Abtak Media Google News

વૃધ્ધાશ્રમના સેવાભાવી અગ્રણીઓ દ્વારા માવતરોને ઘરથી પણ વિશેષ વાતાવરણ આપવાની સાથે અહી વધુ માવતરોને ન આવવું પડે તેવા સરાહનીય પ્રયાસો

દિકરાનું ઘર વૃધ્ધાશ્રમમાં રહેવું મજબુરી નહીં પણ મજા હોવાનો માવતરોનો સૂર

આજની ૨૧મી સદીમાં લોકો જયારે પશ્ર્ચીમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે. ત્યારથી દેશમાં વૃધ્ધાશ્રમોનું પ્રમાણ વધતુ જોવા મળ્યું છે. હાલની સ્થિતિની જો વાત કરીએ તો બાળકો પોતાનું નૈતિક મૂલ્યો ભૂલી ગયા છે. એટલે કહેવાનું એ રહ્યું કે વૃધ્ધાશ્ર હોવા તે જરૂરીયાત નથી માત્ર જરૂર છે. કે બાળકોમાં મૂલ્યોનું સીચન કરવું ત્યારે અબતક દ્વારા અનેક વૃધ્ધોને હુંફ આપતા દિકરાનું ઘર વૃધ્ધાશ્રમની મુલાકાત લઈને વિશેષ વિગતો મેળવવામાં આવી હતી.

Vlcsnap 2018 06 05 09H38M34S134અબતક સાથેની વાતચીત દરમિયાન દિકરાના ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશભાઈ દોશીએ આનંદની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતુ કે, ઢોલરાની ધરા પર ૧૭ વર્ષના લાંબાઅંતરાલ બાદ રાષ્ટ્રસંત પૂજય ગૂરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પાવનકારી પધરામણી થઈ હતી. અને આર્શિવચન અને ધન્યવાણી પાઠવી હતી. અને વૃધ્ધાઓ માતા પિતા સાથે વાતચીત કરી હતી અને વૃધ્ધાશ્રમની કામગીરી પણ બીરદાવી હતી. અમારા માટે આજનો દિવસ પવિત્ર છે. અને સાથોસાથ ૩ દિવસથી અથાગ મહેનત અમારા કાર્યકરોની અને આખરે મહાસતીજી અને પૂ. નમ્રમૂની પધાર્યા હતા. અને આંખમાં હર્ષના આંસુ છે. અને દિકરાના ઘર વૃધ્ધોને પણ એમના આર્શીવાદ મળ્યા છે.

સમાજની વરવી વાસ્તવિકતા છે અને એવું કહેવાય છે કે સમાજની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી ખરેખણ આજે પશ્ર્ચિમીકરણ સામે આજનો યુવાન પોતાનું કર્તવ્યે ભૂલ્યો છે એવા સમયે સમાજની જરૂરીયાતને ધ્યાનમાં લઈને એવી કઈ જરૂરીયાત નજીવી છે એમને લઈ ૨૦ વર્ષ પહેલા દિકરાના ઘર વૃધ્ધાશ્રમની સ્થાપના કરવામાં આવી હતી અને આજે ૨૦ વર્ષ પછી દિકરાનું ઘરની અંદર ૫૪ માવતરો પોતાની જીંદગી ગુજારી રહ્યા છે. કોઈ પણ પ્રકારનાં ચાર્જ વગર એ અહી હૂંફ મેળવે છે. અને સમાજની જરૂરીયાતને ધ્યાનમાં લઈને જ સ્થાપના કરવામાં આવી છે. કુલ ૫૪ માવતરો અહીયા રહે છે. અને હજી પર વધારેને વધારે સુવિધાઓ આપી શકીએ એવો ઉદેશ છે. પરંતુ બીજી તરફ વૃધ્ધાશ્રમમાં માવતરો ન આવે અને લોકો પોતાનું કર્તવ્ય સમજી મા-બાપની સેવા કરે.

Vlcsnap 2018 06 05 09H23M22S226

તમામ પ્રકારની સુવિધાઓ અમે આપીએ છીએ માત્ર ભૌતિક જ નહી પરંતુ લાગણીના સંબંધો રહેલા છે. એમને લાગણીની પ્રેમ મળે, હૂંફ મળે તેવું વાતાવરણ ઉભુ કરાયું છે. ભૌતિક સુવિધાની વાત કરીએ તો અહી એક પર એવી સુવિધા નથી કે જે અહીયા ઉપલબ્ધ ન હોય. અહીયા ઘરે તમામ સગવડો મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેવી કે ભોજનનાલય, થિયેટરનું પણ નિર્માણ તેમના મનોરંજન માટે કરવામાં આવ્યું છે અહી દર વર્ષે અંહી રહેતા વડીલોને જાત્રા પણ કરાવામાં આવે છે મને કહેતા એટલો આનંદ થાય છે કે અહીયા રહેતા વડીલોને અમે પ્લેનમાં પણ મુસાફરી કરાવી છે. અને દરિયામાં પણ મુસાફરી કરાવી છે. સ્વાભાવિક રીતે પ્લેન, ટ્રેન , બસમાં બધા સામાન્ય રીતે જતા હોય પરંતુ તમામ પ્રકારની સુવિધા આ આશ્રમમાં કરવામાં આવી છે. દર ૧૫ દિવસે દર માવતરનું મેડીકલ ચેકઅપ થાય છે.

ઈર્મજન્સી સારવારની પરિસ્થિતિ ઉભી થાય એ વખતે રાજકોટની અલગ અલગ હોસ્પિટલના અમારા સંબંધોનો ઉપયોગ કરીને સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થ ગોઠવવામાં આવી છે. ટુંકમાં ૧ માસમાં આગામી જ ‘દિકરાનું ઘર’ વૃધ્ધાશ્રમમાં આઈસીયુનું પણ નિર્માણ થઈ ગયું છે. જયાં બિમારીના સમયે પણ એ એમની સારી કાળજી પૂર્વક સારવાર લઈ શકે તે માટે સગવડ એ કરવામાં આવ્યું છે. અહી રહેતા માવતરો એવું કહે છે કે અમારી જીંદગી, અમારો ભવ સુધરી ગયો છે. અમારે કયાંય જવું નથી પરંતુ અહીથી જ ભગવાન અમને લઈ લે અને અહી રહેતા માવતર એમના દિકરા-દિકરીની યાદ કરે છે.પરંતુ જવા માટેની માંગણી કરતા નથી.

Vlcsnap 2018 06 05 09H24M02S103 1

વધુ જણાવતા કહીશ કે, દરેક દિકરાની એવી ફરજ છે કે આવુ મા-બાપને તરછોડે નહીએક મા બાપે પોતાના દિકરાને મોટો કરવા પોતાની જાત ઘસી નાખી હોય છે. ત્યારે સ્વાભાવિક રીતે એમના દિકરાઓનું પણ કર્તવ્ય બની જાય છે કે મા બાપની પાછોત્રી જીંદગીનીક ખૂબજ ઉતમ સેવા કરે અને ભવિષ્યમાં પણ નબળો વિચાર ન કરે અને ‘દિકરાના ઘર’ વૃધ્ધાશ્રમમાં આવું ન પડે તેવો સંદેશ આપીએ છીએ અને આના જ માટે ચોકકસ પ્રકારની પહેલ થવી જોઈએ જેથી કરીને વૃધ્ધાશ્રમનું પ્રમાણ ઘટે.

ગોરધનભાઈ ચોવટીયાએ પોતાની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતુ કે અહી ૧૦ વર્ષથી રહુ છું મુળ હું ગામડાનો છું દરેકને કંઈક મજબૂરી હોય છે અને એનેજ લીધે હું અહીયા રહુ છું મારે કોઈ સંતાન જ નહી એ કારણસર નિવૃત જીવન મા‚ દિકરાના ઘર વૃધ્ધાશ્રમમાં ગુજારી રહ્યો છું જયાં હું આખો દિવસ ભજન કિર્તન, થોડા ઘણા કામ કરતો હોવ છું ઈ હું બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિ કરૂ છું જેવી કે વૃક્ષોને પાણી પીવડાવવું, બગીચાની સારસંભાળ વગેરે જેવી કાળજીના કામો ક‚ છું દિકરીને મળવાનું ઘણુ ખરૂ મન થાય પરંતુ દિકરા તો જ હોય. મળવાની પણ અહીયા છૂટ છે કોઈ પણ ટાઈમએ હું જઈ શકુ અને એ લોકો મળવા આવી શકે ૨ કે ૫ દિવસ એન્ટ્રી કરીને ઘરે જતા હોઈએ છીએ.

Vlcsnap 2018 06 05 09H29M54S14

અબતક સાથેની વાતચીત દરમિયાન ‘દિકરા ના ઘર’ વૃધ્ધાશ્રમમાં રહેતા કાંતીભાઈ અને નીકુબેન એ જણાવ્યું હતુ કે અમે અહીયા ૧૬ વર્ષથી રહીએ છીએ કારણ તો ના કહી શકીએ અહીયા રહેવા માટે પરંતુ અમારી આર્થિક સ્થિતિ નબળી છે. છોકરો ભાડાના મકાનમાં રહે છે. અને એને જ કારણોસર અમે નિવૃતિ પછી સાથે રહીએ તો ખર્ચામાં પહોચી ન શકાય એ કારણસર અહી આશરો લીધો છે. અહીયા રહેવામાં અમને બહુ જ મજા આવે છે. અને આખા દિવસમાં ભજન કિર્તન, રેડીયો, થિયેટરમાં ભગવાનના ફિલ્મો, વિવિધ પ્રકારની ગેમ્સ રમતા હોય છીએ. અહીના કર્મચારી જ બધુ જ કામ કરતા હોય છે. અમારે નજીવી સારસંભાળ ના કામો કરતા હોય છીએ. વધારામાં કસરત અને પ્રાણાયામ પણ કીએ છીએ. જેના લીધે સ્વાસ્થ્ય સારૂ રહે.

ભારતીબેને લાગણી વ્યકત કરતા કહ્યું હતુ કે, હું અહીયા ૪ મહિનાથી રહું છું અહીયા ૩ મહિનાથી રહુ છું કોઈ મજબૂરીનું કારણ નથી જેના લીધે હું અહીયા રહું છું અહીયા રહેવામાં મને ઘર કરતા પણ બહુ મજા આવે છે. ઘર કરતા પણ અને દિકરા કરતા પણ અમારી સારસંભાળ લે છે. ઘણીવાર જયારે યાદ આવે દિકરા દિકરીની ત્યારે હું એમને જણાવું છું અને એ મને અહીયાથી ૨-૫ દિવસ લઈ જાય છે. પરંતુ અહીયા રહેવામાં જે મજા આવે એ ઘરે પણ આવતી નથી તેવું હર્ષભેરની લાગણી સાથે જણાવ્યું હતુ.

Vlcsnap 2018 06 05 09H25M49S167

ઉષાબેનએ હર્ષભેરની લાગણી સાથે જણાવ્યુંં હતુ કે, હું અહીયા ૧૧ વર્ષથી રહું છું અમે અત્યારે પૂજા પાઠ કરી થોડુ કામ કરીએ ભગવાનના કિર્તન રાત્રે કરીએ એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ અહીયા વધઉ મજા આવે છે. કે ઘરે જવાની ઈચ્છા જ નહી થતી પરંતુ દિકરી તેડાવે એટલે જોવું પડે અને ૧૫ દિવસ જતી આવું કારણ કે અમારા માટે ‘દિકરાનું ઘર’ જ સ્વર્ગ સમાન છે. અને ઘર કરતા પણ વિશેષ સાચવે છે બહુ જ માન આપે છે. ટ્રસ્ટીઓ અમને સાર સંભાળ બહુ જ લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.