Abtak Media Google News

પેટ્રોલ અને ડીઝલની આકાશ આંબતી કિંમતોને પગલે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ભારત બંધના એલાન વચ્ચે જામનગરમાં પણ બંધ ને સફળ બનાવવા માટે કોંગ્રેસ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા શહેરની બજારોમાં નીકળી બંધ પાળવા અનુરોધ કરાયો હતો.હાલ જામનગર માં પણ મહદંશે ભારત બંધ ને સફળતા મળી છે બંધ કરાવવા નીકળેલા કોંગી ધારાસભ્યો આગેવાનો તેમજ કાર્યકરોની પોલીસે અટકાયત કરી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.