Abtak Media Google News

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ટ્રસ્ટની શુભેચ્છા મુલાકાતે આવેલા સેવાભાવી અગ્રણીઓનો સન્માન સમારંભ તાજેતરમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પૃથ્વીસિંહજી જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં ડો. ભાવેશભાઈ સચદે, પૂરૂ. ગૂરૂદેવના શિષ્ય રમેશભાઈ કારીઆ, રઘુવીર સોસા.વાળા છબીલભાઈ નથવાણી, જગદીશભાઈ કારીઆ વિગેરે અગ્રણીઓનું સન્માન કરાયું હતુ. જેમાં પ્રમુખ સ્થાને દિલીપભાઈ સોમૈયા તેમજ અતિથિવિશેષ તરીકે જે.ડી. ઉપાધ્યાય ડો. કેતનભાઈ ભીમાણી, એડવોકેટ જતીનભાઈ કારીઆ ડો.એન.જે. મેઘાણી, ઈશ્ર્વરભાઈ ખખ્ખર વિગેરે હાજર રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટનાપ્રમુખ પ્રભુદાસભાઈ તન્ના મંત્રી કે.ડી. કારીઆ, રોહિતભાઈ કારીઆ, પ્રવિણભાઈ ગેરીયા, દિનકરભાઈ રાજદેવ ધૈર્ય રાજદેવ જગદીશભાઈ પંડિત વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.