કોઇપણ મહામારીથી બચવા રોગપ્રતિકારક શકિત અતિ આવશ્યક

83

જે સારો ખોરાક લે તેનું સારૂ લોહી બને પોષ્ટિક આહાર સાત્વીક આહાર સાથે દૂધ દહી છાસ લેનાર વ્યકિત બહુ જ ઓછી માંદી પડે છે. બહારનો ખૂલ્લોને વાસી ખોરાક લેવાથી ઝડપથી માંદા પડી જવાય છે. આજકાલ આપણીલાઈફ સ્ટાઈલને કારણે ઘણા રોગોને આમંત્રણ આપીએ છીએ.

દરેકનાં શરીરમાં રોગ સામે લડવાની શકિત પડી હોય છે, જેને રોગ પ્રતિકારક શકિત કહેવાય છે. આજ શકિત આપણને રોગોથી કે માંદગીથી દૂર રાખે છે.લોહીના ટકા એટલે એચ.બી.કે. હિમોગ્લોબીન જેટલુ સારૂતેટલી તમારી રોગ પ્રતિકારક શકિત સારી. સારી શકિતને કારણે બિમારી દૂર થાય છે.

થોડી સાવચેતી પરેજી આહારથી તમે તમારી પ્રતિકારક શકિત વધારી શકો છો. આપણા શરીરની આજુબાજુ કરોડો બેકટેરીયા હોય છે આપણા શરીરની રોગ પ્રતિકારક શકિત આવા ખતરનાક બેકટેરીયા-વાયરસથી શરીરનું રક્ષણ કરે છે. તમે જોયું હશે અમુક લોકો ઝડપથી માંદા પડી જાય છે. જયારે અમુક તો લાંબા સમય સુધી માંદા પડતા નથી.

આપણા શરીરની સાથે સાથે આપણી રોગ પ્રતિકારક શકિતના લડાકુ ફાઈટર ટી સેલ્સને નિયમિત પોષ્ટિક આહારની જરૂર હોય છે. તમે જોયું હશે સમતોલ આહાર લેનાર બાળકની તુલનામાં કુપોષિત બાળક જલ્દી બિમાર થાય છે. રોગ પ્રતિકારક શકિત વધારવા માટે ઝીંક-આર્યન -સોડીયમ-કોપર-ફોલીક એસીડ અને વીટામીન એ.બી.સી.ડી.ઈ. અને એન્ટી ઓકસીડન્ટની જરૂર પડે છે.

આહારમાં વધારે પોષ્ટિક ફળ લીલાશાક ભાજી અને પ્રોટીનયુકત વસ્તુઓ ખાવી લગભગદરેક ખાટા ફળમાં વિટામીન સી નું પ્રમાણ ઉંચુ હોય છે. જેમકે નારંગી , મોસંબી, દ્વાક્ષ, આમા, લિંબુ ,કિવી જેવા ફળોમાં વધારે વિટામીન સી. હોવાથી નિયમિત ખાવા ઋતુ પ્રમાણેના ફળ ખાવાથી ઘણા વિટામીન શરીરને મળે છે.

શરીરની શકિત વધારવા એન્ટી ઓકસીડન્ટ લેવું જરૂરી છે. જે આપણા શરીરની ખરાબ પેશીને સારી કરે છે. વૃધ્ધવસ્થાને રોકે છષ. જેથી બીટ, લીલા ફલાવર, પાલક, ટમેટા, મકાઈ ગાજરમાં હોય છે એટલે એ ખાવા ડુંગળી, સૂર્યમુખીના બીજ ભૂરા ચોખામાં સેલીયમ હોય છે. જે તમને કેન્સરથી બચાવે છે.

આ ઉપરાંત શકકરીયા, ગાજર, લીલા શાકભાજી, લાલ મરચા, સાકરટેટીમાં વિટામીન એ ભરપૂર માત્રામાં હોય છે. સાથે વિટામીન બી.૨ પાલક, બામ, સોયાબીન, કુકરમૂતા, ગાયનું દુધ જેવામાં વધુ જોવા મળ છે.નારંગી, ટમેટા, પપૈયુ, સ્ટ્રોબેરી, કોબીજમાંથી વિટામીન સી મળે છે.વીટામીન બી.૬ કેળા, બટેટા, પાલક, સૂર્યમુખીના બીમાં વિશેષ જોવા મળે છે. ઉપયુકત આહાર લેવાથી પ્રતિકારક શકિત વધે છે.

ગાજર, પપૈયુ, પાલક, બદામમાંથી વિટામીન ઈ મળે છે. નો દુધ , ઈડા, સાદી માછલીમાંથી વિટામીન ડી. મળે છે. સૌથી અગત્યની વાતમાં દૂધીના બીજ, તલ, દહી મટર વિગેરેમાંથી શરીરને ઝીંક મળે છે. આ ઉપરાંત આખા દિવસમાં ઓછામાં ઓછુ ૮ ગ્લાસપાણી પીવું જરૂરી છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરને શકિત મળે ને ખોરાકને પાચન પણ સારી રીતે કરે છે.રોગ પ્રતિકારક શકિત વધારવા કોઈ પ્રખ્યાત જડી બૂટીનો ઉપયોગ પણ કરી શકાય જેમકે અશ્ર્વગંધા ચૂર્ણ લસણ આદુ, હળદર વિગેરે શિયાળો શરીરની પ્રતિકારક શકિત વધારવાનો શ્રેષ્ઠ છે. રોજ નાની મોટી કસરતકરો. સાથે તણાવ મૂકત રહેવાની કોશીષ કરો જયારે આપણે ટ્રેસમાં હોય ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનો વધારોજોવા મળતા વજન વધારો. કેન્સર હૃદયરોગ જેવી ઘણી સમસ્યા ઉત્પન્ન થાય છે. માટે ગમતાં કામ કરો આનંદમા રહો.

ફણગાવેલા અનાજ, કઠોળ, દાળ પોષણથી ભરપૂર હોવાથી રોગ પ્રતિકારક શકિત વધારે છે સાંજે ખીચડી પણ બહુ ગુણકારી છે. રસદાર ફળ, ખાવાથી વિટામીન સી મળે જેનાથી જંતુઓ સામેની લડવાની શકિત વધે છે. ડ્રાયફૂટ રાતે પલાડીને સવારે ખાવ, ભાજેનમાં સલાડ નો ઉપયોગ કરો. જેમાં ગાજર, કાકડી, ટમેટા, ડુંગળી બીટનો ઉપયોગ કરો.

તુલસી એન્ટિબાયોટીકનું કામ કરે છે. ચામાં તુલસીનાં પાન નાખીને પીવો કે તેને સાદા પાણીમાં ઉકાળીને પીવો તે તમારી રોગ પ્રતિકારક શકિત વધારશે. કેપ્સિકમ પણ ગુણકારી છે, જે તમારી ચામડી અને આંખોને તંદુરસ્ત રાખે છે. ડુંગળીમાં ફલેવેનોઈડ્સ નામનું તત્વ હોય છે. જે તમારી હૃદયની ધમનીઓમાં ચરબી થતા અટકાવે છે. લસણ આપણા શરીરની રકતવાહિનીઓને સ્વચ્છ રાખે છે. રકત શુધ્ધ થવાથી બ્લડ પ્રેશરની મુશ્કેલી દૂર થાય છે. ટુકમાં રોગ પ્રતિકારક શકિત જ તમને વિવિધ ચેપીરોગોથી બચાવે છે.

Loading...