Abtak Media Google News

મેવાસા ગામે નાનાભાડાને ત્યાં જતી વેળાએ સર્જાયો અકસ્માત: બાવાજી પરિવારમાં શોક

ગોંડલ-જેતપુર નવાગઢ ધોરી માર્ગ પર રબારીકા ગામ પાસે ડમ્પરે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા જેમાં પત્નીની નજર સામે પતિનું મોત નિપજતા નવાગઢ ગામના બાવાજી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપૂર તાલુકાના નવાગઢ ગામે રહેતા પિયુષ મહેશભાઈ અગ્રાવત નામના ૨૫ વર્ષિય યુવાનને તેની પત્ની હેતલબેન સહિત બંને જી.જે. ૩ એચ.એફ. ૧૮૬૭ નંબરનાં બાઈક પર જેતપૂરના મેવાસા ગામે રહેતા નાનાભાઈને ત્યાં જતા હતા. ત્યારે રબારીકા ગામ નજીક પહોચ્યા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતા જી.જે.૧૪ ડબલ્યું ૩૬૭૨ નંબરનાં ડમ્પરે બાઈકને હડફેટે લેતા દંપતિ ફંગોળાયું હતુ જેમાં ગંભીર રીતે ઘવાયેલા પિયુષભાઈનું મોત નિપજયું હતુ જયારે પત્ની હેતલબેનને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. મૃતકનાપિતરાઈ પ્રદિપભાઈ અગ્રાવતની ફરિયાદ પરથી હમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ વી.બી. ચૌહાણ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.