Abtak Media Google News

કેરળમાંથી ૬.૨૧ કરોડ રૂા.નું દાણચોરીથી લવાયેલું સોનું ઝડપાયું: દક્ષિણ ભારતના દાણચોરો પોતાની બે નંબરી આવકને એક નંબરી બનાવવા મસમોટા જવેલરી શો રૂમ, ગોલ્ડ ફાયનાન્સ કંપની ચલાવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો

ભારતમાં પૌરાણિક કાળથી કિમંતી ધાતુ ગણાતી સોનાની ચમક કાયમી રહેવા પામી છે. સોનાના લેવડ દેવડની શરૂ થયેલી વેપાર વિનિમયની પ્રથા બાદમાં આભુષણોમાં ફેરવાઈ જવા પામી હતી સોનાની પીળી ચમકતી આકર્ષાઈને રાજારજવાડાઓ સોનાના મુગટો, આભુષણો ગર્વભેર પહેરતા હતા આવા રજવાડા અને સોનામાં પોતાની ઉપજ વાપરતા હોય આઝાદી સમયે દરેક રજવાડાઓ પાસે લખલૂંટ સોનાનો જથ્થો અને આભુષણો જોવા મળ્યા હતા રાજા રજવાડાઓને નિહાળી તેમના પ્રજાજનો પણ સોનાને રોકાણનો શ્રેષ્ઠ રસ્તો માનવા લાગ્યા હતા જેથી આજે ભારતમાં સ્થિતિ એ છે કે દેશમાં જેટલું સોનું બહાર ફરે છે. તેનાથી વધુ સોનું ઘરોમાં બચત તરીકે સંગ્રહાયેલું પડયું હતુ સોનામાં રોકાણનાં ભારતીયોના આ વિશ્વાસ સાચો પડતો હોય તેમ સોનાના આંતરરાષ્ટ્રીય ભાવો પણ સતત વધતા રહ્યા છે. ભૂતકાળમાં સસ્તા સોનું ખરીદવાનું ગાંડપણ ભારતીયોને ઉપડયું હતુ જેથી ૭૦ના દાયકામાં સોનાની દાણચોરીનું વિશાળ નેટવર્ક ઉભુ થવા પામ્યું હતુ.

દુબઈ સહિતના અરબી દેશોમાં ડયુટી ફ્રીના લાભના કારણે સોનું ભારત કરતા સસ્તુ મળતું હોય દાણચોરો દરિયાઈ માર્ગે વિશાળ જથ્થામાં સોનું મંગાવીને બે નંબરમાં વેચવા લાગ્યા હતા. મુંબઈના સામાન્ય ગુંડામાંથી દેશના મોસ્ટ વોન્ટેડ અપરાધી બનેલા દાઉદ સહિતના માફીયાઓએ સોનાની દાણચોરી દ્વારા પોતાનું ખરબો રૂા.નું સામ્રાજય ઉભુ કર્યું હોવાનું જગજાહેર છે. એક સમયે, અમદાવાદઅને રાજકોટ સોનાના આભુષણો બનાવવાનું દેશનું મુખ્ય કેન્દ્ર મનાતા હતા. પરંતુ દરિયાઈ માર્ગે થતી સોનાની દાણચોરીનો લાભ લઈને રેઢ્ઢોપટ વિશાલ દરિયો ધરાવતા દક્ષિણ ભારતના રાજયોમાં અનેક દાણચોરો સક્રિય થયા હતા દાણચોરોએ દાણચોરીનાં સુવર્ણકાળા દરમ્યાનથી શરૂ કરેલી દાણચોરીની કાર્યવાહી હાલમાં પણ ધમધમી રહી છે.

7537D2F3 4

દક્ષિણ ભારતના આવા દાણચોરો પોતાની બેનંબરી આવકને એક નંબરી બનાવવા દેશભરમાં વિશાળ જવેલરી શો રૂમ અને ગોલ્ડ ફાયનાન્સ કંપની સ્થાપવા લાગ્યા છે. આ દાણચોરો આવા જવેલરી શો રૂમ બને ગોલ્ડ ફાયનાન્સ કંપનીને ખોટ ખાયને પણ ચલાવીને પોતાની દાણચોરીની બે નંબરી આવકને એક નંબરી બનાવી રહ્યા છે.

દક્ષિણ ભારતમાં ચાલતા સોનાની દાણચોરીના કૌભાંડનો તાજેતરમાં પર્દાફાશ થવા પામ્યો હતો. જેમાં કેરળનાં કાસાર ગોડ જિલ્લામાં કસ્ટમ વિભાગે પૂરઝડપે જતી મુંબઈ પાર્સીંગવાળી લકઝરી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને રોકાવી હતી. આ કારની તલાસી લેતા કસ્ટમ વિભાગને કારમા ખાસ બનાવવામાં આવેલા ખાનામાંથી ૧૫,૫૨૫ કિલો સોનું મળી આવ્યું હતુ આશરે છ કરોડ રૂાથી વધારેની કિમંતના આ સોના સાથે બે વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટમા કમિશ્નર સુમિત કુમારે આ અંગે જણાવ્યું હતુ કે પ્રાથમિક તપાસમાં કાસારગોડ જીલ્લામાં થતી સોનાની દાણચોરીની સિન્ડીકેટના ભાગ રૂપે આ સોનું ઘુસાડવામાં આવ્યાનું ખૂલવા પામ્યું છે. આ અગે કસ્ટમ વિભાગ ઝીણવટભેર તપાસ કરીને સોનાની દાણચોરીના દુષણને ડામવા આકરી કાર્યવાહી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.