમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવ્યા હતા.

Img 20190209 Wa0044

બીજા રાજ્યની તુલનામાં ગુજરાત ગણિત વિષયમાં અગ્રેસર: મેથ્સ ગુરુ ડો.બી.એન રાવ

Img 20190209 Wa0037 મેથ્સ ગુરૂ ઓફ ઇન્ડિયા ડો.બી.એન.રાવએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બીજા રાજ્યની તુલનામાં ગુજરાત ગણિત વીષયમાં વિદ્યાર્થીઓ અગ્રેસર છે. હું આજે સવારે એક સ્કૂલમાં ગયો ત્યારે જોયું કે અહીંના વિદ્યાર્થીઓના ફેસ પર એક અલગ જ સ્મિત છે ગણિત વીષય માટે અને ખાસ તો શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જે ગણિતની ફોર્મ્યુલા દર્શાવવામાં આવે છે તે સરાહનીય છે જેથી વિદ્યાર્થીઓ કોઈપણ મોટો સમ કે પ્રમય સરળતાથી કરી શકે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હું છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા અનેક રાજ્યોમાં જાવ છું પણ ગુજરાતમાં જે રીતે વિદ્યાર્થીઓ ગણીત પ્રત્યે રુચિ ધરાવે છે તે ખુબજ સરાહનીય છે.

ગણિત અને વિજ્ઞાન વિના દેશનો વિકાસ અશક્ય: વૈજ્ઞાનિક સી.એમ. નોટીયાલ

Img 20190209 Wa0036

સ્પીકર તરીકે પ્રખ્યાત વૈજ્ઞાનિક સી.એમ. નોટિયાલે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગણિત અને વિજ્ઞાન વિના દેશનો વિકાસ કરવો અશક્ય છે. કોઈ વિકસિત દેશને જોવામાં આવે તો જે દેશ વિજ્ઞાન અને ગણિત ક્ષેત્રે આગળ વધ્યો છે તે દેશ અત્યારે ટોપ પર છે અને સુરક્ષિત પણ છે. ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબ અને અર્પિત ઇન્સ્ટિટ્યૂટનો આ પ્રયાસ ક જેથી વિદ્યાર્થીઓમાં રહેલી ગાણિતીક અને વૈજ્ઞાનીક આવડતો બહાર આવશે અને અહીંયા ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિક અને ડોક્ટર કે એન્જીનીયર અને તેવી આશા છે.

ગણિત અને વિજ્ઞાન વિના દુનિયા ચાલી જ ન શકે: વૈજ્ઞાનિક ડો.જે.જે.રાવલ

Img 20190209 Wa0038

વૈજ્ઞાનિક ડો.જે.જે.રાવલે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબ સાથે વર્ષોથી જોડાયેલો છું. મને આજે બોવ આનંદ થાય છે કેમ કે જે કામ અર્પિત કોલેજ અને જોશીભાઈ કરી રહ્યા છે તે ખુબજ સરાહનીય છે. આજથી ૧૦ હજાર વર્ષ પહેલાં આપડા ગણીતશાસ્ત્રીઓએ પાયો નાખ્યો અને તેમની દેનથી જ ભારત આજે આગળ છે. ગણિત વિદ્યાર્થીઓની સમજવાની શક્તિને બુસ્ટ આપે છે. દેશભરમાં ગણિતની શિક્ષા પદ્ધતિ બદલવાની ખૂબ જ જરૂર છે. માતા પિતાએ પણ પોતાના બાળકોને ગણિત પ્રત્યે નાનપણથી જ આગળ કરવા જોઇએ કેમ કે બાળક જો ગણિત વીષયમાં પાકો હશે તો બધા જ વિષયમાં હોશિયાર થશે. મેથેમેટિક્સને આગળ કરવા આવા ક્ધવેશન સતત થતા રહે તેવું હું ઇરછું છું.

વિદ્યાર્થીઓમાં રહેલી ગાણિતિક આવડતો બહાર આવે તે માટે મેથ્સ કન્વેન્શનનું આયોજન કરાયું: નરેન્દ્ર સીણોજીયા

Img 20190209 Wa0035

રાજકોટની અર્પિત ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના મેનેજીંગ ડાયરેક્ટર નરેન્દ્રભાઈ સિણોજીયા જણાવે છે કે, વિદ્યાર્થીઓને પાયાનું ગણિતનું જ્ઞાન મળે, ગણિતના એક્સ્ટ્રા નોલેજ માટેની તક ઊભી થાય, ગણિત વધુ સરળ, રસપ્રદ, મનોરંજક, અસરકારક અને લાંબાગાળા સુધી યાદ રહે, ગણિતના વિષયમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા સવાલોનું નિરાકરણ થાય અને દેશભરના વિદ્યાર્થીઓમાં રહેલી ગાણિતિક આવડતો બહાર આવે તે માટે નેશનલ મેથ્સ ક્ધવેન્શન યોજાઇ રહી છે. જેમાં જુનિયર કેટેગરીમાં ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે મેથ્સ મોડેલ અને પઝલની સ્પર્ધા તથા ક્વિઝ, સિનિયર કેટેગરીમાં ધો. ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે મેથ્સ મોડેલ, પઝલ ઇવેન્ટ, મેથ્સ ક્વિઝ, મેથ્સ રિલે અને વેદિક મેથ્સ તથા શિક્ષકો માટે પેપર પ્રેઝેન્ટેશન યોજાશે. આ તકે ગેસ્ટ ઓફ ઓનર તરીકે પ્રમુખ ડો.દિપક સિન્હા, બેંગલુરુના ગણિતજ્ઞ એમ.એન.કડાપટ્ટી, તેલંગાણાથી ડો.પી.નરેન્દ્રસ્વામી, રાજ્યના રોમન સાયન્સ એન્ડ ટેકનોલોજીના ચેરમેન ડો.ચંદ્રમૌલી જોશી અનેસૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધરધેન ડિન ડો. ગિરીશ ભિમાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મેથ્સ ક્ધવેન્શનમાં ઇવેન્ટ મુજબ પ્રથમ ત્રણ વિજેતાને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.