Abtak Media Google News

ઘંટીયા પ્રાથમિક શાળાનાં છાત્રોની “ઓસમ ડુંગરે કિલ્લોલ !!

બાળક તેના આસપાસનાં વાતાવરણ અને કુદરતનાં ખોળે ‘પર્યાવરણ’માં સૌથી વધુ શિક્ષણ મેળવે છે: વૃક્ષો-તળાવો-પક્ષીઓનાં પ્રાકૃતિક વાતાવરણમાંથી શિક્ષણ મેળવે છે

નાનક્ડા હોય અને ‘મામા’ની ઘરે વેકેશનમાં જઈએ ને મજા કરીએ તે આપણા જીવનમાં પ્રવાસની શરૂઆત છે. પ્રાથમિક શાળામાં જયારે દાખલ થઈએ ને કલાસ આખો નાના મોટા પ્રવાસે જાય ત્યારે મિત્રો સાથે ‘ભાઈચારા’જેવા ગુણો ખીલવતા વસ્તુની સાચવણ, ઘરથી દૂર એકલા પ્રથમવાર બહાર જવું, એક બીજા સાથે બોલ-ચાલ જેવા વિવિધ ગુણોનું સિંચન થતું જોવા મળે છે. સ્થાનિક પ્રવાસ અને વન-ડે પ્રવાસ સાથે રાત્રીરોકાણનાં પ્રાથમિક શાળાનાં પ્રવાસનું અનેરૂ મહત્વ છે. શાળા સ્ટાફ જુદા જુદા ધોરણનાં મિત્રોની વિશાળ ટોળી પ્રવાસમાં આનંદોત્સવ કરતા કરતા જીવનમા શિક્ષણનાં અનેક પાસાઓ શીખે છે. અહિ શિખવાની પ્રક્રિયામાં કુદરતનાં અલૌલિક વાતાવરણનો ‘ભારવગરનો’ સાથ મળતાં ટબુકડા બાળ મિત્રો તેની જીંદગીમાં ‘શૈક્ષણિક પ્રવાસ’માં સૌથી વધુ ખીલે છે.

Banna For Site 1

શિક્ષણમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિ શૈક્ષણિક પ્રવાસનું બાળકોનાં સર્વાંગી વિકાસમાં મહત્વ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસમાં શાળાઓમાં શૈક્ષણિક પ્રવાસ યોજાતા હોય છે. પાટણવાવ નજીક આવેલો ઓસમ ડુંગરે પ્રાંચી નજીક આવેલ સુત્રાપાડા તાલુકાની ઘંટીયા પ્રાથમિક શાળાનાં છાત્રો કુરરતનાં ખોળે કિલ્લોલ કરતા જોવા મળ્યા હતા. ટપકેશ્ર્વર મહાદેવ, તળાવ તથા માત્રી મંદિરનાં દર્શન કરીને કુદરતનાં ખોળે મનમૂકીને ઝુમ્યા હતા. અબતકના પત્રકાર અરૂણ દવેએ શાળાના સ્ટાફ સાથે ‘હાથીભાઈ તો જાડા’, ‘એક બિલાડી જાડી’ જેવા વિવિધ બાળગીતો ‘ટેણીયા’ઓ સાથે ગાયા હતા અને તેમની બાળસહજ મોજમસ્તીને વધુ રોમાંચક બનાવ્યુ હતુ આ અવસરે નિદોર્ષતા બાળ અભિનય એકલયતાનો સુમધર ધ્વનિ વૃક્ષોના ઝુંડને વીંધીને સૌ પર્વતમાળામાં રેલાયો હતો અને આનંદોત્સવ સાથે તમામ ગુણો-સ્પંદનો કુદરતના આ ખોળે ખીલી ઉઠ્યા હતા. શાળાનાં વાતાવરણ અને કુદરતી વાતાવરણ આ બંને વચ્ચે ટબુકડાઓની ખીલવાની ભેદરેખા ઈશ્ર્વરના સાનિધ્યમાં મ્હેકી ઉઠી હતી. બાળકો પર્યાવરણમાંથી ઘણુ શીખી શકે છે તેની પ્રતીતિ સૌને નિહાળવા મળી હતી.

Img 9808

બાળકોને વિકસવું ગમે છે અને તેમને વૃન્દમાં સામૂહિક રીતે વિહરવાની અને નાચવાગાવાનું અધીક ગમે છે એ સનાતન સત્યનું સ્પષ્ટ દર્શન શાળાના ૧૧૦ વિદ્યાર્થીઓનાં વૃન્દની ખેલકૂદે કરાવ્યું હતુ. યુનિફોર્મ બાળકો વચ્ચે એકતા વધારે

છે એ વાત હવે કોઈથી

અજાણી નથી…

આ વૃન્દની આગેવાની કરતા અને બાળવૃન્દને વહાલભીનું પ્રોત્સાહિત આપતા શિક્ષકોએ આદર્શ શિક્ષકોનું અહીં

પ્રતિબિંબ પાડયું હતુ. શિક્ષકો બાળકોને દેશના આદર્શ નાગરિકો બનાવી શકે છે.

Img 20200301 111313

એક ઉદાહરણ: એક વખતે મેડમ મોન્ટેસરીને એક સંગાથીએ કહ્યું કે, ડંખવગરની મધમાખીની વૈજ્ઞાનિકોએ શોધ કરી છે, એ કેવડા મોટા સમાચાર છે ? જવાબમાં મેડમ મોન્ટેસરીએ કહ્યું. એમને કહે ડંખ વગરના માણસની પણ શોધ કરે…

પેલા સંગાથીએ પૂછયું, એ વળી કેમ થાય ?

મોન્ટેસરીએ જવાબ આપ્યો; આદર્શ શિક્ષક એ મહાન કામ કરી શકે…

‘અબતક’ના પ્રવાસે બાળવૃન્દને આ સ્કૂલ બહારનું શિક્ષણ પણ આપ્યું… કુદરતો એમાં સાથ આપ્યો માત્રીમાતાએ એમાં સાથ આપ્યો…’ ઉમદા ‘પ્રવાસ’નું મહત્વ અહીં નિષ્પન્ન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.