Abtak Media Google News

પેટ્રોલ અને ડીઝલની આકાશ આંબતી કિંમતોને પગલે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ભરૂચમાં ચક્કાજામ કરવા બદલ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યમાં ઠેરઠેર કોંગી કાર્યકરોની અટકાયતનો દોર ચાલી રહ્યો છે.

સાબરકાંઠા,ઇડર:

ભારત બંધને લઈ ઇડરમાં કોંગ્રેસ કાર્યકરોએ પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા મુદ્દે સુત્રોચ્ચાર કરી બજારો બંધ કરાવ્યા. કોંગ્રેસ કાર્યકરોએ વેપારીઓને ગુલાબના ફુલઆપી દુકાનો, સ્કૂલો, બેંકો બંધ કરાવી.કોંગ્રેસના કાર્યકરોએ ઇડરની  સ્કૂલો બંધ કરાવી.ઈડરના વેપારીઓ એ ભાવ વધારાના મુદ્દે કોંગ્રેસના કાર્યકરોને સમર્થન આપી સ્વયંભૂ દુકાનો, સ્કૂલો બંધ કરી.

તેમજ સુરેન્દ્રનગર લીંબડી માં કોંગ્રેસી કાર્યકરો બજાર બંઘ કરાવવા નિકળ્યા,ત્યારે લીંબડીની શાળા કોલેજો પણ બંધ કરાવી.બાળકો શાળાએથી ઘરે જતા નજરે પડ્યા,લીંબડી બસ સ્ટેશનમાં પણ કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો,લીંબડીની બજરની તમામ દુકાનો હોટલો કોગ્રેસી કાર્યકરો દ્વારા બંધ કરાવવામાં આવી,લીંબડીની બજારમાં કોગ્રેસ ના કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધના સુત્રોચાર કરવામાં આવ્યા.

લીંબડી:

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.